મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો નવેમ્બર મહિનાનો સંપુટ
(આ મહિનાનો સંપુટ વેબ ગુર્જરી: અશોકભાઇ વૈષ્ણવનાં વિચારબીજમાંથી )
ચોમાસુ તહેવારો મારા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. જોકે, આમ તો બારે માસ દોરવાનું, ચીતરવાનું (પેઇંટીંગ્ઝ, કાર્ટુનીંગ) ચાલતું હોય છે જ. પણ અષાઢ, શ્રાવણથી તે છેક આસો મહીના સુધી આ સીલસિલો છેલ્લા ૪૦ વર્ષથી ફુલ ફેજમાં ચાલુ રહ્યો છે. સામાન્ય રીતે હું પ્રોફેસનલ આર્ટિસ્ટની કેટેગરીમાં ફીટ ના થઇ શકું, જેનું મુખ્ય કારણ ફોર્મલ ટ્રેઇનિંગ નહીં, તેમજ અભ્યાસની ક્ષતિ, પણ નાનપણથી કળા પ્રત્યે લગાવ એટલે દોરવાની આદત પડી ગઇ. અમેરિકાના કોઇ પણ ગામમાં ભારતીય કમ્યુનીટીમાં જવલ્લે આર્ટિસ્ટ જોવા મળે, એટલે મારા જેવો નોન પ્રોફેસનલ આર્ટિસ્ટ હંમેશ “On call status“ પર રહે, અને આર્ટ પ્રોજેક્ટના નાતે કોમ્યુનિટીમાં યોગદાન આપી
ગૌરવ લેતાં લેતાં આનંદ માણી શકાય. મારા સ્વ.મિત્ર,કોમેડીયન, મેન્ટોર, હાસ્ય લેખક હરનીશ જાની જ્યાં જ્યાં સાહિત્યમેળાવડામાં તક મળતી ત્યાં મને પ્રમોટ કરતાં કરતાં એમના વ્યક્તવ્યમાં કવિઓ, લેખકોને અનુલક્ષી કટાક્ષમાં હંમેશ કહેતા.., “અમેરિકાના કોઇ પણ ગામની દેશી કમિયુનિટીમાં ઢગલાબંધ કવિઓ, લેખકો, ગાવાવાળા, સંગીતકારો, ન્રુત્યકારો મળી આવશે, પણ મહેન્દ્ર શાહ જેવો આર્ટીસ્ટ/કાર્ટુનિસ્ટ તો એક જ હશે! “ આ સાંભળી હું ગદગદીત થઇ જતો.
હા, તો મૂળ વાત.., પંદરમી ઓગસ્ટ, અમારા ગામ પીટ્સબર્ગમાં દર વર્ષે “ઇન્ડિયા ડે“થી ઉજવાય છે.
મોટા હોલમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષી સુશોભન નિમિત્તે મને દર વર્ષે ડ્રોપક્લોથ પર દેશભક્તો અથવા સ્વાતંતત્ર્યસંગ્રામ વીરોનું પોટ્રેઇટ બનાવવાનું કહેવામાં આવતું. ત્યાંથી, ‘ઈન્ડિયા‘ ડે પોસ્ટર્સ અને પેઈંટિંગ થકી મારા “ચોમાસુ તહેવારો” શરું થઇ જતા,
એ પછી જન્માષ્ટમી, હિંદુ જૈન ટેમ્પલમાં ઉજવાતી, એમાં કૃષ્ણ જન્મ નિમિત્તે ડેકોરેશનના ભાગ રૂપે કૃષ્ણ પેઈંટિંગ, અથવા કૃષ્ણ લાઇવ પેઈંટિંગ હોય.
ત્યાર બાદ ગણેશ ચતુર્થી પર ગણેશ પેઇંટિંગ્ઝ અને પેઇંટિંગ્ઝની હરાજી,
પછી પર્યુષણમાં મહાવીર જયંતી દરમ્યાન મહાવીર પેઈંટિંગ !
ખુબી તો એ કે એક જ સ્ટેજ જ્યાં જન્માષ્ટમી પર કૃષ્ણ પેઈંટિંગથી શુશોભન થતું હોય, ત્યાં પર્યુષણમાં મહાવીર સ્વામી દેખાય, અને તરત જ ગણેશ ચતુર્થી પર એ જ સ્ટેજ પર ગણેશ પેઈંટિંગ દેખાશે!
નવરાત્રીમાં અંબા માનાં લાઇવ પેઈંટિંગની તક મળી. પેઈંટિંગની શરુઆત આરતીની શરૂઆતથી, અને પુર્ણાહુતિ આરતીની પુર્ણાહુતિ પહેલાં થાય.
રામનવમી પર રામ પરિવાર,
એ પછી ૧૫-૨૦ ફુટ ઉંચા રાવણનાં પુતળું, જેની તૈયારી તો છેલ્લા બે મહિનાથી ચાલતી હોય![1]
પછી આવે ગુજરાતી સમાજના દિવાળી સમૂહ ભોજન દરમ્યાન પ્રકાશિત થતા વાર્ષિક દળદાર દિવાળી અંક “ગુર્જર“ ની તૈયારી, જેનું કવર પેજ ડિઝાઈન, અંદર ઢગલાબંધ કાર્ટુન્સ અને લેખો.
અધુરામાં પુરું છેલ્લાં વર્ષોમાં ટેમ્પલ કેલેન્ડર ડિઝાઇનનો સમાવેશ.
પેન્ડામીક કળયુગમાં અવારનવાર બ્રેક પણ પડ્યા, તો ય ૭૬ વર્ષની ઉંમરે પણ વત્તા ઓછા પ્રમાણમાં આ સીલસિલો ચાલું રહ્યો છે!
મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com
Amazing Artwork 👌
Thanks!
Amazing.