ગમ, શોક દર્શાવતા ફિલ્મીગીતો – ऐसे में तेरा गम

નિરંજન મહેતા

ગમ એટલે કે દુઃખ, શોક. કોઈના વિરહને કારણે કે કોઈ અન્ય કારણસર આવા દર્દભર્યા ફિલ્મીગીતોની આપણને જાણકારી છે.. તેમાંના ઘણા ગીતોમાંથી થોડાક આ લેખમાં.

૧૯૪૩ની ફિલ્મ ‘આબરૂ’નું આ ગીત ગમમાં ડૂબેલી નાયિકા ગાય છે.

ये गम का फ़साना
बेदर्द जमाना क्या जाने

જાણીતી નૃત્યાંગના સિતારાદેવી આ ફિલ્મના મુખ્ય કલાકાર છે અને આ ગીત પણ તેમણે જ ગાયું છે. ગીતના શબ્દો છે રજ્જનનાં અને સંગીત ગોવિંદરામનું.

૧૯૫૨ની ફિલ્મ ‘દાગ’નું આ ગીત પણ નિરાશાજનક ભાવ દર્શાવે છે.

ऐ मेरे दिल कही और चल
गम की दुनिया से दिल भर गया

દિલીપકુમાર પર રચાયેલ આ પ્રચલિત ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે શંકર જયકિસનનું. તલત મહેમુદનો સ્વર.

આ જ ગીત ફરી વાર મુકાયું છે જેમાં કલાકાર છે નિમ્મી. ગાયિકા લતાજી.

તો આ ફિલ્મમાં ગમ દર્શાવતું એક વધુ ગીત છે

बुज गए गम की हवा से प्यार के जलते चिराग

આ પણ દિલીપકુમાર પર રચાયું છે. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે શંકર જયકિસનનું. તલત મહેમુદનો સ્વર.

૧૯૫૨ની ફિલ્મ ‘દુપટ્ટા’નું આ ગીત વિરહીના ગમને દર્શાવતું એક ફરિયાદનાં રૂપમાં છે.

तुम जिन्दगी को गम का फ़साना बना गए

કલાકાર અને ગાયિકા નુરજહાં. મુન્શીર કાઝમીનાં શબ્દો અને ફિરોઝ નીઝામીનું સંગીત.

૧૯૫૩ની ફિલ્મ ‘ફૂટપાથ’નું ગીત છે જે વિરહની આગમાં તડપતા પ્રેમીના મનોભાવને વ્યક્ત કરે છે.

शाम ऐ गम की कसम आज गम ही है गम
आ भी जा आ भी जा ओ मेरे सनम

ફરી એકવાર દિલીપકુમાર આ ગીતના કલાકાર જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત ખય્યામનું. સ્વર તલત મહેમુદનો.

૧૯૫૩ની ફિલ્મ ‘ઠોકર’નાં ગીતમાં નાયિકા પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે.

ऐ गमे दिल क्या करू
वहशत ऐ दिल क्या करू
क्या करू क्या करू

શ્યામા પર રચાયેલ આ ગીતના શબ્દો છે મઝાઝ લખનવીના અને સંગીત સરદાર મલિકનું. સ્વર આપ્યો છે આશા ભોસલેએ.

બીજી વાર આ ગીત શમ્મીકપૂર પર રચાયું છે જેને સ્વર મળ્યો છે તલત મહેમુદનો. ગીત સંગીત ઉપર મુજબ.

૧૯૫૩ની ફિલ્મ ‘આહ’માં પણ વિરહીના ગમને વાચા અપાઈ છે પણ આ ગીતમાં વિરહી મહિલા છે.

ये शाम की तन्हाई ऐसे में तेरा गम

નરગીસ આ ગીતના કલાકાર અને કંઠ લતાજીનો. શૈલેન્દ્રનાં શબ્દો અને શંકર જયકિસનનું સંગીત.

આ જ ફિલ્મમાં આવા ગમના ભાવ વ્યક્ત કરતુ એક અન્ય ગીત છે જેમાં નાયક અને નાયિકા બંને પોતાના ભાવ વ્યક્ત કરે છે.

आजा रे अब मेरा दिल पुकारा
रो रो के गम भी हारा
बदनाम न हो प्यार मेरा

દિલીપકુમાર અને નરગીસ આ ગીતના કલાકારો છે જેમને સ્વર મળ્યો છે લતાજી અને મુકેશના. ગીત સંગીત ઉપર મુજબ.

૧૯૫૪ની ફિલ્મ ‘અમર’નું ગીત જોઈએ.

हो तमन्ना लूट गई
फिर भी तेरे दम से मोहब्बत है
मुबारक गैर को खुशिया
मुज को गम से मोहब्बत है

આગળ જતા કહે છે

ना मिलता गम तो
बरबादी के अफ़साने कहा जाते

ગમને અપનાવતા શબ્દો રચનાર છે શકીલ બદાયુની અને નૌશાદનું સંગીત. નિમ્મી પર આ ગીત રચાયું છે જેના ગાનાર કલાકાર છે લતાજી.

૧૯૫૪ની ફિલ્મ ‘ટેક્ષી ડ્રાઈવર’નું આ ગીત ગમને અવગણીને ખુશ રહેવાના ભાવ દર્શાવે છે.

