અનનોન નંબરથી ફોન કરનાર વ્યક્તિ રીયાના શરીરમાં પ્રવેશતો હતો

વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ.
એમ.ડી.(મનોચિકિત્સક)

– રીયા પર ફોન આવતો… તે બરાડી ઉઠતી ‘ના…ના…હું એને મારી પાસે નહીં આવવા દઉં મારા શરીરમાં નહીં પ્રવેશવા દઉં…’ પછી રીયા ધુણવા લાગતી અને બેભાન થઇ જતી

– રીયા ફોનનો પાસવર્ડ માલવને પણ જણાવતી ન હતી જેની પાછળ તે એવું કારણ આપતી હતી કે આવું કરવાથી પ્રેતાત્મા માલવના કુટુંબને નષ્ટ કરી નાંખશે

– રીયાએ માલવ સમક્ષ હિંમત કરી દિલ ખોલ્યું. માલવે કહ્યું ‘રીલેક્ષ…ડાર્લિંગ…તું ખુશ રહે તેમ કરવા હું તૈયાર છું.’ સાસુ-સસરાએ તો છૂટાછેડા પછી રીયાને કન્યાદાન આપવાની તથા પિન્ટુ સાથે તેનું ઘર માંડી આપવાની તૈયારી પણ બતાવી

માલવ અને રીયાના લગ્નને ત્રણ વર્ષ થયાં હતાં પણ હજી સુધી લગ્ન ભોગવાયાં ન હતાં.

બન્નેનાં લગ્ન એકબીજાથી પસંદગીથી અને બન્ને કુટુંબીજનોની સંમતિથી થયાં હતાં. પરિણીત યુગલ વચ્ચે અને સાસુ-વહુ તથા વેવાઇઓ વચ્ચે પણ સુમેળ ભર્યું વાતાવરણ હતું. પરંતુ એ યુગલના કહેવા પ્રમાણે કોઈ પ્રેતાત્મા રીયાના શરીરમાં સમાગમની ક્રિયા પહેલાં પ્રવેશતો હતો જે પતિ-પત્ની વચ્ચે શરીર સંબંધ થવા દેતો ન હતો. માલવ તથા તેના માતા-પિતા આવી કોઈ ભૂત-પ્રેતની વાતમાં માનતા ન હતા પરંતુ રીયાના માતા-પિતા અવાર-નવાર તેની ભૂત-પ્રેત ભગાડવાની વિધિ તથા તંત્ર-મંત્ર કરવા પિયર લઇ આવતાં. ત્રણ વર્ષ વિધિઓ કરી થાક્યા પછી રીયાને માલવના ઘેર મૂકી ગયા હતા. અને તેમની ઇચ્છા પ્રમાણે મનોચિકિત્સા કરાવવાની સંમતિ આપી હતી.

રીયાની તકલીફ વર્ણવતા માલવે નીચે મુજબ રજુઆત કરી.

લગ્નની પ્રથમ રાત્રિએ રીયા પોતાના મોબાઈલ પર મેસેજ કરવામાં વ્યસ્ત હતી. માલવે બે-ત્રણ વાર તેને પાસે બોલાવી પણ દરેક વાર બે-પાંચ મિનિટ થોભી જવાની તેણે વિનંતિ કરી. માલવ પણ મોબાઈલ ગેઇમનો ભારે રસીયો. બન્ને જણાં એક-મેકની પ્રવૃત્તિમાં વ્યસ્ત થઇ ગયાં અને રાત વિતી ગઈ.

બીજી રાતની શરૂઆત પણ એવી જ રીતે થઈ. પણ જ્યારે માલવે વાતો કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે રીયાએ મોબાઈલ ચેટીંગ બંધ કર્યું. માલવ જેવો રીયાની પાસે ગયો તે જ સમયે રીયા પર એક ફોન આવ્યો. રીયાએ પહેલાં ધીમા સ્વરમાં વાત કરી પછી જોર જોરથી બરાડવા લાગી. ‘ના…ના… હું એને મારી પાસે આવવા નહીં દઉં મારા શરીરમાં પ્રવેશવા નહીં દઉં…’ આમ રાડો પાડતાં તે બેભાન બની ગઈ.

