અનિલ ચાવડા
સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું
ત્યાં જ કરી ‘ચીં…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
મને થયું કે લાવ હવાના કાગળ પર કંઈ ચીતરું
ધોયેલા કપડાં નીતરે છે એ રીતે હું નીતરું
માંડ મૌનના ગુલમ્હોરોમાં થ્યો’તો મ્હોરું મ્હોરું
ત્યાં જ કરી ‘ચીં…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
એક પડ્યું ટીપું ત્યાં આખો દરિયો કાં ડહોળાય?
સમજી સમજી થાક્યો તોયે કશું જ ના સમજાય
અણસમજણની શગને હું સંકોરું ના સંકોરું
ત્યાં જ કરી ‘ચીં…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
અનુવાદ:
In a room in solitude
પંચમ શુક્લ
In a room in solitude was painting some silence,
At once a chirping sparrow came and beaked a void intense!
I thought that I should paint something on canvas of the air,
Like an oozing laundry should I also ooze on chair?
When I was on the verge of blooming buds-of-true-silence;
At once a chirping sparrow came and beaked a void intense!
A drop dribbled from no where and why ocean came in storm?
I banged my head so hard on thought, though nothing came in form,
Admitting my lack of sense I tried to shape incense;
At once a chirping sparrow came and beaked a void intense!
અનિલ ચાવડા
૨૦૦૪માં ‘કવિલોક’માં તેમની ગઝલ પહેલી વખત પ્રકાશિત થઈ. પછી તો ગુજરાતી સાહિત્યના જાણીતા સામયિકો જેવાકે ગઝલવિશ્વ, ધબક, શબ્દસૃષ્ટિ, કવિલોક, કુમાર, નવનીત સમર્પણ, પરબ, અને શબ્દસરમાં પ્રકાશિત થતી રહી. ૨૦૦૭માં સંયુક્ત સંગ્રહ ‘વીસ પંચા’માં ગુજરાતી યુવા કવિઓ અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ, હરદ્વાર ગોસ્વામી, અને ચંદ્રેશ મકવાણા સાથે પ્રકાશિત થયો. ૨૦૧૪થી દર રવિવારે સંદેશ છાપામાં તેમની ‘મનની મોસમ‘ કૉલમ નિયમિત આવે છે.
15 ફેબ્રુઆરી, 2012માં તેમનો પહેલો ગઝલ સંગ્રહ ‘સવાર લઈને‘ પ્રકાશીત થયો. તેમની ગઝલોના મૂળભૂત તત્વોમાં પોતાની હતાશા, દુઃખ અને કટાક્ષ રહ્યા છે. તેમની ગઝલની ભાષા સાદી, વાચક ભોગ્ય, સ્પષ્ટ અને તાજગીભર્યો પ્રાકૃતિક કાવ્ય પ્રવાહ કથા વસ્તુમાં પણ વણી લેવાયો હોય છે. ગુજરાતી ગીતોમાં પણ તેમનુ મહત્વનું પ્રદાન છે. તેમના ગીતો નોંધનીય છે.
પંચમ શુક્લ :
પંચમ શુક્લ કવિતાનો શબ્દ માના ઉદરમાંથી સંભળાતા રહ્યા. ઘરમાં જ તેમના કાકા શ્રી રાજેન્દ્ર શુક્લની કવિતાઓ અને તેમને મળવા આવતા સાહિત્ય પ્રેમીઓની ચર્ચાઓ ઉપરાંત ધાર્મિક ગ્રંથો, શ્લોકો, ભજનોનું અપાર સાહિત્ય કાને પડતું રહ્યું.
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com