‘ખીલના, ખીલે’ને લગતાં ફિલ્મીગીતો – फूल खिला तो टूटी डाली

નિરંજન મહેતા

આ વિષય પરના ગીતોનો પહેલો ભાગ ૨૫.૦૯.૨૦૨૧ના રોજ મુકાયો હતો. ત્યારબાદના ગીતોનો આ લેખમાં સમાવેશ કર્યો છે. પ્રથમ લેખ બાદ સુજ્ઞ મિત્રોએ કેટલાક ગીતો પ્રત્યે ધ્યાન દોર્યું હતું તેમનો આભાર અને તે પણ આ લેખમાં સમાવી લેવાયા છે.

૧૯૫૪ની ફિલ્મ ‘વારીસ’ના સુમધુર ગીતના શરૂઆતના શબ્દો છે

राही मतवाले तू छेड़ एक बार मन का सितार

ત્યાર પછી અંતરામાં કહેવાય છે

कली कली चूम के पवन कहे खिल जा
खिली खिली भवरे से कहे आके मिल जा

કલાકારો અને ગાયકો છે તલત મહેમુદ અને સુરૈયા. કમર જલાલાબાદીના શબ્દો અને અનિલ બિશ્વાસનું સંગીત.

૧૯૬૦ની ફિલ્મ ‘છલિયા’માં એક દર્દભર્યું ગીત છે

मेरे टूटे हुए दिल से कोई तो आज ये पूछे

તેના અંતરાનાં શબ્દો આ દર્દને વધુ ઉજાગર કરે છે.

किस्मत तेरी रीत निराली किस्मत तेरी रीत निराली
ओ छलिए को छलने वाली फूल खिला तो टूटी डाली

રાજકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે કમર જલાલાબાદી અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. સ્વર છે મુકેશનો.

૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’નું એક લાગણીભર્યું ગીત છે

तेरे मेरे सपने अब एक रंग है

ત્યાર પછીના અંતરાના શબ્દો છે

मेरे तेरे दिल का तय था एक दिन मिलना

जैसे बहार आने पर तय था फूल का खिलना

વહીદા રહેમાન આગળ આ લાગણી દર્શાવે છે દેવઆનંદ જેના શબ્દોનાં રચનાકાર છે શૈલેન્દ્ર અને સંગીત છે સચિન દેવ બર્મનનું. સ્વર છે રફીસાહેબનો.

૧૯૭૧ની ફિલ્મ ‘આન મિલો સજના’ના આ ગીતમાં નાયિકાની વિરહ વેદનાને દર્શાવી છે

रंग रंग के फुल खिले है
मोहे भाये कोई रंग ना
हो अब आन मिलो सजना

રાજેશ ખન્ના અને આશા પારેખ આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે આનંદ બક્ષીના. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને સ્વર છે લતાજી અને રફીસાહેબનાં.

૧૯૭૨ન્રી ફિલ્મ ‘અનુભવ’નું આ ગીત એક પાર્શ્વગીત છે જેમાં એક દંપતીના રોજીંદા જીવનને આલેખાયું છે.

फिर कही कोई फुल खिला
चाहत ना कहो उस को

કલાકારો છે સંજીવકુમાર અને તનુજા. સાથે દિનેશ ઠાકુર પણ દેખા દે છે. ગીતકાર કપિલ કુમાર અને સંગીત છે કનુ રોયનું. ગાનાર કલાકાર મન્નાડે.

૧૯૭૩ની ફિલ્મ ‘અભિમાન’ના ગીતનું મુખડું છે

तेरे मेरे मिलन की ये रैना
नया कोई गुल खिलायेगी

ત્યારબાદ અંતરાના શબ્દો છે

नन्हा सा गुल खिलेगा अंगना
सूनी बैया सजेगी सजना

મનદુઃખ પછી ભેગા થતા અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના. સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. લતાજી અને રફીસાહેબના સ્વર.

૧૯૭૩ની ફિલ્મ ‘નમકહરામ’માં બે દોસ્ત રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની કથા છે

दिए जलते है फुल खिलते है
बड़ी मुश्किल मगर दुनिया में
दोस्त मिलते है

આનંદ બક્ષીના શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. ગાનાર કલાકાર કિશોરકુમાર.