માલવ ગભરાઈ ગયો. તેણે મમ્મી-પપ્પાને બોલાવ્યા. રીયાને સાસુમા પોતાની સાથે સુવડાવવા લઇ ગયા. બીજે દિવસે રીયાના મમ્મી પપ્પા પ્રેતાત્માની અસરથી રીયાને મુક્ત કરવા પોતાને ઘેર લઇ ગયા.

રીયાને વિવિધ ભૂવા-ફકીર-ભગતો-દરગાહો વગેરે પાસે લઇ જઈ દોરા-ધાગા-તંત્ર-મંત્ર-માદળીયા, ઝાડફૂંક વગેરે ત્રણ મહીના સુધી કરાવ્યા પછી પાછી સાસરે મૂકી ગયા.

પરંતુ સાસરે આવ્યા પછી પણ પ્રેતાત્માએ રીયાને ફોન દ્વારા પરેશાન કરવાનું ચાલુ રાખ્યું. રીયા ના કહેવા પ્રમાણે ફોન આવતોહતો પણ કોઈ નંબર ડીસપ્લે થતો ન હતો. ફોન આવ્યા પછી તેને શું થતું હતું તેની કોઈ સુધ-બુધ તેને રહેતી ન હતી. એટલે ફોન દ્વારા તેના શરીરમાં પ્રેતાત્મા પ્રવેશતો હતો. એવી રીયાની થીઅરી હતી.

પ્રેતાત્માને અટકાવવા માટે રીયાના ફોન બદલાયા સેમસંગ, માઈક્રોમેક્ષ, આઈફોન, વિવો… વગેરે બ્રાન્ડના ફોન બદલી જોયા. વોડાફાન, આઈડીયા, એરટેલ જેવા સર્વીસ પ્રોવાઇડર્સ પણ બદલાયા પણ તકલીફ યથાવત રહી.

માલવ અને રીયા સાથેની વાતચીતમાં કેટલીક વાત સ્પષ્ટ થઇ કે રીયા પોતાનો ફોન લોક કરીને રાખતી હતી. ફોન આવ્યા પછી તે બોલતી…’ના…ના… હું એને મારી પાસે નહીં આવવા દઉં… મારા શરીરમાં પ્રવેશવા નહીં દઉં…’ આમ બોલતાં બોલતાં તે માથું ધુણાવવા લાગતી. ભોંય પર પટકાતી. તેની પાસેથી ફોન ઝૂંટવાની કોઈ કોશિષ કરે તો તેના કહેવા પ્રમાણે તેનામાં અદ્રશ્ય તાકાત આવી જતી જેને કારણે તે પૂરા જોશથી તેનો પ્રતિકાર કરતી. અને પછી ભોંય પર પડી બેભાન થઇ જતી. થોડીવાર પછી જાગીને પોતાની જાતે ફોન અનલોક કરી બધાને બતાવતી કે તેના ફોનનમાં આ ઇનકમીંગ કોલ રજીસ્ટર થતો નથી.

રીયા ફોનનો પાસવર્ડ માલવને પણ જણાવતી ન હતી જેની પાછળ તે એવું કારણ આપતી હતી કે આવું કરવાથી પ્રેતાત્મા માલવના કુટુંબને નષ્ટ કરી નાંખશે.

માલવે જુદા જુદા કોડ નાંખી ફોન ખોલવાની કોશિષ કરી પણ તે નિષ્ફળ ગઈ. રીયા તમામ પ્રશ્નોના એક સરખા જવાબ આપતી હતી કે ખુદના મમ્મી-પપ્પાથી પણ વધારે સંભાળ લેનાર સાસુ-સસરા અને આટલો પ્રેમાળ અને સમજદાર પતિ મળ્યો હોય તેને કઇ વાતનું દુ:ખ હોય ?

