कीर्तन:- नैकु गौपाल हि मौंकौ दै री

સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ

પૂર્વી મોદી મલકાણ

नैकु गौपाल हि मौंकौ दै री

राग:- बिहागरौ

नैकु गौपाल हि मौंकौ दै री
देखौ बदन कमल निकैँ करि
, ता पाछैँ तू कनियाँ लै री ।।
अति कोमल कर-चरन-सरोरूह
, अधर-दसन-नासा सोहै री ।
लटकन सीस
, कंठ मनि भ्राजत, मनमथ कोटि बारनै गै री ।।
बासर-निसा बिचारति हौँ सखि
, यह सुख कबहुँ न पायौ मैं री ।
निगमनि-धन
, सनकादिक-सबरस, बड़े भाग्य पायौ है तैँ री ।।
जाकौ रूप जगत के लोचन
, कोटि चन्द्र-रबि लाजत भै री ।

सूरदास बलि जाइ जसोदा गोपिनी प्रान पूतना बैरी ।।   

વિશ્લેષણ:-

કોઈ ગોપિકા કહે છે કે- યશોદાજી ! તનિક ગોપાલને આપ મને આપી દો. હું એકવાર તેનાં કમલમુખ ( કમલ સમાન ) જોઈ તો લઉં, પછી આપ તેને ગોદમાં લે લેજો. ( આ સાંભળી યશોદાજીએ તે ગોપિકાનાં હાથમાં લલ્લાને સોંપ્યો ) ગોપિકાએ લલ્લાને હાથમાં લીધો અને કહે છે કે; લાલાનાં અધર, કર અને ચરણકમળ અત્યંત કોમળ છે, આપના અધર, આપની દંતુલી અને આપની નાસિકા બહુ સુંદર શોભા આપે છે અને મસ્તક પરની કેશ લટકન પર ગૂંથેલ મોતી તથા ગળામાં રહેલ કૌસ્તુભમણિ એવી શોભા આપી રહ્યું છે જેના પર કરોડો કામદેવ ન્યોછાવર થઈ જાય. સખી ! ( યશોદા ) હું રાત દિવસ વિચારતી રહું છું કે; જે સુખ આપણને સૌને કન્હાઇનાં આવવાથી મળ્યું છે તે સુખ અગાઉ ક્યારેય પ્રાપ્ત થયું નથી. (યશોદા ) મને લાગે છે કે; આ કન્હાઇ તો વેદોની સંપતિ અને સનકાદી મુનિઓનું સર્વસ્વ છે જેને સૌભાગ્યથી તે પામી લીધો છે. ( સખી ! ) આનું ( કાન્હાનું ) રૂપ જ જગતનું નેત્ર છે. ( કારણ કે જગતનાં નેત્રોનું સુખ અને સફળતા જ એનાં રૂપનું દર્શન કરવું એ છે ) તેથી જ કરોડો સૂર્ય ચંદ્ર પણ લલ્લાનાં આ રૂપને જોઈ લજ્જિત થઈ જાય છે. ( સૂર્ય શીત અને ચંદ્ર ઉષ્મ બની જાય છે. ) સૂરદાસજી કહે છે કે; -માતા યશોદા પોતાનાં લાલ પર બલિ બલિ જાય છે, કારણ કે તેમનો લાલ ગોપીઓનો પ્રાણધન અને પૂતનાનો શત્રુ છે.  


પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ ©૨૦૨૧  | purvimalkan@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.