લુત્ફ-એ-શેર: મણકો # ૬૪

ભગવાન થાવરાણી

શકેબ જલાલી અલીગઢની બાજુમાં આવેલા જલાલ ગામના હતા. શકેબ ( અથવા શકીબ ) નો અર્થ થાય ધૈર્ય અથવા સહનશીલતા પરંતુ વિડંબના જૂઓ કે શકેબ સાહેબ સ્વયં જીવન-જ્યોતની આંચ સહન ન કરી શક્યા અને માત્ર બત્રીસ વર્ષની વયે આત્મહત્યા કરી બેઠા !

એમની નિરાશાવાદી માનસિકતા એમના અનેક શેરોમાં પણ ઝલકે છે. જેમ કે આ શેર :

બસ એક રાત ઠહરના હૈ ક્યા ગિલા કીજે
મુસાફિરોં કો ગનીમત હૈ યે સરાય બહુત ..

અને આ બે શેર તો નૈરાશ્યથી વધુ લથબથ છે :

જહાં તલક ભી યે સહરા દિખાઈ દેતા હૈ
મેરી  તરહ  હી  અકેલા  દિખાઈ  દેતા હૈ

ભીગી હુઈ એક શામ કી દહલીજ પે બૈઠે
હમ દિલ કે સુલગને કા સબબ સોચ રહે હૈં

પરંતુ હું જે શેરની વાત કરવા માંગું છું તે છે આ :

સોચો  તો  સિલવટોં સે  ભરી હૈ તમામ રૂહ
દેખો તો એક શિકન ભી નહીં હૈ લિબાસ મેં ..

આત્મા – રૂહમાં કરચલીઓ ! આ કલ્પન જ કેવું તાજગીસભર છે ! શકેબ સાહેબને અભિપ્રેત છે તે એ કે અંદરથી પૂરેપૂરો ગૂંચવાાયેલો ઈંસાન બહારથી કેવો સાફસુથરો અને આકર્ષક દેખાવાનો ડોળ કરે છે ! મજાલ છે કોઈની કે ઓળખી લે માલી કોર વ્યાપ્ત ઘોર અરાજકતાને ! ઘણી ઈમારતો પણ બહારથી કેવી મનમોહક લાગે છે રંગરોગાનને કારણે, પણ નજીક જઈને સ્હેજ અડો – થપથપાવો ત્યાં પોપડા ખરવા લાગે અને જો ભૂલેચુકે પણ એની અંદર ડોકિયું કરી બેઠા તો તો બસ અલ્લાહ હાફિઝ ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

9 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૬૪

 1. વાહ! કેટલી સરસ વાત “સિલવટો સે ભરી રૂહ!” બહારથી ગમે તેટલાં સજો ધજો પણ અંદર થી કેટલીય નકારાત્મકતા,અરાજકતા ભરી પડી હોય તેનો શો મતલબ? ડ્રોઇંગ રુમ ની સજાવટ જેવી વાત છે આ. ખુબ જ સરસ અને સાચી વાત કરી છે સર. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર. 🙏🙏🙏

 2. सोचो तो…..देखो तो…. शेर ग़ज़ब का है..मगर सिलवटें रूह में होती है क्या ? सिलवटें तो दिलोदिमाग में होती है….

  1. बात तो पत्ते की है.
   कवि को शायद मन या ZEHAN अभिप्रेत है .
   आभार.

 3. વાહહહ. “”””””*સોચો તો અને દેખો તો* “””””” શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે અહીં
  ‘જો’ વિચારીએ તો અને ‘જો’જોઈએ તો ..
  વિચારીએ તો કરચલીયાળી રૂહ છે..
  આમ જોઈએ તો તે ઈસ્ત્રીબંધ છે…

  વાહ સર….. શેર ની પસંદગી માટે અભિનંદન

 4. A very nice sher. Very good “Arthghatan”. Ruh:- Soul(Atma) is an immortal ansh of Paramatma(God )which is Chetna of all living entity. Soul has two form , as explained by Lord Krishna in Greta,one is in spiritual form, which is not affected by Bhaktik trigun(satsva,rajas&tamas)another is in materialistic world which is “Baddh”(bonded)with these triguna , and this state is phisycally labelled as wrinkle on soul, soul tries to be free from this bond , by not giving importance to bhatik achar- Bihar And seeking guidance of Parmatma who is staying in every heart (dil ki suno)to attain spiritual form. This process of transformation is lasting from single life to many many lives. Basically soul is immortal can’t be killed, it just changes physical structure (body)as per karma done by “ Baddha state in certain body in which it staying as Chetana .

Leave a Reply

Your email address will not be published.