ભગવાન થાવરાણી
આ શ્રંખલા ૧૦૧ નંબરના હપ્તા સાથે સમાપ્ત કરીશું. અત્યાર સુધી કેવળ ગાલિબના બે હપ્તા થયા છે ( પ્રારંભિક બન્ને ). બાકીના દરેક શાયરનો એક – એક. અંતિમ હપ્તો પણ ગાલિબનો હશે. સંકલનકાર અને રસાસ્વાદકાર તરીકે એટલી તરફદારી તો દરગુજર થાય !

ગઝલ કહી હૈ, કોઈ ભાંગ તો નહીં પી હૈ
મુશાયરે મેં તરન્નુમ સે ક્યું સુનાઉં મૈં ?
એમનો એક વધુ તીર :
ક્યોં સર ખપા રહે હો મઝામીં કી ખોજ મેં
કર લો જદીદ શાયરી લફ્ઝોં કો જોડ કર !
અર્થાત સંદર્ભ – ગ્રંથોની પળોજણમાં પડ્યા વિના થોડાક શબ્દોને આડા-અવળા જોડી દો. એ આધુનિક ( જદીદ ) શાયરી બની જશે ! આમ જ તો થાય છે !
નાની બહરના શેરોમાં માહિર હતા અલવી સાહેબ. જૂઓ :
સામને દીવાર પર કુછ દાગ થે
ગૌર સે દેખા તો ચેહરે હો ગએ
આ ભ્રમ આપણને સૌને ક્યારેક થાય છે.
અન્ય એક શેર, ટૂંકી બહરનો :
અબ તો ચુપચાપ શામ આતી હૈ
પહલે ચિડીયોં કે શોર હોતે થે
પહેલાં અને આજકાલમાં બીજા પણ કેટલાય ફરક છે.
હવે આવીએ એમના એક એવા શેર પર જે બિલકુલ પરંપરાથી અલગ છે, એબ્સર્ડ છે, સાધારણ લાગે છે, પરંતુ છે નહીં :
આંખેં ખોલો, ખ્વાબ સમેટો, જાગો ભી
અલવી પ્યારે, દેખો, સાલા દિન નિકલા ..
કેટલાક શુદ્ધતાવાદીઓને અહીં ‘ સાલા ‘ શબ્દ વાંધાજનક લાગશે પરંતુ એ શબ્દ જ આખા શેરમાં ચાવીરૂપ છે. ઘણા બધા લોકો માટે સવાર પડવી, સૂરજ ઊગવો એ એક ખુશનુમા ઘટના હોય છે પરંતુ બધા માટે નહીં. અનેક દુખિયારા બદનસીબો માટે દરેક સવાર એક નવું દુખ, નવો બોજ લઈને આવે છે. એમના માટે એમના સપનાઓની દુનિયા વાસ્તવિક જગત કરતાં ક્યાંય વધુ શાતાદાયક હોય છે. આવા લોકો ઊગનારા પ્રભાતને ગાળ દઈને ન નવાજે તો શું કરે ?
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Aahaaa
આભાર !
क्या कमाल है इस लफ्ज़ में….
देखो साला दिन निकला..
कई बर्बाद दिलो और बदनसीबों के लिए सहर क़यामत ले के आती है तो कई लोगों के लिए रात ….
शुक्रिया सुनील भाई !
સરસ
આલવી સાહેબને તેમના દેહાન્તના થોડા વખત પહેલાં જ મુ. ચિનુકાકા અને રાજકોટના ઉર્દૂકવિ પરવેઝ સાથે મળવા…. સાંભળવાનું થયેલું.
ઉર્દૂના એક આગવા અવાજ તરીકે અલવીને માણ. આ એ એક લ્હાવો છે.
આપને પણ ધન્યવાદ
પ્રતિભાવ બદલ આભાર સંજુભાઈ !
શ્રી અલવી સાહેબને યાદ કરી તેમના કાબિલે દાદ શેર વાંચવાની મજા આવી. મહેફિલ માણવા જેવી રચનાઓ છે.
આભાર નીતિનભાઈ !