બાંગ્લાદેશના કામદારો ભારતમાં મજુરી કરી મેળવે છે સીલીકોસીસ

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

બાંગ્લાદેશના અખબાર ‘ધ ડેઇલી સ્ટાર’માં હાલ પ્રકાશિત એક અહેવાલ મુજબ બાંગ્લાદેશના અનેક કામદારો ભારતમાં વિવિધ સ્થળે મજૂરી કરતા દરમિયાન સીલીકોસીસનો ભોગ બને છે અને બીમારી બાદ વતન ચાલ્યા જાય છે અને ત્યાં અકાળે મોતને ભેટે છે.

બાંગ્લાદેશના ભારતની સરહદને અડીને આવેલા વિસ્તારોમાંથી ઘણા યુવાનો ભારતમાં રોજગારી શોધવા આવતા હોય છે. તે પૈકી ઘણા ગેરકાયદે પણ ઘુસતા હોય છે.ખાસ કરીને પથ્થર તોડવા કે દળવાના એકમો, કવોરીમાં કામ કરતા કામદારો સીલીકોસીસનો ભોગ બનતા જોવા મળ્યા છે. આ કામદારો હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં કામ કરતા હોય છે. આ કામદારો દિનાજપુર અને ઠાકુરગાંવ જીલ્લાના કામદારો હોય છે. બાંગ્લાદેશના એક નિષ્ણાતે જણાવ્યું કે બાંગ્લાદેશમાં આ રોગ વિષે લોકોને હજુ પૂરતી માહિતી નથી.

અખબારના ખબરપત્રીઓએ કેટલાક કામદારો સાથે વાત કરી. દિનાજપુર જીલ્લાના વીરાલ તાલુકાના નારાબાડી ગામના ૩૫ વર્ષના ઇદ્રીસ અલી નામના કામદાર સાથે વાત કરી. ઇદ્રીસે જણાવ્યું કે તે ૨૦ વર્ષનો હતો ત્યારે રોજગારીની શોધમાં ગેરકાયદે ભારત પહોંચી ગયો. દિલ્હીના એક સ્ટોન ક્રશરમાં એટલે કે ભરડીયામાં એને કામ મળ્યું. શરૂઆતમાં તેને મહીને રુ.૫૦૦૦/— પગાર મળતો. ૧૦ વર્ષ કામ કર્યા પછી એ ૨૦૧૦માં વતન પાછો ફર્યો. પરત આવ્યા બાદ થોડા દિવસે તે માંદો પડયો. સ્થાનિક ઉંટવૈદો પાસે તેણે સારવાર લીધી. પણ જયારે તબિયત વધુ બગડી ત્યારે એ દિનાજપુર ગયો અને ડોકટરને બતાવ્યું જયાં તેનું નિદાન થયું સીલીકોસીસ. ઇદ્રીસે જણાવ્યું કે તેના ગામના ઘણા યુવાનો હજુ ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં સ્ટોન ક્રશરમાં કામ કરે છે. એ કહે છે કે મને જોખમોની જાણ હોત તો હું એ કામ કરત જ નહી. આ ગામમાં અત્યાર સુધીમાં  સીલીકોસીસને કારણે ૧૧ કામદારોના મોત થયા છે. ઇદ્રીસ વધુમાં ઉમેરે છે કે આ રોગની સારવાર ઘણી મોંઘી છે એટલે હવે તેણે એલોપેથીક સારવાર બંધ કરી હોમીયોપેથીક સારવાર શરૂ કરી છે.

