કાચની કીકીમાંથી
ઈશાન કોઠારી
વડોદરામાં દર શુક્રવારે બજાર ભરાય છે, જે ‘શુક્રવારી’ તરીકે ઓળખાય છે. અહીં જાતજાતની ચીજો વેચાતી જોવા મળે છે, જેમાં લોકોએ વાપરેલી વસ્તુઓ પણ હોય છે. અહીં લોકો ફક્ત જૂની ચીજવસ્તુઓ ખરીદવા જ નહિ, પણ સંગ્રાહકો કલાકૃતીઓ ખરીદવા માટે પણ આવે છે. ફોટોગ્રાફી માટે આ જગ્યા ખૂબ માફક આવે એવી છે. અહીં વિષયવૈવિધ્ય ઘણું મળી રહે છે.
આ ફોટામાં બે વ્યક્તિનો ફોટો ખેંચત, તો કદાચ તે ફ્રેમ ખાલી લાગત. તેમાં પાછળ મૂકાયેલા બે અરીસા ખાલી લાગતા હતા. તેમાં કોઈ વ્યક્તિ આવે તેની હું રાહ જોતો ઊભો હતો. જેવા તે લોકો મારી ફ્રેમમાં સેટ થયા કે મેં ફોટો લીધો.
***
આ ફોટામાં બેકગ્રાઉન્ડ અને બહેનની સાડીની પેટર્ન મેચ થાય એવી રીતે ફોટો લીધો છે. જો કે, ડાળખી અલગ અને વધુ લાંબી હોત તો એ વધુ સારું થાત.
****
ફ્રેમમાં દેખાતી મહાવીર ભગવાનની મુદ્રા અને અને તેની બાજુમાં બેઠેલા ભાઈની બેસવાની મુદ્રાને અમુક અંશે મેચ કરવાનો પ્રયત્ન અહીં કર્યો છે.
****
હું ફોટો બીજા કશાકનો ખેંચવા જતો હતો.પણ મને ફોટો ખેંચતો જોઈને થોડા લોકો મારી બાજુમાં આવીને મને જોવા લાગ્યા. અમારા બધાનું પ્રતિબિંબ તે વસ્તુ પર પડ્યું અને તેને મેં ક્લીક કરી લીધું.
****
શુક્રવારીમાં એક સાથે મૂકાયેલી, એકબીજા સાથે સંબંધિત ન હોય એવી વિવિધ ચીજોનું ફ્રેમમાં સરસ સંયોજન બની આવે છે.
****
ડબ્બા પર દોરેલું ચિત્ર મને આકર્ષક લાગ્યું. એ પોપ આર્ટનો નમૂનો છે, અને ચિત્રનું ભૂરું બેકગ્રાઉન્ડ ફોટાના બેકગ્રાઉન્ડ સાથે મેચ થતું હોવાથી એ તેનો જ ભાગ હોય એમ જણાય છે.
****
સમૂહમાં મૂકાયેલા પાના-પક્કડમાં મને મગરના જડબાંનો આકાર દેખાયો.
****
આવું સંયોજન આ બજારમાં જ જોવા મળી શકે.
****
આવી અનેક વસ્તુઓ શુક્રવારી બજારમાં જોવા મળે છે. સ્ટીલ લાઈફના અભ્યાસ માટે પણ એનો ઉપયોગ થઈ શકે. બે-ત્રણ શુક્રવાર સુધી સળંગ મુલાકાત લીધા પછી મને એ માહોલ પણ હવે ઘણો પરિચીત થતો જણાયો.
****
શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે
હવે રવિવારી
ક્ષમા
નિરર્થક
તસ્વીરો લેવામાં તેમ જ વર્ણન કરવામાં વધુ ને વધુ પુખ્તતા વિકસતી જાય છે. બંને માટે ખુશી અને અભિનંદન.