૧૦૦ શબ્દોની વાત
તન્મય વોરા
જાતેજ ઊભી કરેલ મર્યાદાઓના વાડામાં આપણે ઘેરાઈ રહીએ છીએ.
બૉસ હા નહીં પાડે.
આપણે ત્યાં એમ થતું જ નથી.
મને કોઈએ કહ્યું જ નથી ને !
એ મારૂં કામ નથી.
એ તો એમણે જ કરવું જોઈતું હતું!
દિવાલો ચણાતી રહે છે. એ દિવાલોને લાંઘીને
હું શું શું કરી શકું?
હું કોના પર અસર કરી શકું?
તેને બહેતર કેમ કરી શકીએ?
આ કામ થશે જ એવી ખાતરી કેમ મેળવી શકાય?
એવું કંઈક વિચાર કરી જોઈએ તો….!
લાગણીના સ્તરનો સંવાદ નવા પ્રકારે ચલાવવો પડે. સેથ ગૉડિનનું કહેવું રહ્યું છે કે વાડાઓ બીજે ક્યાંય નહીં પણ આપણાં મન-મગજમાં જ ઊભા થતા હોય છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com
આ વિચાર સાથે સહમત છું. મોટેભાગે પોતે બાંધેલા વાડાઓ વ્યક્તિને અટકાવે છે અને પછી બીજાને તેનું કારણ સમજી પોતાની દયા ખાય છે.
સરયૂ પરીખ