લુત્ફ-એ-શેર: મણકો # ૭૧

ભગવાન થાવરાણી

અસલ નામ સૈયદ મુસલાહુદ્દીન અને તખલ્લુસ  ‘ અતહર ‘ હોવા છતાં આ શાયર   ‘ શાઝ તમકનત નામે કેમ પ્રસિદ્ધિ પામ્યા એ ખબર નથી પરંતુ હૈદરાબાદના આ અદીબ કેવળ દક્ષિણ ભારતમાં જ નહીં, હિંદુસ્તાન ભરમાં મશહૂર રહ્યા. એમના કલામની ખૂબસુરતી જુઓ :

ઉસ કા હોના ભી ભરી બઝ્મ મેં હૈ વજહ – એ – સુકું
કુછ  ન  બોલે  ભી  તો  વોહ  મેરા  તરફદાર  લગે ..

અને એમનો આ અંદાઝે બયાં પણ જુઓ :

ઝિંદગી હમસે તેરે નાઝ ઉઠાએ ન ગએ
સાંસ લેને કી ફકત રસ્મ અદા કરતે થે

એમની એક ગઝલનો એક દિલકશ શેર કંઈક આમ છે :

મૈં તેરા દોસ્ત હૂં, તૂ મુજસે ઈસ તરહ તો ન મિલ
બરત  યે  રસ્મ  કિસી સૂરત – આશનાં  કે લિએ

કોઈક જૂનો દોસ્ત નરી ઔપચારિકતાથી મળે તો બહુ દુખ થાય. આપણને થાય કે એને કહી દઈએ, ‘ તું પણ ? ‘ પરંતુ આ જ ગઝલનો આ જબરદસ્ત મત્લો :

મેરા  ઝમીર  બહુત  હૈ  મુજે  સઝા કે લિએ
તૂ દોસ્ત હૈ તો નસીહત ન કર ખુદા કે લિએ

ઉર્દૂમાં નસીહત – સલાહ – ઉપદેશ આપનારને  ‘ નાસેહ ‘ કહે છે. જો દોસ્તો પણ નાસેહની જેમ ઉપદેશ આપવા લાગે તો એ શા કામના ?  દોસ્તો પાસેથી તો એ અપેક્ષા હોય કે એ સંકટ કે કટોકટી સમયે કશું બોલ્યા વિના આપણને બાથ ભીડી લે અને જે સંભવ હોય એ બધું જ કરી છૂટે ! ઉપદેશ માટે અન્ય  ‘ સગા – વ્હાલા ‘ છે જ !!

ચચા ગાલિબે આ જ વાત શાઝ સાહેબે કહી એના સો વર્ષ પહેલાં કહી દીધી હતી :

યે કહાં કી દોસ્તી હૈ કે બને હૈં દોસ્ત નાસેહ
કોઈ ચારાસાઝ હોતા કોઈ ગમગુસાર હોતા ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

4 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૭૧

 1. વાહહ્હ્હહહહ…મેરા ઝમીર બહુત હૈ મુજે સઝા કે લિએ
  તૂ દોસ્ત હૈ તો નસીહત ન કર ખુદા કે લિએ..,…

  યે કહાં કી દોસ્તી હૈ કે બને હૈં દોસ્ત નાસેહ
  કોઈ ચારાસાઝ હોતા કોઈ ગમગુસાર હોતા ..
  🖕🖕🖕🖕
  આ પણ
  એકદમ સટીક છે……

  બહુ સરસ વાત કે “ઉપદેશ માટે સગા વ્હાલા છે જ”

  કરુણ કટાક્ષ…
  ધન્યવાદ..

 2. મેરા ઝમીર બહુત હૈ મુજે સઝા કે લિએ
  તૂ દોસ્ત હૈ તો નસીહત ન કર ખુદા કે લિએ..

  સાવ સાચી વાત છે.. ✔️

Leave a Reply

Your email address will not be published.