બંદિશ એક, રૂપ અનેક (૮૧) : “અલબેલા સજન આયો રે” અને શ્રી સુલતાન ખાં

નીતિન વ્યાસ

‘૧૭ તાર ની સારંગી’ – ઈસવીસન ની ૧૬મી સદીની રાજસ્થાની હસ્તકલા નો નમૂનો

સાલ ૧૯૬૭ – ૬૮, રાજકોટમાં ગોંડલ રોડ વિકાસ કોર્પોરેશનમાં મારી નોકરી. આ કંપનીના માલિક શ્રી ગુલાબભાઇ પારેખ. પુરા છ હાથ ઊંચા મજબૂત બાંધો અને એટલું જ દ્રઢ તેમનું મનોબળ. સ્વભાવે “ગુલાબી”, શાસ્ત્રીય અને લોક સંગીતના શોખીન કરતાં “પેટ્રન” કહેવાય. તેના કલાકારોને માન સહિત સાચવે, કાર્યક્રમોની ગોઠવણી કરી દે. તેમના મિત્ર શ્રી ચંદ્રકાન્ત ભાઈ ભટ્ટ રાજકોટ રેડીઓ સ્ટેશનના સ્ટેશન ડાયરેક્ટર. બાજુમાં કવિ શ્રી કિરીટભાઈ રહે. ગુલાબભાઇના ઘરે સંગીતની મહેફિલની રંગત ઔર હતી. તેમના ઘરે પિયાનો હતો. શ્રી કાંતિભાઈ સોનછત્રા એ પિયાનો ઉપર જુદા જુદા રાગ વગાડવામાં માહિર.

રાજકોટ રેડીઓ સ્ટેશન પર સંગીતકારમાં રાજસ્થાન સીકર ઘરાણાના સારંગી વાદક શ્રી સુલતાન ખાન જોડાયા. અને તેમની પણ ગુલાબભાઇના ઘરે મહેફિલમાં હાજરી અવશ્ય રહેતી. પચીસ છવ્વીસના સુલતાન ખાન સ્વભાવે રમૂજી અને સંગીતમાં થતા છબરડાની વાત આનંદથી કહે.
કાંતિભાઈના પિયાનો સાથે ખાં સાહેબની સારંગીની સંગતની મજા અલૌકિક હતી.

આવી એક મહેફિલમાં શ્રી સુલતાન ખાન સાહેબ પાસેથી એક બંદિશ સાંભળેલી, “અલબેલો સાજન આયો રે”. તેમણે થોડા તળપદા મારવાડી શબ્દ સમજાવી બંદિશને ખુબ રસપ્રદ બનાવી.

પરંપરાગત સારંગી વાદકના વારસ શ્રી સુલતાન ખાન પોતાની સારંગી કેમ વધારે સુમધુર બની શકે તે માટે હંમેશા કોઈ નવા અખતરા કરતા.
રાજસ્થાનમાં વરસાદનું મહત્વ વધારે કારણ કે વર્ષા ઋતુમાં એકાદ બે થાય. એટલે તેને “કેસરિયા બાલમા પધારો મારે દેશ” કહીને આવકારાય. સમી સાંજે વરસાદ ઘેરાયો હોય અને પશ્ચિમનાં સૂરજ ના કિરણો ને લીધે જે વાદળ પર કેસરી રંગ છવાયો હોય, અથવા તો “અલબેલો સાજન આયો રે” કહીને વધાવાય. મેઘરાજાને વધામણી આપતા આ ગીતો ગવાય છે.

રાજસ્થાનમાં આવેલા જોધપુરના વતની સુલતાન ખાનના વડવાઓ પણ સારંગી વગાડવામાં માહિર. સંગીતના સો સૂરોના રંગ લહેરાવતી સુલતાન ખાન ની પ્રિય સારંગી તેમણે ૪ + ૩૩ એમ કુલ ૩૭ તારોથી મઢી હતી. અને એ વાદ્ય ને કેમ વધારે સુધારી શકાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા.

સુલતાન ખાનને કોઈ કલાકાર સાથે સંગત કરવામાં મજા આવતી.

