ટાઈટલ સોન્ગ
બીરેન કોઠારી
વાર્તાઓના ફિલ્મમાં રૂપાંતરની વાત કરીએ તો કહી શકાય કે શરદબાબુની અનેક વાર્તાઓ રૂપેરી પડદે સફળતાપૂર્વક અવતરી છે. અમુક વાર્તાઓનાં તો વખતોવખત નવાં સંસ્કરણ આવતાં રહે છે. ગુજરાતીમાં કનૈયાલાલ મુનશીની કથાઓ વધુ પ્રમાણમાં પડદે આવી છે. એ બાબતે બંગાળી લેખકો વધુ નસીબદાર કહી શકાય. બંગાળી કૃતિઓનું રૂપાંતરણ બંગાળી દિગ્દર્શકો દ્વારા થાય ત્યારે તેમાં એક પ્રકારની અધિકૃતતા ભળે છે.
શરદબાબુની આવી જ એક વાર્તા હતી ‘મેઝદીદી’. આ વાર્તા પરથી આ જ નામની બંગાળી ફિલ્મ ૧૯૫૦માં રજૂઆત પામેલી. તેને ‘મજ઼લી દીદી’ના નામે હિન્દીમાં લાવવાનું શ્રેય હૃષિકેશ મુખરજીને જાય છે.
૧૯૬૭માં રજૂઆત પામેલી, કે.જી.પિક્ચર્સ નિર્મિત, હૃષિકેશ મુખરજી દિગ્દર્શીત ‘મજ઼લી દીદી’માં મીનાકુમારી, ધર્મેન્દ્ર, લલિતા પવાર, બિપીન ગુપ્તા જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ગીતકાર હતા નીરજ અને સંગીત હેમંતકુમારનું હતું.
ફિલ્મનાં ચાર ગીતો હતાં. ‘મૈં લાલ લાલ મૂચકું’ (લતા, કમલ બારોટ, નીલિમા ચેટરજી અને સાથીઓ), ‘માં હી ગંગા, માં હી જમુના’, ‘ઉમરિયા બિન ખેવક કી નૈયા’ (હેમંતકુમાર) અને ‘નદિયોં કી ભરી ભરી ગોદ જહાં’. (હેમંતકુમાર).

આમાંનું ‘નદીયોં કી ભરી ભરી ગોદ જહાં’ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ઉપયોગમાં લેવાયું હતું.
અત્યંત સરળ શબ્દોમાં કથાના સ્થળ અને પાત્રો વિશે ગીતમાં જણાવવામાં આવ્યું છે. ગીતના શબ્દો મુજબ કેમેરા ફરતો હોય એમ લાગે.

ગીતના શબ્દો આ મુજબ છે:
नदियों की भरी भरी गोद जहां
पीपल की ठंडी ठंडी छांव जहां
वो मेरा गांव है, वो तेरा गाँव है
सूरज आकर खिड़की खोले
जहां द्वार पर कोयल बोले
बंशी लेकर भंवरा डोले
वो मेरा गाँव है
वो मेरा गाँव है, वो तेरा गाँव है
वो मेरा गाँव है, वो तेरा गाँव है
नदियों की भरी भरी गोद जहां
पीपल की ठंडी ठंडी छांव जहां
वो मेरा गाँव है, वो तेरा गाँव है
बड़ा हृदय है, छोटा घर है
कपडे मैले, साफ़ नज़र है
सरल ज़िन्दगी, कठिन सफर है
वो मेरा गाँव है
वो मेरा गाँव है, वो तेरा गाँव है
वो मेरा गाँव है वो तेरा गाँव है
नदियों की भरी भरी गोद जहां
पीपल की ठंडी ठंडी छांव जहां
અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 0.04થી 3.08 સુધી આ ગીત સાંભળી શકાશે.
(તસવીર નેટ પરથી અને લીન્ક યૂ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)