આ જ ગામનો ૨૬ વર્ષનો મોઇનુલ ઇસ્લામ ૨૦૧૩માં કામની શોધમાં ભારત ગયો. તેને હરિયાણાના સ્ટોન ક્રશરમાં કામ મળ્યું જયાં તેણે ૬ વર્ષ કામ કર્યું. ૨૦૧૯માં તે બાંગ્લાદેશ પાછો આવ્યો પછી તેનું નિદાન થયું. હવે સીલીકોસીસની સારવાર પેટે મહીને રૂ..૬૦૦૦/—ની દવા થાય છે જે તેના જેવા ગરીબ કામદારને સહેજે ય પોસાય તેમ નથી. તેણે ખબરપત્રીને જણાવ્યું કે દિનાજપુર, રંગપુર, લાલમોનીરહાટ જીલ્લાઓના લગભગ ૨૦૦ જેટલા યુવાનો ભારતના જુદા જુદા સ્ટોન ક્રશર(કવોરી)માં કામ કરે છે. ઠાકુરગાંવના પીરગંજના ૨૯ વર્ષના ખૈરુલ આલમે કહ્યું કે એને પણ જોખમોની જાણ ન હતી. એણે ભારતમાં ૫ વર્ષ કવોરીમાં કામ કર્યું. ૨૦૧૯માં એ પાછો આવ્યો પછી તેનું નિદાન થયું. દિનાજપુરના નિષ્ણાત તબીબ ડો. બી.કે.બોઝે જણાવ્યું કે તેમના સીલીકોસીસના પાંચ દર્દીઓએ ભારતના જુદા જુદા ક્રશરમાં કામ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, “ભારતમાં કામ શોધવા ગેરકાયદે ઘૂસવું એ એક સામાજીક સમસ્યા છે. હવે બાંગ્લાદેશમાં પણ રોજગારીની ઘણી તકો ઉપલબ્ધ છે પણ જાગૃતિનો અભાવ છે.”

જો કે થોડા જૂના કહેવાય તેવા છતાં આ સંદર્ભે મહત્ત્વના કહેવાય તેવા એક સમાચાર ૨૦૧૧માં બાંગ્લાદેશના અખબારમાં પ્રગટ થયા હતા. ભારતથી પાછા ફરતા કામદારોમાં જ સીલીકોસીસ છે તેવું નથી પણ બાંગ્લાદેશના એકમોમાં કામ કરતા કામદારોમાં પણ સીલીકોસીસ જોવા મળતો હોવાના અહેવાલ આવ્યા હતા.

જાણીને નવાઇ લાગશે કે નવાનકકોર જીન્સ પેન્ટ જુના દેખાય તે માટે તેના પર રેતીનો ફુવારો છોડવામાં આવે અને તે કારણે જે ભાગ પર ફુવારો મરાય તે ભાગનો રંગ ઝાંખો પડી જાય એટલે જૂના જેવું લાગે. ઘૂંટણ પાસેથી ફાટેલું જીન્સ પહેરવાની ફેશન છે તે માટે પણ આ જ ઉપાય છે.
સુમન હલધરને જયારે બાંગ્લાદેશના કારખાનામાં આ કામ કરવાની નોકરી મળી ત્યારે તે ખુશીથી નાચી ઉઠેલો. એણે ૩ વર્ષ જીન્સ પર રેતીનો ફુવારો મારવાનું (સેન્ડ બ્લાસ્ટીંગ) કામ કર્યું પણ પછી તેની તબિયત બગડી. એને લોહીની ઉલટી થવા લાગી, સખત ઉધરસ થઇ અને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી એટલે એને ઢાકાની એક હોસ્પિટલમાં દાખલ કરવો પડયો.

કામદારો સાથે કામ કરતા જુથો જણાવે છે કે બાંગ્લાદેશમાં ઘણા કામદારો એવા છે કે જેમને થયો હોય સીલીકોસીસ પણ ડોકટરે નિદાન કર્યું હોય ટીબીનું. ભારતમાં પણ આ સમસ્યા છે અને એશિયા, આફ્રિકા, લેટીન અમેરીકાના દેશોમાં પણ એમ જ હશે.