“हम हर वक्त बाराती बनकर जाते है, कभी तो दूल्हा बने” સારંગી અસલી પહેચાન માટે ક્યારેક તો કાર્યક્રમમાં પ્રમુખ વાદ્ય જેવું સ્થાન મળે તે માટે પોતાની રીતે તૈયારી કરતા. અને એવો એક મોકો સુલતાનજીનાં જીવનમાં આવ્યો. અને એ પછી તેમને પાછું વાળીને જોયું નહિ. વાત એવી બની કે શ્રી લતાજીના કાર્યક્રમમાં તેમની સાથે સંગત કરવાનો મોકો મળ્યો. તે કાર્યક્રમ સફળ થયો લતાજીએ તેમનો આભાર માનતા શું કહ્યું હશે તેની તો ખબર નથી, પણ સુલતાન ખાને બીજે મહિને રાજકોટથી મુંબઈ રેડિયો સ્ટેશન પર પોતાની બદલી કરાવી દીધી.

તે સમયે મેવાડથી આવેલા સારંગી વાદક પંડિત રામ નારાયણની બોલબાલા હતી. પંડિતજી રાષ્ટ્રીય સ્તરે જુદા જુદા કાર્યક્રમોમાં બહુ વ્યસ્ત રહેતા. મુંબઈ હોય ત્યારે ફિલ્મ સંગીત માટે પણ સમય ફાળવતા. પંડિતજી સુલતાન ખાંના પિતાજીના મિત્ર એટલે તેઓ તેમને પિતા તુલ્ય ગણાતા. મુંબઈમાં સુલતાન ખાનને આ રીતે લતાજીનો સહકાર અને પંડિત રામ નારાયણજીના આશીર્વાદ બંને મળ્યા. સાઠ અને સિત્તેરના દાયકામાં ફિલ્મ સંગીતમાં રાગ આધારિત ગીતોનું ચલણ હતું. સંગીતકાર બર્મન, ખય્યામ અને ઓ.પી.નય્યર વગેરેએ સારંગીનો ઉપયોગ પોતાના ગીતોને કર્ણ પ્રિય બનાવવામાં ભરપૂર કરતા. આ બધાનો ભરપૂર લાભ ઉસ્તાદ સુલતાન ખાંને મળ્યો. મુંબઈમાં થોડા સમયમાં સ્થાયી થઈ ગયા.

પ્રથમ જોઈએ દૂરદર્શન ચેનલ પર ઉસ્તાદ સુલતાન ખાંનો એક ઇન્ટરવ્યૂ: નિજી જીવનમાં સારંગીનો સાથ કેટલો મહત્વનો છે તે બાબત આ ટૂંકી મુલાકાતમાં જણાવે છે::

શરૂઆત કરીએ તેમની સારંગી પર રાગ યમન, શંકરા, બિહાગ વગેરે ની રાગમાળા

સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવ; કલાકાર ઉસ્તાદ સુલતાનખાં – તબલા પર સંગત ઉસ્તાદ હુસેન: રાગ નટભૈરવ

એક સમય એવો હતો જ્યારે ફિલ્મમાં આવતાં વિરહ, જુદાઈ સાથેનાં કરુણ દ્રશ્યોને વધુ નાટ્યાતક દેખાડવા પાર્શ્વ સંગીતમાં સારંગીના સૂર છેડવામાં આવતા. આમ ગીતો સાથે પાર્શ્વ સંગીત માટે સુલતાન ખા ખુબ કાર્યરત રહેતા. શ્રી રવિશંકર, અલી અકબર ખાં, ગઝલ ગાયક મહેંદી હસન, નસરત ફતેહ અલી ખાં વગેરે સાથે તો ખરું જ, તદુપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જ્યોર્જ હેરીસન, મેડોના ઇત્યાદિ સાથે દેશ વિદેશ કોન્સર્ટમાં જવાનું – આ બધામાંથી સુલ્તાનખાં નવા ઉભરતા ગાયક ગાયીકા માટે સમય ફાળવી તેમના સંગીત આલ્બમ માટે કામ કરતા.
આ બાબતે સુલતાન ખાં આ ઇન્ટરવ્યૂમાં વાત કરે છે. શિવભક્ત રાજા રાવણે પોતાના શરીરમાંથી નસ કાઢી તેમાં થી બનાવેલ બે કે ત્રણ તાર એ લોક વાદ્ય રાવણ હથ્થાથી બત્રીશ તાર ની સારંગી ની વાત સાંભળવા જેવી છે: (PART 1)

ફિલ્મ સંગીત સાથે જોડાયેલા પ્રસિદ્ધ સંગીતકારો સાથેના તેમના અનુભવોની વાત પણ તેઓ એ કહી છે. (PART 2)

બચપણથી સંગીતનાં વાતાવરણમાં ઉછરેલા, અગિયારમા વર્ષથી વારે-તહેવારે થતા જાહેર કાર્યક્રમો ભાગ લેતા સુલતાન ખાંનો શોખ ગાયકીમાં હતો. તેમાં પણ પોતાના પ્રદેશનું લોક સંગીત હૈયે વસેલું હતું. સારંગી પર બંદિશ બજાવતા સાથે ગાવાની ટેવ હતી. ગાયન ની પદ્ધતિસર ની તાલીમ સુલતાન ખાં એ ઉસ્તાદ અમીર ખાં સાહેબ પાસેથી લીધી હતી. સુલતાન ખા કહેતા કે સારંગી ના સુર મનુષ્ય ના ગળા માંથી નીકળતા સૂરને સહુથી વધુ મળતા આવે છે.

