૧૦૦ શબ્દોની વાત
તન્મય વોરા
નેતૃત્વ વિશેની એક કાર્યશાળામાં પ્રશિક્ષક તાલીમાર્થીઓને માનવ જીવનમાં તેમજ અસરકારક નેતૃત્વના સંદર્ભે વિનમ્રતાનાં અગત્યની વાત સમજાવી રહ્યા હતા.
ચર્ચા દરમ્યાન, કેટલાક તાલીમાર્થીઓએ વિનમ્રતાનો અર્થ ‘શાલીનતા’ કરતા હતા તો બીજા કેટલાક તેને ‘પોતાને જીવનના અર્થની સિદ્ધિ નહીં પણ તે માટેનું સાધન’ સમજતા હતા.
બધાંનાં મતવ્યો ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી પ્રશિક્ષકે કહ્યું, ‘વિનમ્રતા નદીના કિનારાઓ છે જે નદીના પ્રવાહને પોતાની સીમાઓની મર્યાદાઓની અંદર જકડી રાખવાને બદલે દિશાસુચક બની રહે છે.’
‘જીવનમાં અને અસરકારક નેતૃત્વમાં આપણું કાર્ય આપણાં સાથીઓના વિકાસને બાંધી રાખવાને બદલે મુક્તપણે વિકસવા દેવાનું છે. એટલે કે, તેમને પોતાની મર્યાદાઓની સીમાની અંદર બાંધી રાખવાને બદલે, તેમની સાથે, તેમના માર્ગદર્શક બનીને, ઊભા રહેવું.’
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com