નિરંજન મહેતા
ખીલના, ખીલે એટલે ખીલવું, વિકસવું. આ કોઈ પણ ચીજ માટે કહી શકાય. તે ફૂલ હોય કે પ્રેમ, કે પછી ચાંદ. આ શબ્દના પ્રયોગવાળા આવા જુદા જુદા અર્થમાં ગીતો રચાયા છે જેમાંથી થોડાક અહી પ્રસ્તુત છે.
સૌ પ્રથમ છે ૧૯૫૩ની ફિલ ‘શિકસ્ત’ જેનું ગીત છે
जब जब फूल खिले
तुझे याद किया हमने
વિરહની વેદના અનુભવતા દિલીપકુમાર અને નલિની જયવંત આ ગીત દ્વારા પોતાની ભાવના વ્યક્ત કરે છે. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસંનનું. સ્વર છે લતાજી અને તલત મહેમૂદના
૧૯૫૩ની સાલની અન્ય ફિલ્મ છે ‘પતિતા’ જેમાં હકારાત્મક અભિગમ દર્શાવાયો છે.
है सब से मधुर वो गीत जिन्हें हम दर्द के सूर में गाते है
આ મુખડા પછીના અંતરામાં શબ્દો છે
कांटो में खिले है फूल हमारे रंग भरे अरमानो के
ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસંનનું. સ્વર છે તલત મહેમૂદનો. કલાકાર દેવઆનંદ.
૧૯૫૫ની ફિલ્મ ‘બાપ રે બાપ’માં એક છેડછાડભર્યું ગીત છે.
फूल से गालो पे मतवाली चालो पे
આ મુખડા પછીના અંતરામાં શબ્દો છે
बहार आयी चमन में कली कली खिले
ગીતના કલાકારો છે કિશોરકુમાર અને ચાંદ ઉસ્માની. શબ્દો છે જાન નિસાર અખ્તરના અને સંગીત છે ઓ.પી. નય્યરનું. ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે. .
૧૯૫૮ની ફિલ્મ ‘ડિટેકટીવ’નું ગીત બે પ્રેમીઓની મિલનથી થતી ભાવના વ્યક્ત કરે છે
मुज को तुम मिले ये जहां में
तुम जो मेरे दिल में हँसे
दिल का कमल देखो खिल गया
શૈલેન્દ્રના શબ્દો અને મુકુલ રોયનું સંગીત. કલાકારો પ્રદીપકુમાર અને માલા સિન્હા જેમને સ્વર મળ્યો છે હેમંતકુમાર અને ગીતા દત્તના.
૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’નું આ ગીત એક જુદા જ પ્રકારની અભિવ્યક્તિ દર્શાવે છે.
वो चाँद खिला वो तारे हँसे ये रात गजब मतवाली है
समजने वाले समज गए ना समजे वो अनारी है.
પોતાના પ્રેમને સરળ રીતે ન દાખવી શકવાને કારણે નૂતન પ્રેમથી અજાણ રાજકપૂરને આ ગીત દ્વારા ઈશારો કરે છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર લતાજીનો.
૧૯૬૦ની ફિલ્મ ‘ચૌધવી કા ચાંદ’નું આ ગીત એક હળવા પ્રકારનું ગીત છે
मेरा यार बना है दुल्हा और फूल खिले है दिल के
अरे मेरी भी शादी हो जाए दुआ करो सब मिल के
ગુરુદત્તનાં લગ્ન પ્રસંગે જોની વોકર આ ગીત ગાય છે જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત રવિનું. ગાયક રફીસાહેબ.
૧૯૬૧ની ફિલ્મ ‘સુહાગ સિંદૂર’નું ગીત બે પ્રેમીઓ વચ્ચેનો સંવાદ છે.
बागो में खिलते है फूल कसम तेरी आँखों की खा के
ગીતના કલાકારો છે મનોજકુમાર અને માલા સિન્હા. શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત છે ચિત્રગુપ્તનું. સ્વર છે તલત મહેમુદ અને લતાજીના.