સાંભળો તેમની રાજસ્થાની માંડની ગાયકી, “આપી રે બીના મારુ ચોમાસું યું બીતું જાય.”

“ધીમો રે ચાલે રે બાવરીઓ” – મંદ ચાલતી ખુશનુમા લહેરી સુલતાન ખાં અને સાથે તબલા પર ઝાકીર હુસેન આ ગીતનો ઉપયોગ “મકબુલ” ફિલ્મ માં થયેલ.

દક્ષિણ ભારતનાં પ્રસિદ્ધ ગાયીકા શ્રીમતી ક્રિષ્નન નાયર શાંતા કુમારી ચિત્રા (Smt. K. S. Chitra) અને ઉસ્તાદ સુલતાનખાં નું પ્રસિધ્ધ આલ્બમ. “પિયા બસંતી”

એક સરસ આલ્બમ છે સુનિધિ ચૌહાણ, શ્રેયા ઘોષાલ અને ઉસ્તાદ સુલતાન ખાં અને સંગીતકાર શ્રી સલીમ મર્ચન્ટ

આંતરરાષ્ટ્રીય ફલક પર ઉસ્તાદ સુલતાન ખાં

વિશ્વ સંગીત માં પોતાના વાદ્ય સારંગીની ઓળખ અને લોકપ્રિયતા વધે તે માટે ખ્યાતિમાન તબલાવાદક શ્રી ઝાકીર હુસેન અને શ્રી કાર્ષ કાલે સાથે કાર્યક્રમમાં ભાગ લેવા નું શરૂ કર્યું. સિમ્ફની ઓરકેસ્ટ્રા સાથે પણ વગાડ્યું.

“સાઉન્ડ અને સ્ટેજ કોન્સર્ટ” – કાર્ષ કાલે (ઉત્કર્ષ કાળે), સુલતાન ખાં અને ઝાકીર હુસેન

“ગોરી તોરે નૈના કજર બિન કાલે” ઉસ્તાદ સુલતાન ખાં, ગિટારિસ્ટ બિલ લેસવેલ, તબલા પર ઝાકીરભાઈ અને ડ્રમ – શ્રી કાર્ષ કાલે

“Talamanam Sound Clash”
આંતરરાષ્ટ્રીય સ્તરે સાન ફ્રાન્સિસ્કોમાં માં યોજાયેલા આ કોન્સર્ટમાં અન્ય નામી કલાકારો સાથે ઉસ્તાદ સુલતાન ખાં

આજની બંદિશ “અલબેલો સાવન આયો રે”, રાગ અહીર ભૈરવ

શરૂઆત કરીએ રાજસ્થાનના લોક સંગીતથી:

શ્રી ખેતા ખાન અને સાથીદારો

રાજસ્થાની બંસરી વાદક શ્રી મહંમદ રઈસ .

શાસ્ત્રીય અને હળવા સંગીતના દિગ્ગજ કલાકારો:

એક જુગલબંધી ઉસ્તાદ રશીદ ખાં અને પંડિત હરિહરન

શ્રી કૌશિકી ચક્રવર્તી

શ્રી રાહુલ દેશપાંડે

શ્રી પાર્થિવ ગોહિલ

શ્રી ઐશ્વર્યા મજમુદાર

શ્રી રાહત ફતેહ અલી ખાં અને શ્રી રશીદ ખાં

સંગીત સ્પર્ધાના કલાકારો:

સાલ 2014 નાં “સારેગમ લીટલ ચેમ્પ” સંગીત સ્પર્ધામાં 10 વર્ષની દીકરી એ અહીર ભૈરવ કમાલ નો ગાયો છે. આ ઉભરતી ગાયિકાનું નામ છે કુ. અરુણિતા કાનજીલાલ:

“Indian Idol 2021” માં કુ. અંજલિ ગાયકવાડ:

ફિલ્મમાં આ જ બંદિશ: .