જીન્સ ઉદ્યોગમાં રેતીના ફુવારા કહેતાં સેન્ડ બ્લાસ્ટીંગ થાય અને તે કારણે કામદારોને સીલીકોસીસ લાગુ પડે તે વાત પહેલી વાર ૨૦૦૬-૦૭માં જાણી હતી. તે સમયે ટર્કીમાં કામ કરતા આજુબાજુના યુરોપિયન દેશોના સ્થળાંતરીત કામદારોમાં સીલીકોસીસ થયાનું અને તે કામદારો જીન્સને રેતીમાં રગદોળવાનું કામ કરતા હોવાનું બહાર આવ્યું હતું અને એ બાબત અમે ‘સલામતી’ના એક અંકમાં જણાવી હતી. તે પછી ભારતમાં બેંગ્લોરમાં આ કામ કરતા કામદારને સીલીકોસીસ થયાનું નિદાન થયાના સમાચાર આવ્યા હતા પણ એ પછી કોઇ સમાચાર ભારતમાં સંભળાયા નથી. જો કે ઘણા કામદાર ભોગ બનતા હશે પણ એ વાત સમાચારોથી દુર જ રહેતી હશે. યુરોપ,અમેરિકામાં તેમજ ભારતમાં સેન્ડ બ્લાસ્ટીંગ પર પ્રતિબંધ છે. યુરોપ, અમેરિકામાં તેનો કદાચ અમલ થતો હશે પણ ભારતમાં થતો નથી તે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં અનેક એકમોમાં આ કામ ચાલતું હોય છે અને તે કારણે અનેક કામદારો સીલીકોસીસનો ભોગ બનતા હોય છે. જો કે આ પ્રતિબંધ ફેકટરી એકટ હેઠળ છે એટલે જે એકમોમાં ૧૦ કરતાં ઓછા કામદાર કામ કરતા હોય તેમને આ કાયદો જ લાગુ ન પડે એટલે આ પ્રતિબંધ પણ લાગુ ન પડે એવી અમારી સમજ છે. જો કે સિલિકાનું જોખમ હોય તેવા એકમમાં એક કામદાર હોય તો પણ ફેકટરી એકટ લાગુ કરવાનું જાહેરનામું ગુજરાત અને અન્ય રાજયોએ ૨૦૦૮(?)માં પ્રગટ કર્યું હોવા છતાં એનો અસરકારક અમલ થતો ન હોવાને કારણે કોઇ રકટોક વગર આ કામ ચાલ્યે રાખે છે.

 

બાંગ્લાદેશ ગારમેન્ટ ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે તે બધા જાણે છે. ગુકસી, લેવી, એચ એન્ડ એમ અને ગેપ જેવી કંપનીઓએ સેન્ડ બ્લાસ્ટીંગ દ્વારા થયેલા ઉત્પાદનો પર પ્રતિબંધ મુકી દીધો છે પણ ડોલ્સ અને ગબાનાએ ૨૦૧૧માં આ અહેવાલ આવ્યો ત્યાં સુધી પ્રતિબંધ મુકયો ન હતો.

હોસ્પિટલને બીછાનેથી સુમન હલધર જણાવે છે કે એક દિવસ એ કામ કરતો હતો ત્યારે તેના મોં અને નાકમાંથી લોહી વહેવા માંડયું. “એ લોકો (માલિકો)એ મને કહેલું કે આ કામ સલામત છે પણ સતત સેન્ડ બ્લાસ્ટીંગને કારણે આખો ઓરડો ધૂળના કણોથી ભરાઇ જતો. રક્ષણ માટે મોંએ બાંધવા એક કપડું માત્ર અમારી પાસે રહેતું.” રોજ દસ કલાકની નોકરી દરમિયાન એ ૨૦૦-૩૦૦ જીન્સ પર કામ કરતો.