૧૯૬૩ની ફિલ્મ ‘ગૃહસ્થી’નું ગીત છે
खिले है सखी आज फुलवा मन के
जाउंगी ससुराल दुल्हन बन के
પોતાના લગ્નની વાતને લઈને રાજશ્રી આ ગીત દ્વારા પોતાના મનની સ્થિતિ વ્યક્ત કરે છે જેમાં તેને સાથ આપે છે શોભા ખોટે અને ચાંદ ઉસ્માની. શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત રવિનું. જેના ગાયકો છે મંગેશકર બહેનો- લતાજી, આશા ભોસલે અને ઉષા મંગેશકર. .
૧૯૬૫ની ફિલ્મ ‘ચાંદ ઓર સૂરજ’નું આ ગીત એક રાહ જોતી કન્યાના મનોભાવને ઉજાગર કરે છે.
बाग़ में कली खिली बगिया महेकाए
पर हाय रे अभी यहाँ भवरा नहीं आया
આ મનોભાવ વ્યક્ત કરે છે તનુજા જેના શબ્દો છે શૈલેન્દ્રના અને મધુર સંગીત સલીલ ચૌધરીનું. સ્વર આશા ભોસલેનો.
૧૯૬૬ની ફિલ્મ ‘આયે દિન બહાર કે’નું ગીત પ્રેમીને તડપાવતું ગીત છે.
ये कली जब तक फुल बन के खिले
इंतजार इंतजार इंतजार करो इंतजार करो
ધર્મેન્દ્રને તડપાવતી આશા પારેખ આ ગીત ગાય છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે મહેન્દ્ર કપૂર અને લતાજીના.
૧૯૬૬ની ફિલ્મ ‘દિલ ને ફિર યાદ કિયા’નું આ ગીત જોઈએ.
कलियों ने घूंघट खोले हर फुल पे भवरा डोले
ફૂલના રૂપક દ્વારા નૂતનની પ્રશસ્તિ માટે આ ગીત ધર્મેન્દ્ર ગાય છે. ગીતના શબ્દો છે જી. એસ. રાવલના અને સંગીત સોનિક ઓમીનું. સ્વર રફીસાહેબનો. આ ગીતનો વિડીઓ પ્રાપ્ત નથી.
૧૯૬૯ની એક અન્ય ફિલ્મ ‘ આરાધના’નું આ ગીત કલીઓના રૂપકમાં બે પ્રેમીઓના ભાવને વ્યક્ત કરે છે
गुण गुना रहे है भवरे खिल रही है कली कली
કલાકારો છે રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર. સચિન દેવ બર્મનનું સંગીત અને આનંદ બક્ષીના શબ્દોને સ્વર સાંપડ્યો છે આશા ભોસલે અને રફીસાહેબના.
૧૯૬૯ની જ વધુ એક ફિલ્મ ‘મિલ ગઈ મંઝિલ મુજે’નું ગીત છે
तुम जो मिले तो फुल खिल गए
પ્રેમી મિથુન ચક્રવર્તીને પ્રેમિકા મુન મુન સેન સાથે મિલન થતા આ ગીત તેઓ ગાય છે. આનંદ બક્ષીના શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. સ્વર છે આશા ભોસલે અને કિશોરકુમારના
૧૯૭૦ની ફિલ્મ ‘જોની મેરા નામ’નું જે ગીત છે તેના મુખડાના શબ્દો છે
ओ बाबुल प्यारे रोए पायल की छम छम
પછીના અંતરામાં શબ્દો છે
तेरी बाहों में बचपन बिता खिलती गई जिंदगानी
અનજાનનાં શબ્દો અને કલ્યાણજી આણંદજીનું સંગીત. કલાકાર હેમા માલિની અને સ્વર લતાજીનો.
૧૯૭૧ની ફિલ્મ ‘શર્મીલી’નું ગીત છે જે એક ફિલસુફીભર્યું ગીત છે
खिलते है गुल यहाँ खिल के बिखरने को
मिलते है दिल यहाँ मिल के बिछड़ने को
નીરજના શબ્દોને સંગીત સાંપડ્યું છે સચિન દેવ બર્મનનું. ગીત શશીકપૂર પર રચાયું છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
હજી લગભગ આટલા જ બીજા ગીતોની નોંધ બાકી છે જે હવે પછીના લેખમાં.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Excellent collection and editing.
One more:
” ચેહરા હૈ ય ચાંદ ખીલા ”
ફિલ્મ; સાગર (1985)
સ્વર :કિશોર કુમાર.
મ્યુઝિક: આ. ડી. બર્મન.
May be in next article.
–ભરત ભટ્ટ