માલવ-રીયા તથા માલવના માતા-પિતાને સમજાવી રીયાના મનમાં છૂપાયેલી વાત જાણવા તેની નારકો થેરપી કરવાનું સમજાવવામાં આવ્યું. રીયાએ શરૂઆતમાં દલીલ કરી કે તે કોઈ વાત છૂપાવતી નથી પછી તેને કોઈ ઇન્જેક્ષન આપવાની જરૂર નથી. પરંતુ કુટુંબના અને માલવના પ્રેમ ભર્યા આગ્રહને વશ થઇ તેમે સંમતિ આપી દીધી.

સેસન્સ દરમ્યાન માલવ અને રીયાના દામ્પત્ય જીવન રીયાની બાલ્યાવસ્થા, કીશોરાવસ્થા તથા યુવાવસ્થાનો પૂર્વ ઇતિહાસ, ઉછેર, અભ્યાસ, અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ, લગ્નપૂર્વેની સમલૈંગિક અને વિજાતીય મૈત્રી, મૂળભૂત સ્વભાવ, મનોવલણો વગેરેનો અભ્યાસ કરતાં જણાયું કે રીયા માલવ સાથે લગ્ન કરવા માંગતી ન હતી. માતા-પિતાએ દબાણપૂર્વક તેમના સ્ટેટસને અનુરૂપ તેમની જ જ્ઞાાતિમા છોકરો જોઈ તેની સાથે રીયાના લગ્ન કરાવ્યા હતા.

લગ્ન નક્કી થયા ત્યારે રીયાએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે તેને પિન્ટુ ઉર્ફે પિનાકીન સાથે સ્કુલ જીવનથી પ્રેમ છે. અને તે પિન્ટુને જ પરણવા માંગે છે. (ક્રમશ:)

પિનાકીન માત્ર બારમું ધોરણ પાસ સામાન્ય કુટુંબનો છોકરો હતો. આર્થિક પરિસ્થિતિ બેહાલ હોવાને કારણે તે આગળ અભ્યાસ કરી શક્યો ન હતો. રીયાના પિતાને લાગ્યું કે આ છોકરાની તેમના પૈસા પર નજર છે. એટલે તેમણે રીયા પર નિયંત્રણો લાધ્યાં. છતાં પણ રીયા ઘરમાંથી ભાગી ગઈ. પિનાકીન પાસે રીયાને આશરો આપવાની જગ્યા ન હોવાથી રીયાના પિતા તેને પાછી ઘેર લાવી શક્યા અને માલવ સાથે પરણાવી દીધી.

માલવ સાથે લગ્ન કર્યા પછી પણ સોશીયલ મીડીયા દ્વારા તથા ફોનથી વાતચીત કરી પિન્ટુ સાથે સતત સંપર્કમાં રહેતી હતી. પિન્ટુ પણ તેને જણાવતો કે તેના પ્રેમમાં તાકાત છે તે ગમે તેમ કરી કોઈ ધંધો શોધશે. લાખ્ખો રૂપિયા કમાશે, તેને લાયક બનશે અને પછી રીયાને પત્ની બનાવી લઇ જશે. ત્યાં સુધી રીયાએ તેના શરીરને પવિત્ર રાખવું.

રીયાએ પિન્ટુને વચન આપી દીધું. બસ ત્યાર બાદ જ્યારે પણ માલવ તેની પાસે બંધ બેડરૂમમાં આવવાની કોશિષ કરતો ત્યારે તે બેહોશ થઇ જતી. માલવ પણ કોમ્પ્યુટર, મોબાઈલ ગેઇમ, ટી.વી.નો રસીયો હતો એટલે સમય વિતતો ગયો.

પિન્ટુ પણ રીયાને અવાર-નવાર ફોન કરીને પૂછતો કે તે મલય સાથે શું કરે છે ? બન્ને જણાં કંઇ આગળ તો નથી વધી જતા ને તેનું ધ્યાન રાખવા ફોન કર્યા કરતો.

