કાવ્યાનુવાદ : Grow old along with me! – વૃદ્ધ થા મુજ સંગ

૧૮૧૨માં જન્મેલા બ્રિટીશ કવિ રોબર્ટ  બ્રાઉનીંગની એક  કવિતા અને તેનો અનુવાદ.

વિશ્વાસ, સહકાર અને  સમજણ ધરાવતા એક યુગલના, આજીવન સાથે જીવન જીવવાના ભાવો વ્યક્ત કરતી આ રચનામાં ઘણા અર્થો ઉપસે છે. કવિતા તો સુંદર છે જ અને તેનો એવો જ મનહર અનુવાદ અત્રે પ્રસ્તુત છે.

Grow old along with me!
Robert Browning
The best is yet to be,
The last of life,
for which the first was made,
Our times are in his hand
Who saith, “A whole I planned,
Youth shows but half.
trust God: see all, nor be afraid !”
અનુવાદ
કવિ શ્રી મકરંદ દવે
વૃદ્ધ થા મુજ સંગ
જીવન રાખશે હજી રંગ
જો, આથમણી સાંજ્યું કાજ
ઉગમણું હતું જ સવાર.
આપણ સમય એને પંડ
સરજ્યું જે કહે, “મેં અખંડ,
જુવાની તો અરધ આભાસ
હરિ પર રાખ તું વિશ્વાસ
સઘળું તે જ માંહી તપાસ
ભય ના રાખ તું તલભાર”.

વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.