कीर्तन:- हौं इक नई बात सुनि आई ।
राग:- रामकली, मल्हार
हौं इक नई बात सुनि आई ।
महरि जसौदा ढोटा जायों, घर घर होति बधाई ।।
द्वारैं भीर गोप गोपिनी की, महिमा बरनि न जाई ।
अति आनंद होत गोकुल मैं, रतन भूमी सब छाई ।।
नाचत वृध्ध, तरुन, अरु बालक, गोरस कीच मचाई ।
વિશ્લેષણ:-
કોઈ ગોપી કહે છે કે; સખી મે એક નવીન વાત સાંભળી છે કે આ દિવસોમાં વ્રજરાજ શ્રી નંદજીને ત્યાં પુત્ર ઉત્પન્ન થયો છે જેને લોકો કનૈયાને નામે ઓળખે છે. નંદજીને ત્યાં નગાડા, ઢોલક, શૃંગ, મૃદંગ, શહનાઈ આદી પ્રકારનાં વાદ્યો વાગી રહ્યાં છે. વ્રજરાજ અને વ્રજરાણી આજે આખું હાટ (બઝાર) ઉપહારમાં લૂંટાવી રહ્યાં છે. એમનાં હૃદયમાં તો આનંદ સમાતો નથી. તેથી સખી ! જરા જલ્દી કરો ! આપણે બધાં પણ એકત્ર થઈ ત્યાં જઈએ. આ સાંભળી કોઈએ આભૂષણ પહેરી લીધાં, કોઈ પહેરાવવા લાગી, કોઈ જેમ હતી તેમ જ જવા માટે તત્પર થઈ ગઈ અને કોઈ આટલું સાંભળતાં જ કોઈ ભીતરમાં દોડી ગઈ અને સ્વર્ણ થાળમાં દૂર્વા અને ગોરોચન લઈ વધાઈનાં સુંદર ગીત ગાતી ગલીમાં નીકળી પડી તો તેની સાથે સાથે અન્ય ગોપીઓ પણ નાના પ્રકારનાં શૃંગાર કરી નંદભવન તરફ નીકળી પડી. ટોળે મળીને જતી આ ગોપીઓ કેવી લાગે છે તે માટે કોઈ ઉપમા નથી. દેવતાઓ વિમાનો પર ચઢીને આ આનંદને જોવા માટે જય જયકાર કરતાં આવી રહ્યાં હતાં. સૂરદાસજી કહે છે કે, મારા પ્રભુ ભક્તોને માટે હિતકારી છે તથા દુષ્ટોને માટે દુઃખદાયક અને તેમનો વિનાશ કરનારા છે.
પ્રાચીન શાસ્ત્રોમાં નાદ અને વાદ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં છે,
૧) તત્ વાદ્ય:- વીણા, તાનપુરા, તંબૂરા, સ્વર મંડલ, શ્રી મંડલ, અમૃત કુંડલી, રવાબ, પિનાક, સારંગી, મયૂરવીણા, જંત્ર.
૩) અવનદ્ધ વાદ્ય:- મૃદંગ, ઢોલ, નગારા, દુંદભી, ડફ નિસાન, ખંજરી, મુરજ, પખાવજ, મદિલરા, રૂંજ, આવજ, ઢપ, ઉપગ, ચંગ.
૪) ઘનવાદ્ય:- ઝાંઝ, જલ તરંગ, કરતાલ, ધોસા, ખડતાલ, ઘંટા, તાલ, ઝાલર, દુવારી, પખવાજ, કિન્નરી, ડિમડિમ, ગિડગિડી, યારી.
૨) ચોથા નાદમાં આવે છે સૂર અને સ્વર એટ્લે કે કીર્તન અને ગાનનો આરંભ કરી શ્રીજીને જગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.
૩) અંતે આવે છે શહેનાઈ. શ્રીના જાગ્યાં પછી મંગલ ભોગ આવવાની તૈયારીઓ જ્યારે ચાલતી હોય ત્યારે આવે છે શહેનાઈવાદન. શહેનાઈ વાદનનો અર્થ છે કે રાજાધિરાજ જાગી ચૂક્યાં છે તેની સૂચના. ( શહેનાઈ વાદનની પ્રક્રિયા મુખ્યમંદિર શ્રીનાથદ્વારામાં જોવા મળે છે. )