दिल जलता है तो जले
गम पले तो पले
किसी की न सुन गाए जा

કલ્પના કાર્તિક આ ગીતના નાયિકા છે જેને સ્વર મળ્યો છે લતાજીનો. શબ્દો સાહિર લુધિયાનવીના અને સંગીત સચિન દેવ બર્મનનું.

૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’નું આ એક જુદા પ્રકારનું ફિલસુફીભર્યું ભજન છે

ये दुनिया गम का मेला है
मुसीबत की कहानी है

ભજનનાં રચયિતા હસરત જયપુરી અને સંગીત શંકર જયકિસનનું. કોઈ ભિક્ષુક્ દ્વારા ગવાતા આ ગીત માટે સ્વર છે રફીસાહેબનો. નાસીપાસ નૂતન માટે આ ભજન ગવાયું છે.

૧૯૫૫ની ફિલ્મ ‘બાપ રે બાપ’માં પ્રેમીનું આગમન ન થતા નાયિકા તેના ગમને જુદા શબ્દોમાં વ્યક્ત કરે છે.

तुम न आये घटा गम की छाने लगी
रूठ कर चांदनी रात जाने लगी

ચાંદ ઉસ્માની આ ગીતના કલાકર છે જેના શબ્દો છે જાન નિસ્સાર અખ્તરના અને સંગીત છે ઓ.પી નય્યરનું. સ્વર છે આશા ભોસલેનો.

૧૯૫૭ની ફિલ્મ ‘પ્યાસા’નું આ ગીત નિરાશાજનક ગીત છે

जाने वो कैसे लोग थे जिनको प्यार से प्यार मिला
हमने तो जब खुशिया माँगी कांटो का हार मिला

અંતરામાં શબ્દો છે

खुशियों की मंजिल ढूंढी तो गम की गर्द मिली

ગીતના કલાકાર ગુરુદત્ત છે જેને સ્વર મળ્યો છે હેમંતકુમારનો. સાહિર લુધિયાનવી રચિત આ ગીતને સંગીત સાંપડ્યું છે સચિન દેવ બર્મન પાસેથી.

૧૯૫૯ની ફિલ્મ ‘ગુંજ ઊઠી શહનાઈ’નું આ ગીત પ્રેમમાં માસીપાસ પ્રેમીના ગમના ભાવને વ્યક્ત કરે છે.

कह दो कोई ना करे यहाँ प्यार
इस में खुशिया है कम बेशुमार है गम

રાજેન્દ્ર કુમાર પર રચિત આ ગીતના ગાયક છે રફીસાહેબ. ભરત વ્યાસના શબ્દો અને વસંત દેસાઈનું સંગીત.

૧૯૬૧ની ફિલ્મ ‘પ્યાર કા સાગર’નું ગીત છે

मुझे प्यार की जिन्दगी देने वाले
कभी गम न देना खुशी देने वाले

બે પ્રેમીઓનાં ભાવને વ્યક્ત કરતા આ ગીતના શબ્દો છે પ્રેમ ધવનના જેને સંગીત આપ્યું છે રવિએ. કલાકારો રાજેન્દ્ર કુમાર અને મીનાકુમારી અને ગાયક કલાકારો છે રફીસાહેબ અને આશા ભોસલે.

૧૯૬૨ની ફિલ્મ ‘ટાવર હાઉસ’ પોતાની જાતને દિલાસો અપાતું હોય તેવું ગીત છે.

ऐ मेरे दिल ऐ नादान तू गम से न घबराना
एक दिन तो समझ लेगी दुनिया तेरा अफ़साना

શકીલા પર રચિત આ ગીતનાં રચયિતા છે અસદ ભોપાલી અને સંગીત છે રવિનું. લતાજીનો સ્વર.

૧૯૬૨ની ફિલ્મ ‘વલ્લાહ ક્યા બાત હૈ’નું ગીત છે

गमे हस्ती से बस बेगाना होता
खुदाया काश मै दीवाना होता

શમ્મી કપૂર કલાકાર. રફીસાહેબ ગાયક. આનંદ બક્ષીના શબ્દો અને રોશનનું સંગીત.

૧૯૬૩ની ફિલ્મ ‘પારસમણી’નું ગીત ગમ સામે એક આશાવાદી ગીત છે

वो जब याद आये बहुत याद आये
गम ऐ जिन्दगी के अँधेरे में हमने
चिराग ऐ मोहब्बत जलाए

ગીતના કલાકારો છે મહિપાલ અને ગીતાંજલિ. સ્વર છે રફીસાહેબ અને લતાજીના અને શબ્દો છે અસદ ભોપાલીના સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નું આ ગીત ગમને જુદી દ્રષ્ટિથી જુએ છે.

ओ महेबुबा ओ महेबुबा
तेरे दिल के पास है मेरी मंजिले मक्सूद

અંતરામાં શબ્દો છે

किस बात से नाराज हो किस बात का है गम
किस सोच में डूबी हो तुम हो जाएगा संगम

વૈજયંતિમાલાને ઉદ્દેશીને ગાતા રાજકપૂર પર આ ગીત રચાયું છે જેને સ્વર મળ્યો છે મુકેશનો. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનું.

લગભગ આટલા જ ગીતો હજી બાકી છે જે હવે પછીના લેખમાં.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.