પોતાનામાં વારંવાર મૂકાતો અવિશ્વાસ, સાસુ, સસરા તથા માલવની હાજરીમાં આવતા ફોનને

કારણે અસમંજસ ભરી પરિસ્થિતિમાં મૂકાતી રીયા ગૂંચવાતી પિન્ટુને શું જવાબ આપવો તે ન સમજાતાં બૂમ બરાડા પાડી બેભાન થતી અને અનનોન ફોન કરીને કોઈ બ્લેક મેજીક કરતું હોવાની વાત કરતી.

રીયાના પપ્પાએ નિષ્ણાંત ભૂવાઓ અને તાંત્રિકો પાસે જોવડાવ્યું ત્યારે બધાએ એક જ વાત કરી કે તેના પર પ્રેત-યોનિનો અભ્યાસ યુવાન બ્લેકમેજીક કરે છે અને પ્રેતને તેના શરીરમાં ઘુસાડી પોતાનું ધાર્યું કામ કરાવે છે.

ત્રણ વર્ષ વારંવાર પિયરમાં લાવી વિધિઓ કરાવી કંટાળેલા પિતાએ છેલ્લી વખત સાસરે મૂક્તાં કહેલું કે ‘હવે સખણી રે’ જે નહીં તો પેલા પિન્ટુના હાડકા ભાંગી નાંખીશું.

શ્વસુર ગૃહે બધાના સારા વ્યવહારથી રીયાના મનમાં અપરાધ ભાવના વધી ગઈ. તેને લાગ્યું ક્યાં સુધી આવું જુઠ્ઠાણું ચલાવી આવા સારા લોકોને છેતરતી રહેશે ? રીયાએ આ વાત પિન્ટુને કરી એટલે પિન્ટુની અસલામતી વધી, તેના ફોન અને ચેટીંગ વધ્યા રીયાના હુમલાઓ વધ્યા.

રીયાની હકીકતો જાણ્યા પછી તેને બે વિકલ્પ અપાયા. માલવને વાત કહી છૂટાછેડા લઇ પિન્ટુ સાથે લગ્ન કરવાં અથવા પિન્ટુને કાયમને માટે બ્લોક કરી દેવો.

અને રીયાએ માલવ સમક્ષ હિંમત કરી દિલ ખોલ્યું. માલવે કહ્યું ‘રીલેક્ષ…ડાર્લિંગ…તું ખુશ રહે તેમ કરવા હું તૈયાર છું.’ સાસુ-સસરાએ તો છૂટાછેડા પછી રીયાને કન્યાદાન આપવાની તથા પિન્ટુ સાથે તેનું ઘર માંડી આપવાની તૈયારી પણ બતાવી.

હવે રીયા મૂંઝાણી તેને પિન્ટુને વાત કરી પિન્ટુએ કહ્યું આ બધાં મીઠી છૂરી ચલાવી આપણા પ્રેમની હત્યા કરવા માંગે છે. થોડો સમય કાઢી નાંખ પછી છૂટાછેડા લઇ લે હું કોઈ ધંધો શરૂ કરી દઈશ…

એક તરફ સમજદાર, પરિપકવ અને પ્રેમાળ પતિ તથા બીજી તરફ માલિકી જતાવતો, સાધન સંપન્ન ઘરની સ્વરૂપવાન છોકરીને પોતે એકમાત્ર મિત્ર, માર્ગદર્શક, તારણહાર, પ્રેમી ગણાવતો બેકાર યુવાન.

રીયાને સમજાવાયું કે પિન્ટુ સાથેનું જોડાણ તેના જીવનનો ખોટો ટ્રેક હતો. એ સંબંધો લત અને વ્યસન બની ચૂક્યાં હતાં.