૧૯૭૩ની અન્ય ફિલ્મ ‘બ્લેકમેલ’નું આ ગીત પણ એક પાર્શ્વગીત છે

मिले मिले दो बदन
खिले खिले दो चमन

છૂપાઈ ગયેલા ધર્મેન્દ્ર અને રાખી ઉપર આ ગીત રચાયું છે જે તેમના મનના ભાવોને વ્યક્ત કરે છે. રાજીન્દર કૃષ્ણ રચિત આ ગીતને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ અને સ્વર છે કિશોરકુમાર અને લતાજીનાં.

૧૯૭૪ની ફિલ્મ ‘આપ કી કસમ’નું આ ગીત એક વ્યથાપૂર્ણ ગીત છે જેના મુખડાના શબ્દો છે

जिन्दगी के सफ़र में गुजर जाते है जो मकाम
वो फिर नहीं आते वो फिर नहीं आते

ત્યાર પછી અંતરાનાં શબ્દો છે

फुल खिलते है लोग मिलते है
मगर पतज़ड में जो फुल मुर्जाए जाते है
वो बहारो के आने से खिलते नहीं

જિંદગીથી નાસીપાસ રાજેશ ખન્ના પર આ ગીત રચાયું છે. આનંદ બક્ષીનાં શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. કંઠ છે કિશોરકુમારનો.

૧૯૭૫ની ફિલ ‘શોલે’નું આ પ્રસિદ્ધ હોળીગીત ઉલ્લાસભર્યા શબ્દોમાં જણાવે છે

होली के दिन दिल खिल जाते है
रंगों में रंग मिल जाते है

આ નૃત્યગીતના કલાકારો છે ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન અને હેમા માલિની. ગીતકાર આનંદ બક્ષી અને ગીતને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. સ્વર છે કિશોરકુમાર અને લતાજીના.

૧૯૭૫ની ફિલ્મ ‘ચુપકે ચુપકે’નું ગીત છે

बागो में बागो में कैसे ये फुल खिलते है हो खिलते है

ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર બાગમાં ગુપચુપ મળતી વખતે આ ગીત ગાય છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના. ગીતને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. લતાજી અને મુકેશ ગાનાર કલાકારો.

૧૯૭૮ની ફિલ્મ ‘ઘર’નું આ ગીત એક દંપતીના પ્રેમભાવને વ્યક્ત કરે છે જેમાં મુખડું છે

आप की आँखों में कुछ महके हुए से राज़ है

ત્યાર બાદ અંતરાના શબ્દોમાં કલ્પના છે જે ગુલઝાર જ રચી શકે.

लब हिले तो मोगरे के फुल खिलते है कही

રેખા અને વિનોદ મહેરાની આ ગુફ્તગુના રચયિતા છે ગુલઝાર જેને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. કિશોરકુમાર અને લતાજી ગાનાર કલાકારો.

૧૯૭૯ની ફિલ્મ ‘બાતો બાતો મેં’નું આ પાર્ટી ગીત છે જેમાં કલ્પના કરી છે કે

ना बोले तुम ना मैंने कुछ कहा
मगर न जाने ऐसा क्यों लगा
के धुप में खिला है चाँद दिन में रात हो गई

અમોલ પાલેકર, ટીના મુનીમ અને અન્યો પર રચાયેલ આ ગીતના ગીતકાર છે યોગેશ જેને સંગીત સાંપડ્યું છે રાજેશ રોશન પાસેથી. સ્વર છે અમિતકુમાર અને આશા ભોસલેના.

૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’નું વિદેશના રમણીય સ્થળ વચ્ચે રચાયેલું ગીત છે

देखा एक ख़्वाब तो ये सिलसिले हुए
दूर तक निगाहों में है गुल खिले हुए

અમિતાભ બચ્ચન અને રેખા પર રચાયેલ આ ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના જ્યારે સંગીત આપ્યું છે શિવ હરીએ. કિશોરકુમાર અને લતાજીના સ્વર.