બાંગ્લદેશ સેન્ટર ફોર વર્કર્સ સોલીડારીટીના કર્મશીલ કલ્પના અખ્તર કહે છે કે ઘણી કંપનીઓ કામદારોના વીમા લેતી નથી. કામદારો બીમાર પડે એટલે નોકરી છોડીને ઘરભેગા કે વતનભેગા થઇ જાય, વાત પતી ગઇ. ખુરશીદ આલમ નામના કર્મશીલે જણાવ્યું કે ૫૦૦ જેટલા કારખાનામાં સેન્ડ બ્લાસ્ટીંગની પ્રક્રિયાનો ઉપયોગ થતો હશે. હજારો કામદારોને માથે મોત ભમે છે. તેમનું કહેવું છે કે ઘણી મોટી કંપનીઓને એના જોખમની ખબર હોય છે એટલે એ લોકો આવું કામ આઉટસોર્સ કરે છે એટલે કે બહાર નાના એકમો પાસે કરાવી લે છે. ઢાકાની એક નાની કંપનીના સુપરવાઇઝર દીલાવર હુસેને જણાવ્યું કે કામદારો દેશી કોમ્પ્રેસર અને સેન્ડ ગન વાપરતા હોય છે જે મોટી જીન્સ કંપનીઓ દ્બારા વપરતા કોમ્પ્રેસર અને સેન્ડ ગન કરતાં વીસ ગણા સસ્તા હોય છે.

મહંમદ ઇલ્યાસ જેવા કામદારો એમને મળ્યા કરતા હોય છે કારણ એમને લઘુત્તમ વેતન કરતાં બમણું વેતન ચૂકવાય છે. મહિને ૭૫૦૦/—ટાકા ઘણું ઉંચું વેતન ગણાય. ૨૧ વર્ષનો મહંમદ દેશના ઉત્તરના નાના ગામડેથી ઢાકા મજૂરી કરવા આવ્યો ત્યારે એના હાથમાં સેન્ડ ગન પકડાવી દેવામાં આવી. મોં પર પાતળું કપડું બાંધી એ કામ કરે છે. ઘણી કંપનીઓ માસ્ક આપતી હોય છે. પણ એ કહે છે કે, “ધૂળ તો રહેવાની શું કરીએ, અમે ટેવાઇ ગયા હવે. ધૂળ તો ઘણી જાય છે પણ પૂરતું પાણી પીએ અને કેળું ખાઇએ એટલે કશો વાંધો આવે નહી. પગાર સારો મળતો હોય તો આટલી ધૂળ ખાવામાં મને વાંધો નથી.” પાણી અને કેળું અન્નનળી દ્વારા હોજરીમાં જાય અને રેતીના કણ નાક અને શ્વાસનળી દ્વારા ફેફસાંમાં જાય એવો ફરક એમને કોઇએ સમજાવ્યો નહી હોય.

“કલીન કલોથ કેમ્પેઇન” નામની ચળવળ દ્વારા મોટી ગારમેન્ટ કંપનીઓને શરમાવવામાં આવી છે અને તે કારણે એ લોકો સલામત ટેકનોલોજી તરફ વળ્યા છે પણ બાંગ્લાદેશમાં બધું એમ જ ચાલે છે, કારણ નફો! બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશનના આગેવાન શફીઉલ ઇસ્લામ મોહીઉદ્દીને જણાવ્યું કે બાંગ્લાદેશ તો હજુ અવિકસિત દેશ છે, સ્વીત્ઝરલેન્ડ નથી તેથી બાંગ્લાદેશમાં સેન્ડ બ્લાસ્ટીંગ પર પ્રતિબંધ મુકાય તેવી શકયતા નથી. “કલીન કલોથ કેમ્પેઇન”ના કર્મશીલે જણાવ્યું કે એનો અર્થ એ થયો કે ટર્કીમાં જે થયું તે જ બાંગ્લાદેશમાં પણ થશે. ટર્કીમાં સેંકડો યુવાનો સીલીકોસીસમાં હોમાયા પછી હોબાળો થયો અને ૨૦૦૯માં તેના પર પ્રતિબંધ મુકાયો. પણ અસ્મા જેવા કામદાર કહે છે કે તેમને તો આ કામ કર્યા વગર છૂટકો જ નથી. ૨૫ વર્ષની અસ્મા ઢાકાની હોસ્પિટલમાં એ સારવાર હેઠળ છે. સાવ પીંખાઇ ગયેલા શરીરે એ કહે છે કે આ રોગ તો મારી બધી બચત ખાઇ ગયો છે. હવે હું કામ નહી કરું તો અમે ખાઇશું શું?