‘બાલ્યાવસ્થાનો પ્રેમ જ સાચો પ્રેમ છે’

‘જીવનમાં પ્રેમ એક જ વાર થાય અને બાકી બધું સમાધાન’

આવા ખોટા ખ્યાલોને ફગાવી રીયાની શાંતિ અને સુખાકારી માટે બધું જ કરવા તૈયાર એ તેને માટે પોતાની ઇજ્જત, આબરૂનો વિચાર ન કરનાર માલવ તેનો સાચો પ્રેમી હતો. હવે એનો હાથ પકડી જીવનભર સાથ નિભાવવો એ જ સાચો રસ્તો છે. એ દિવસે રીયાએ મારી આ વાત માની લીધી અને ફોનથી બ્લેક મેજીક કરનાર ગાયબ થઇ ગયો.

પિ નાકીન માત્ર બારમું ધોરણ પાસ સામાન્ય કુટુંબનો છોકરો હતો. આર્થિક પરિસ્થિતિ બેહાલ હોવાને કારણે તે આગળ અભ્યાસ કરી શક્યો ન હતો. રીયાના પિતાને લાગ્યું કે આ છોકરાની તેમના પૈસા પર નજર છે. એટલે તેમણે રીયા પર નિયંત્રણો લાધ્યાં. છતાં પણ રીયા ઘરમાંથી ભાગી ગઈ. પિનાકીન પાસે રીયાને આશરો આપવાની જગ્યા ન હોવાથી રીયાના પિતા તેને પાછી ઘેર લાવી શક્યા અને માલવ સાથે પરણાવી દીધી.

માલવ સાથે લગ્ન કર્યા પછી પણ સોશીયલ મીડીયા દ્વારા તથા ફોનથી વાતચીત કરી પિન્ટુ સાથે સતત સંપર્કમાં રહેતી હતી. પિન્ટુ પણ તેને જણાવતો કે તેના પ્રેમમાં તાકાત છે તે ગમે તેમ કરી કોઈ ધંધો શોધશે. લાખ્ખો રૂપિયા કમાશે, તેને લાયક બનશે અને પછી રીયાને પત્ની બનાવી લઇ જશે. ત્યાં સુધી રીયાએ તેના શરીરને પવિત્ર રાખવું.

રીયાએ પિન્ટુને વચન આપી દીધું. બસ ત્યાર બાદ જ્યારે પણ માલવ તેની પાસે બંધ બેડરૂમમાં આવવાની કોશિષ કરતો ત્યારે તે બેહોશ થઇ જતી. માલવ પણ કોમ્પ્યુટર, મોબાઈલ ગેઇમ, ટી.વી.નો રસીયો હતો એટલે સમય વિતતો ગયો.

પિન્ટુ પણ રીયાને અવાર-નવાર ફોન કરીને પૂછતો કે તે મલય સાથે શું કરે છે ? બન્ને જણાં કંઇ આગળ તો નથી વધી જતા ને તેનું ધ્યાન રાખવા ફોન કર્યા કરતો.

પોતાનામાં વારંવાર મૂકાતો અવિશ્વાસ, સાસુ, સસરા તથા માલવની હાજરીમાં આવતા ફોનને કારણે અસમંજસ ભરી પરિસ્થિતિમાં મૂકાતી રીયા ગૂંચવાતી પિન્ટુને શું જવાબ આપવો તે ન સમજાતાં બૂમ બરાડા પાડી બેભાન થતી અને અનનોન ફોન કરીને કોઈ બ્લેક મેજીક કરતું હોવાની વાત કરતી.

રીયાના પપ્પાએ નિષ્ણાંત ભૂવાઓ અને તાંત્રિકો પાસે જોવડાવ્યું ત્યારે બધાએ એક જ વાત કરી કે તેના પર પ્રેત-યોનિનો અભ્યાસ યુવાન બ્લેકમેજીક કરે છે અને પ્રેતને તેના શરીરમાં ઘુસાડી પોતાનું ધાર્યું કામ કરાવે છે.