૧૯૮૨ની ફિલ્મ ‘પ્રેમરોગ’નું ગીત પણ ઉપરના ગીતના સ્થળે રચાયું છે

भवरे ने खिलाया फूल फूल को ले गए राजकुवर

સાયકલ સવાર રિશી કપૂર અને પદ્મિની આ ગીતમાં દેખાય છે જેના શબ્દો છે નરેન્દ્ર શર્માનાં અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર સુરેશ વાડકર અને લતાજીના.

૧૯૮૫ની ફિલ્મ ‘સાગર’નું આ એક અતિ પ્રચલિત રોમાંટિક ગીત છે

चेहरा है या चाँद खिला है जुल्फ घनेरी शाम है क्या
सागर जैसी आँखोंवाली ये तो बता तेरा नाम है क्या

ડીમ્પલ કાપડીઆને જોઇને રિશી કપૂર આ ગીત ગાય છે. જાવેદ અખ્તરના શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. કંઠ કિશોરકુમારનો.

૧૯૯૫ની ફિલ્મ ‘ક્રિમીનલ’નું આ ગીત બે પ્રેમીના મનોભાવ વ્યક્ત કરે છે.

तू मिले दिल खिले और जीने को क्या चाहिए

નાગાર્જુન અને મનીષા કોઈરાલા પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે ઇન્દીવરનાં અને સંગીત એમ. એમ. ક્રીમનું. કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક ગાનાર કલાકારો.

ધ્યાનમાં આવ્યા તેટલા ગીતોનો ઉલ્લેખ કર્યો છે છતાં ઉલ્લેખ ન થયો હોય તેવા કોઈ ગીત તરફ કોઈ સુજ્ઞ મિત્ર ધ્યાન દોરે તેવી વિનંતિ.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “‘ખીલના, ખીલે’ને લગતાં ફિલ્મીગીતો – फूल खिला तो टूटी डाली

 1. Nice compilation and lots of collection.
  ONE MORE:
  जंगल जंगल बात चली है
  पता चला है
  जंगल जंगल बात चली है
  पता चला है

  अरे चड्ढी पहन के फूल खिला है
  फूल खिला है
  अरे चड्ढी पहन के फूल खिला है
  फूल खिला है

  Movie :Jungle Book
  By Gulzar

 2. આ ગીતો નો પણ સમાવેશ કરી શકાય.
  १. : शमा( 1955)
  —गायक कलाकार : सुरैया
  गीतकार : कैफ़ी आज़मी
  संगीतकार : ग़ुलाम मोहम्मद
  –धड़कते दिल की तमन्ना हो मेरा प्यार हो तुम मुझे क़रार
  नहीं जब से बेक़रार हो तुम—-
  खिलाओ फूल किसी के किसी चमन मे रहो
  जो दिल की राह सेगुज़री है वो बहार हो तुम.
  २) —संगदिल (1952).
  म्यूजिक ;सज्जाद हुसैन/तलत-लता .
  दिल में समां गए साजन फूल खिले चमन चमन
  प्यार भी मुस्कुरा दिया.
  ३)— फरेब (१९९६)
  -गायक अभिजीत .
  यह तेरी आँखें झुकी झुकी यह तेरा चेहरा खिला खिला
  ४)—देख कबीरा रोया/ (१९५७) तलत महमूद .मदन मोहन /राजेंद्र कृष्ण.
  याद रेह जाती हे और वक़्त गुज़र जाता है
  फूल खिलता है और खिल के बिखर जाता है.
  सब चले जाते है तब दर्दे जिगर जाता है…
  …हमसे आया ना गया तुमसे बुलाया …..
  ५)फिल्म : बेकसूर ;(१९५०)/हंसराज बहल /एहसान रिज़वी./लता -रफ़ी .
  —–अंखिया गुलाबी जैसे मद की हैं प्यालिया
  जागी हुयी आँखों में शर्म की हैं लालिया.
  ——- भरी हुयी फूलो से
  है झोली सवाल की खिली हैं बहारो
  में फूलो की डालिया.

Leave a Reply

Your email address will not be published.