ભગવાન થાવરાણી
અમૃતસરથી લાહોરનું અંતર છે માત્ર પચાસ કિલોમીટર. શાયર શહઝાદ અહમદ અમૃતસરમાં જનમ્યા અને લાહૌરમાં અવસાન પામ્યા ૨૦૧૨ માં . એમના દીવાનનું નામ છે ‘ ટૂટા હુઆ પુલ‘ . એ એમના વતનથી કેટલા નજીક હતા પરંતુ છતાં છેવટે તો ‘ તૂટી ગયેલા પુલ ‘ ની સામે પાર જ ! કેવું કેવું અનિચ્છનીય થાય છે માણસના જીવનમાં ! કેટલાક લોકોની જિંદગી કેવી હોય છે એ વિષે શહઝાદ સાહેબ ફરમાવે છે :
દસ બજે રાત કો સો જાતે હૈં ખબરેં સુન કર
આંખ ખુલતી હૈ તો અખબાર તલબ કરતે હૈં..
એમનો આ તર્ક પણ કાન અને દિલ દઈ સાંભળવા જેવો છે :
છોડને મૈં નહીં જાતા ઉસે દરવાજે તક
લૌટ આતા હૂં કિ અબ કૌન ઉસે જાતા દેખે ..
અને જૂઓ, કેવા હળવાફૂલ લહેજામાં આ ગંભીર વાત કહે છે શહઝાદ સાહેબ :
દિલ પર ભી આઓ એક નઝર ડાલતે ચલેં
શાયદ છુપે હુએ હોં યહીં દિન બહાર કે ..
અહીં વાત નવી નથી પરંતુ પહેલા મિસરામાં જે રીતે બોલચાલની ભાષામાં ‘ દિલ પર પણ નજર નાંખતા જઈએ ‘ કહે છે એમાં તાજગી છે.
હવે મુખ્ય શેર :
મેરી રુસ્વાઈ મેં વો ભી હૈ બરાબર કે શરીક
મેરે કિસ્સે મેરે યારોં કો સુનાતા ક્યા હૈ ..
અહીં ઈશારોં કોઈ એવા નિકટના દોસ્ત કે દિલદાર તરફ છે જેણે વફાદારીના નિયમો નથી નિભાવ્યા અને લોકોને આડું – અવળું કહેવાનું શરુ કર્યું. હકીકત એ છે કે જેમના સુધી આ નિંદા પહોંચાડાઈ રહી છે એ લોકો પણ નાયકની બદનામીના હિસ્સેદાર છે ! માણસની પડતીમાં કેટલાય મિત્રો પણ શામેલ હોય છે ! એક ગુમનામ શાયર કહે છે :
મુજ મેં તૂ ખૂબિયાં તલાશ ન કર
તૂ ભી શામિલ હૈ મેરી કમિયોં મેં …
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
શહઝાદ અહમદ ની આગવી પણ સરળ અભિવ્યક્તિ છે:
રુખસત હુઆ તો આંખ મિલા કર નહીં ગયા
વો ક્યું ગયા હૈ યે ભી બતા કર નહીં ગયા
– આવી સીધી હૃદયને સ્પર્શે એવી રચનાઓનું અલગ આકર્ષણ છે.
આ લેખમાળાના કારણે ઉર્દૂ શેર – શાયરી સાથે સંપર્ક બની રહે છે.
ખૂબ ખૂબ આભાર નરેશભાઈ !
શાયર શહેઝાદ ની ઓળખ આપવા બદલ દિલથી આભાર.
પ્રતિભાવ બદલ આભાર નિતીનભાઈ !
વાહ ખુબ જ સરસ. વધું એક શાયરની ઓળખ કરાવવા બદલ ખુબ ખુબ આભાર સર. 👌🙏👌
આભારી છું બહેન !