ભગવાન થાવરાણી
પાકિસ્તાનમાં રહેતા ઝફર ઈકબાલ સાહેબે ઉર્દૂ શાયરી માટે એ કામ કર્યું જે ભારતમાં દુષ્યંત કુમારે કર્યું. એમણે ઉર્દૂમાં એ બિંબો અને પ્રતીકોનો ઉપયોગ કર્યો જે અત્યાર સુધી વણસાંભળ્યા અને વણદેખ્યા હતા. એમણે અનેક શબ્દોને જાણે નવા અર્થો આપ્યા. દુષ્યંત કુમાર બેતાલીસની વયે વિદાય લઈ ગયા, ઝફર ઈકબાલ સત્યાસી પર હજૂ નોટઆઉટ છે ! ( એક બીજા અચ્છા શાયર ઝફર ઈકબાલ ‘ ઝફર ‘ પણ છે પણ એ જૂદા ! )
ઝફર સાહેબનો લહેજો જૂઓ :
મુજ મેં હૈં ગહરી ઉદાસી કે જરાસિમ ઈસ કદર
મૈં તુજે ભી ઈસ મરઝ મેં મુબ્તલા કર જાઉંગા
(જરાસિમ = કીટાણુ, જંતુ
મુબ્તલા = ગ્રસ્ત)
એમના આ શેરની ખૂબસુરતી પણ જૂઓ :
ટકટકી બાંધકે મૈં દેખ રહા હૂં જિસ કો
યે ભી હો સકતા હૈ વો સામને બૈઠા હી ન હો..
( ટકટકી બાંધકે = એકીટશે )
પરંતુ મને મ્હાત કરી ગયું એમના આ શેરમાં કહેવાયેલું સત્ય અને એનું ઊંડાણ :
અભી મેરી અપની સમજ મેં ભી નહીં આ રહી
મૈં જભી તો બાત કો મુખ્તસર નહીં કર રહા..
વાત ગંભીર છે અને વિચારીને પચાવવા જેવી. કોઈ પણ ચર્ચા કે વિમર્શ દરમિયાન અગર કોઈ એ વાતને લંબાવીને, ગોળ-ગોળ ફેરવીને કહે તો એનો અર્થ માત્રને માત્ર એવો થાય કે એ પોતે પણ એ વાતના હાર્દ સૂધી પહોંચ્યા નથી, એમને એ વાત પૂરેપૂરી સમજાઈ નથી ! જે વાતને સમજ્યા છે એમને ઝાઝા શબ્દોની જરૂર જ નહીં પડે. એમને યોગ્ય શબ્દો શોધવા માટે વચ્ચે-વચ્ચે અટકવું પણ નહીં પડે. પૂર્ણ સમજણ બહુ ઓછા શબ્દો માંગે છે.
એટલે જ તો સાચો શાયર શેરના કેવળ બે મિસરામાં આખી રામકહાણી કહી શકે છે..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
आप बड़े बड़े शायरो की जानकारी दे रहे हैं, उसके साथ जीवन की रोज बरोज की संवेदनशील बातें शायरीके अंदाज़ में कह रहे हैं.. आज का शेर भी उसी तरह बड़ी बात कहता है…
बहुत बहुत धन्यवाद भाई !
અભી મેરી સમજ.. આ શેર તો માત્ર શેર નહિ પણ એક સિદ્ધાંતની “વ્યાખ્યા” જ છે જાણે. વાહ!
ટકટકી બાંધ કે.. કેટકેટલા ભેદ ઉકેલવા માટે કવિ હૃદય જ કાફી.
મઝા આવી ગઈ
ખૂબ ખૂબ આભાર ઉમંગભાઈ !
Kyaaaa baat….. Maza aa gaya…. Waaahhhh
Thanks a lot madam !