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

9 thoughts on “બાંગ્લાદેશના કામદારો ભારતમાં મજુરી કરી મેળવે છે સીલીકોસીસ

  1. I beg to differ, Bipinchandra Desai. Silicosis is a disease and can not be termed NATURAL. It is a preventable disease. When workplace air is laden with the fine silica dust particles workers coming in contact would inhale the particles. Particles of the size 2-5 micron can easily reach the alveoli of the lungs and settle there.If workplace air is monitored and dust particles reduced from the breathing zone we can prevent inhalation of these particles and thus the disease. In Canada, they say that in the last 30 years no case of silicosis is reported. In our Factory Act, Mines Act, and Construction workers Act limit for silica dust in the workplace air is prescribe which is unfortunately not followed. Many workplaces do not come under the ambit of law or are not brought under the law. A whole set of issues. We prohibited sandblasting way back in 1974 but many do not know about it and it still goes on killing workers. Thank you for going through the article and posting your comment. I can send you literature on the subject if you can share your address.

 1. People who work in the following industries are particularly at risk:

  stone masonry and stone cutting – especially with sandstone
  construction and demolition – as a result of exposure to concrete and paving materials
  worktop manufacturing and fitting
  pottery, ceramics and glass manufacturing
  mining and quarrying
  sand blasting, and working with asbestos. It is not natural

  1. Very true. Workers who handle fly ash in thermal power plants are also vulnerable and we have found cases of silicosis among power plant workers in Gujarat. We have found cases in an ordinary flour mill which you find on every corner of a street. We have also found cases among the glass etching workers and also those engaged in imitation jewelry In the engineering industry in foundries they use sandblasting and we have found cases of silicosis in foundries in Rajkot, Junagadh, and elsewhere. ILO encyclopedia has reported many more occupations like boiler cleaning, tea processing etc who are vulnerable. We have very limited knowledge yet.
   Thank you Bharatbhai for reading and posting your valuable comment.

   1. Thank you Jagdishbhai.
    If you are talking about fly ash, there are different types of fly ash:
    1: Burning garbage in Municipal incinerator which contain plastic and other organic material.
    They are producing PCB and other carcinogenic substances.
    2: Coal thermal power plant producing a pollutant, and it contains acidic, toxic, and radioactive matter.This ash can contain lead, arsenic, mercury, cadmium, and uranium.

    1. You are right. In Municipal incinerators the toxic materials get concentrated. There is an organization in the US that is generating awareness about the hazards of incinerators. Several years ago he had visited Baroda and we had a small meeting. When I visited one of the thermal power plants in Gujarat with the Supreme Court Committee, we sought a report of the fly ash contents and it reported 70% silica! I too was unaware of such high content of silica in fly ash

     1. Yes, I am in US and I know about this organization. GAIA.(Global Alliance for Incinerator Alternatives.), their vision is TOXIC free world. I am environmental Scientist and I analyzed water, soil and air for pollutant routinely.

      Thank you for more details on this subject.

 2. Occupational hazard is a perennial problem and periodically discussed and corrective actions are suggested everywhere in the world but the seriousness is realised only when collosal human lives are lost. Of course, the awareness about the serious consequences among workers is very important but the sensitivity among the officials of the company and regulatory bodies towards the reasons why the rules are framed for extra precautions is equally essential.

 3. Thank you,Manharbhai for posting your comment. In the rush to earn profit, human lives are put in danger. To some extent in the capitalist economic system what else would you expect? Communists have, on the other hand also miserably failed in protecting human rights. So, the situation is, where to go.

Leave a Reply

Your email address will not be published.