ત્રણ વર્ષ વારંવાર પિયરમાં લાવી વિધિઓ કરાવી કંટાળેલા પિતાએ છેલ્લી વખત સાસરે મૂક્તાં કહેલું કે ‘હવે સખણી રે’ જે નહીં તો પેલા પિન્ટુના હાડકા ભાંગી નાંખીશું.

શ્વસુર ગૃહે બધાના સારા વ્યવહારથી રીયાના મનમાં અપરાધ ભાવના વધી ગઈ. તેને લાગ્યું ક્યાં સુધી આવું જુઠ્ઠાણું ચલાવી આવા સારા લોકોને છેતરતી રહેશે ? રીયાએ આ વાત પિન્ટુને કરી એટલે પિન્ટુની અસલામતી વધી, તેના ફોન અને ચેટીંગ વધ્યા રીયાના હુમલાઓ વધ્યા.

રીયાની હકીકતો જાણ્યા પછી તેને બે વિકલ્પ અપાયા. માલવને વાત કહી છૂટાછેડા લઇ પિન્ટુ સાથે લગ્ન કરવાં અથવા પિન્ટુને કાયમને માટે બ્લોક કરી દેવો.

અને રીયાએ માલવ સમક્ષ હિંમત કરી દિલ ખોલ્યું. માલવે કહ્યું ‘રીલેક્ષ…ડાર્લિંગ…તું ખુશ રહે તેમ કરવા હું તૈયાર છું.’ સાસુ-સસરાએ તો છૂટાછેડા પછી રીયાને કન્યાદાન આપવાની તથા પિન્ટુ સાથે તેનું ઘર માંડી આપવાની તૈયારી પણ બતાવી.

હવે રીયા મૂંઝાણી તેને પિન્ટુને વાત કરી પિન્ટુએ કહ્યું આ બધાં મીઠી છૂરી ચલાવી આપણા પ્રેમની હત્યા કરવા માંગે છે. થોડો સમય કાઢી નાંખ પછી છૂટાછેડા લઇ લે હું કોઈ ધંધો શરૂ કરી દઈશ…

એક તરફ સમજદાર, પરિપકવ અને પ્રેમાળ પતિ તથા બીજી તરફ માલિકી જતાવતો, સાધન સંપન્ન ઘરની સ્વરૂપવાન છોકરીને પોતે એકમાત્ર મિત્ર, માર્ગદર્શક, તારણહાર, પ્રેમી ગણાવતો બેકાર યુવાન.

રીયાને સમજાવાયું કે પિન્ટુ સાથેનું જોડાણ તેના જીવનનો ખોટો ટ્રેક હતો. એ સંબંધો લત અને વ્યસન બની ચૂક્યાં હતાં.

‘બાલ્યાવસ્થાનો પ્રેમ જ સાચો પ્રેમ છે’

‘જીવનમાં પ્રેમ એક જ વાર થાય અને બાકી બધું સમાધાન’

આવા ખોટા ખ્યાલોને ફગાવી રીયાની શાંતિ અને સુખાકારી માટે બધું જ કરવા તૈયાર એ તેને માટે પોતાની ઇજ્જત, આબરૂનો વિચાર ન કરનાર માલવ તેનો સાચો પ્રેમી હતો. હવે એનો હાથ પકડી જીવનભર સાથ નિભાવવો એ જ સાચો રસ્તો છે. એ દિવસે રીયાએ  આ વાત માની લીધી અને ફોનથી બ્લેક મેજીક કરનાર ગાયબ થઇ ગયો.

ન્યુરોગ્રાફ:

માણસ ને આસ-પાસ ના જીવાત્માઓજ પરેશાન કરે છે, પ્રેતાત્માઓને શા માટે બદનામ કરો છો જેનું અસ્તિત્વજ નથી.

Author: Web Gurjari

1 thought on “અનનોન નંબરથી ફોન કરનાર વ્યક્તિ રીયાના શરીરમાં પ્રવેશતો હતો

Leave a Reply

Your email address will not be published.