ફરી એક વખત ડાંગમાં ફોટોગ્રાફી પ્રવાસ

કાચની કીકીમાંથી

ઈશાન કોઠારી

ગયા ઓક્ટોબરમાં અમે ફરી એક વખત ડાંગમાં ફોટોગ્રાફી ટુર પર હતા. ત્રણ દિવસના અમારા પ્રવાસ દરમિયાન અમે જમલાપાડા અને તેની આસપાસનાં ગામડાઓમાં ફર્યા. અમને ફોટોગ્રાફીના વિષય સોંપવામાં આવ્યા હતા. અમારે તે વિષયની આસપાસ ફોટા ખેંચવાના હતા.

તેના માટે અમે દિવાન ટેંબરૂન, લહાનકસાડ જેવા અંતરીયાળ ગામડાઓમાં ગયા હતા. ત્યાંના મોટે ભાગના લોકો ખેતી કરે છે. પોતાના વપરાશ પૂરતું જ તેઓ ઉગાડે છે. તેમની પાસે આવકનો અન્ય કોઈ સ્રોત નથી. ત્યાંના લોકો અઠવાડીએ એક વાર સ્નાન લેતા. જો કે,બાળકોને રોજ સ્નાન કરાવતા. એક વસ્તુ પણ એવી જાણવા મળી કે આ વિસ્તારમાં ઘણાં દંપતી સાથે રહેતાં હોય, પણ તેમનાં લગ્ન પછી થાય છે. લગ્ન પહેલાં તેમને બાળક પણ હોઈ શકે છે. શહેરમાં આ પ્રથા ‘Live in relationship’ તરીકે ઓળખાય છે, અને હજી એટલી બધી સ્વિકૃત બની નથી. અહીં એ સ્વિકૃત અને ઘણી જૂની છે.

આ ગામોમાં જઈને ખેંચેલી તસવીરોમાંની અમુક તસવીરો અહીં મૂકી છે.

‘Environmental portrait of a woman’  એવો એક વિષય અમને સોંપાયો હતો, જેમાંના બે ફોટા અહીં મૂક્યા છે. આ વિસ્તારની સ્ત્રીઓ શું કામ કરે છે, ક્યાં કામ કરે છે, આજુબાજુનું વાતાવરણ એ તસવીરમાં ઝીલાવું જોઈએ. ઉપરની અને નીચેની તસવીરમાં આ વિસ્તારની મહિલાઓ તેમના રોજિંદા પરિવેશમાં જોઈ શકાય છે.

****

‘Farmers of Dang’/ડાંગના ખેડૂતો વિષય પર ખેંચેલી તસ્વીરોમાંની બે તસ્વીર અહીં મૂકી છે. અમુક સ્થળે તો આખો પરિવાર ખેતરમાં કામ કરતો જોવા મળ્યો.

****

ઘણાં બાળકો નદીકિનારે નહાતા જોવા મળ્યા. ‘On the bank of river Purna’/પૂર્ણા નદીના કાંઠે  વિષય માટે ખેંચેલી અમુક તસ્વીરો અહીં મૂકી છે.

એક બહેન નદીકાંઠે મહુડો ગાળી રહ્યાં હતાં. મહુડો આ વિસ્તારના આદિવાસીઓનું પ્રિય પીણું છે.

નદીને કિનારે એક ટેમ્પો ઊભેલો હતો. ટેમ્પાના દરવાજા પર દોરેલા ઘોડા પર મારી નજર ગઈ. તેનો ફોટામાં ઊપયોગ કરવાનું વિચાર્યું. તેનો મેં એવી રીતે ફોટો ખેંચ્યો કે ચીતરાયેલો ઘોડો ખરેખર છલાંગ મારતો હોય એવું પ્રતિત થાય.

એક મકાનમાં સૂર્યપ્રકાશ પડતો હતો. જેટલા ભાગમાં પ્રકાશ પડતો હતો, તેમાં હું કઈક સમાવવા માંગતો હતો. એ માટે થોડી રાહ જોઈ, અને ત્રણ માનવઆકૃતિના અમુક જ ભાગ પ્રકાશમાં આવે એવી રીતે ફોટો ખેંચ્યો. તેને કારણે ફોટામાં એક જાતની ગૂઢતાનું તત્ત્વ ઉમેરાય છે.

****

ડાંગના આ પ્રવાસમાં અવનવા વિષયો તો મળ્યા, સાથે અહીંના લોકોના જીવનને પણ નજીકથી નિહાળવાનો મોકો મળ્યો. ફોટોગ્રાફી માટે કરવામાં આવતા પ્રવાસોનો આ વધારાનો લાભ હોય છે.

(નોંધ: આ પ્રવાસ નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં ચાલતા ‘સર્ટિફિકેટ કોર્સ ઇન નેચર એન્‍ડ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી’ના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. નેવિલ ઝવેરી સરના કુશળ માર્ગદર્શન હેઠળ ચાલતા એક વર્ષના આ અભ્યાસક્રમમાં ફોટોગ્રાફીને લગતી અનેક વિગતોને આવરી લેવામાં આવે છે. આ કોર્સમાં પ્રવેશને લગતી વધુ વિગતો માટે: (https://www.flickr.com/photos/nauphotos/51653786073/?fbclid=IwAR2_sUOXgZA8bRJrx-sK-8Q2ndOXyQvAGSgLhqRKe5nWsycaHXZFK1J92nc )


શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે

Author: Web Gurjari

2 thoughts on “ફરી એક વખત ડાંગમાં ફોટોગ્રાફી પ્રવાસ

  1. તડકે ઝડપાયેલી માનવાકૃતિઓ માટે યોગ્યક્સ ક્ષણ સુધી રાહ જોઈ એ ખુબ જ પ્રશંસનીય છે.

Leave a Reply

Your email address will not be published.