ઉસ્તાદ સુલતાન ખાં, શંકર મહાદેવન અને કવિતા કૃષ્ણ મૂર્તિ “હમ દિલ દે ચૂકે સનમ”

“બાજીરાવ મસ્તાની” ગાયકો શશી સુમન, કુણાલ પંડિત, પૃથ્વી ગાંધર્વ, કનીકા જોશી,

આ જ બંદિશની અન્ય પ્રસ્તુતિ

ફૉક સ્ટુડિયો – બંગાળ

શ્રી પ્રણતી શાહનુ ફ્યૂઝન

તારીખ ૨૮ મી નવેમ્બર ૨૦૧૧ પદ્મભૂષણ શ્રી સુલતાન ખાં, વિશ્વપ્રસિધ્ધ સારંગી વાદક નું મુંબઈ ખાતે નાણાવટી હોસ્પિટલ જતા રસ્તામાં જ અવસાન થયું. તેઓ કેટલાક સમયથી કિડની ના રોગો થી પીડાતા હતા.” કેટલાય દેશોમાં જુદી જુદી ભાષા ના અખબારમાં આ સમાચાર છપાયા. અમેરિકાના ન્યૂ યોર્ક ટાઈમ્સ અને ઈંગ્લેન્ડ નાં ગાર્ડિયન અને બી,બી,સી, ઉપર પણ આ માઠા સમાચાર પ્રસિદ્ધ થયા. તેમની અંતિમ ક્રિયા તેમના ગામ જોધપુર માં કરવામાં આવી.

તેમના પુત્ર દિલશાદ ખાં પણ સારંગી બજાવવા માં બહુ કાબેલ છે. તેમણે પિતાશ્રી ની યાદ મા એક “વિરાસત ફાઉન્ડેશન” શરૂ કર્યું છે. જે યુવા સંગીતકારોને ઘણી રીતે મદદ કરે છે .

પ્રસ્તુત છે રાજસ્થાન માં ગવાતું એક હાલરડું “સો જા રે તને લોરી સુનાઉં” ગાયન અને સારંગી ઉસ્તાદ સુલતાન ખાં અને તબલા પર શ્રી ઝાકીર હુસેન,

રાગ કૌશિકી કાનડા અને મિશ્ર ભૈરવ:

અંત માં પ્રસ્તુત છે એક ‘બેલે’. કલાકારો છે પ્રીતિ, શ્વેતા અને સાધ્વી. “સુપર ડાન્સર” કાર્યક્રમમાં લાઈવ રેકોર્ડિંગ. નૃત્ય નિર્દેશન અને રજૂઆત અદ્ભૂત છે:


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

8 thoughts on “બંદિશ એક, રૂપ અનેક (૮૧) : “અલબેલા સજન આયો રે” અને શ્રી સુલતાન ખાં

 1. Amazing to listen Sultan khan saheb and all others for one of my favorite……
  “Dheemi re chal……..and albela sajan ago ri….by others

  Enjoy reading posts of webgujarati.com. Great research on any and all subject.

 2. Respected Shri Saryuben, Ilaben and Dr. Bharat Bhatt, Thank you very much for comments and responses. Actually I very much respect & love to read your messages. This gives encouragement to write more.
  My regards,
  Neetin Vyas

 3. નિતીનભાઈ,
  ખૂબ સુ.દર ઉસ્તાદ સુલતાન ખા સાહેબ ની સારંગી જુદા જુદા રાગમાં ,અને ઉસ્તાદ સાહેબની ગાયકી સાંભળી સવાર સુધરી ગઈ
  આપના સંસોધનને સો સો સલામ.

  1. તમારી કૉમેન્ટ નો હું આદર કરું છું. મારો દિવસ પણ સુધારી ગયો. Thank you.

 4. Ustad Sultan Khan Saheb remained so humble inspite achieving great heights in one of the difficult instrument Sarangi.. we thoroughly enjoyed the whole research and attached performances.. 🙏

 5. નીતિનભાઈ તમે તો અલબેલા સજન નો આખો રસથાળ પીરસી દીધો તેમાંય ઉસ્તાદ સુલતાનખાન નો સંદર્ભ વણી ને આખી વાત Comprehensive બનાવી દીધી એટલે વિશેષ મઝા આવી.
  ઉસ્તાદજી વિષે ઘણી નવી બાબતો જાણવા મળી. તમારું સંશોધન તલસ્પર્શી અને લખેલી વાતો અધિકૃત હોયછે.
  લગે રહો નીતિનભાઈ

Leave a Reply

Your email address will not be published.