નિરંજન મહેતા
આ વિષયને લગતા ગીતોનો પહેલો ભાગ ૨૫.૦૬.૨૦૨૧ના રોજ મુકાયો હતો. આ લેખમાં ત્યાર પછીના વર્ષોના ગીતો રજુ થયા છે.
૧૯૬૭ની ફિલ્મ ‘મયખાના’માં એક વિરહરૂપી ગીત છે
ये तमन्ना रही उन के आने की
આ ફક્ત ઓડીઓ છે જેમાં આશા ભોસલેનો સ્વર સંભળાય છે. ફિલ્મના કલાકાર તરીકે ઝેબ રહેમાનનું નામ છે. ગીતકાર કેદાર શર્મા અને સંગીત આપ્યું છે ભૂષણે.
૧૯૬૮ની ફિલ્મ ‘સાથી’નું આ ગીત બે વ્યક્તિઓની લાગણીને ઉજાગર કરે છે
मेरा प्यार भी तू है ये बहार भी तू है
तू ही नजरो में जान-ऐ-तमन्ना
રાજેન્દ્રકુમાર અને વૈજયંતીમાલા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપૂરી. સંગીત છે નૌશાદનું. ગાયક કલાકારો મુકેશ અને સુમન કલ્યાણપુર
૧૯૬૯ની અન્ય ફિલ્મ ‘ઇન્તેકામ’નું ગીત છે
जो उन की तमन्ना है बर्बाद हो जा
तू ए दिल मुहब्बत की किस्मत बना दे
રાજેન્દ્ર કૃષ્ણના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીત સંજયખાન પર રચાયું છે. પોતાની વેદના તે વ્યક્ત કરે છે સાધનાને સંબોધીને.
૧૯૬૯ની જ ફિલ્મ ‘કન્યાદાન’નું ગીત જોઈએ. આ ગીતમાં તમન્નાનો પર્યાય આરઝુ શબ્દ લેવાયો છે.
पराई हु पराई मेरी आरजू न कर
ना मिल सकूंगी तुज को मेरी जुस्तजू न कर
આ નકારાત્મક નૃત્યગીત આશા પારેખ પર રચાયું છે જે શશીકપૂરને ઉદ્દેશીને ગવાયું છે. હસરત જયપુરીના શબ્દો અને શંકર જય્કીસંનું સંગીત. સ્વર લતાજીનો.
૧૯૭૦ની ફિલ્મ ‘હોલી આઈ રે’નું ગીત છે
मेरी तमन्नाओ की तक़दीर तुम सवार दो
प्यासी है जिंदगी और मुजे प्यार दो
મુકેશના સ્વરમાં ગવાયેલ આ ગીત પ્રેમેન્દ્ર પર રચાયું છે. શબ્દો છે ઇન્દીવરના અને સંગીત કલ્યાણજી આણંદજીનું.
૧૯૭3ની ફિલ્મ ‘હસ્તે જખમ’નું આ ગીત એક વિરહગીત ગણી શકાય તેવું છે.
बेताब दिल की तमन्ना यही है
तुम्हे चाहेंगे तुमे पूजेंगे
પ્રિયા રાજવંશ પર રચિત આ ગીતને સ્વર આપ્યો છે લતાજીએ. કૈફી આઝમીના શબ્દો અને મદન મોહનનું સંગીત
૧૯૭૪ની ફિલ્મ ‘આવિષ્કાર’ના આ દર્દભર્યા ગીતમાં ‘તમન્ના’ના અર્થમાં ‘ચાહ’ શબ્દ વપરાયો છે.
हँसने की चाह ने कितना मुझे रुलाया है
યાદોમાં ખોવાયેલ રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર પર આ પાર્શ્વગીત રચાયું છે જેને હલક્ભાર્યો સ્વર આપ્યો છે મન્નાડેએ. કપિલકુમારના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે કનું રોયે.
૧૯૭૪ની એક અન્ય ફિલ્મ ‘હીરા પન્ના’નું ગીત છે
पन्ना की तमन्ना है के हीरा उसे मिल जाए
દેવઆનંદ અને ઝીનત અમાન આ ગીતના કલાકારો છે. ગીતના રચયિતા આનદ બક્ષી અને સંગીતકાર આર. ડી. બર્મન. ગાયક કલાકારો કિશોરકુમાર અને લતાજી.
૧૯૮૨ની ફિલ્મ ‘નિકાહ’માં પણ આ ગીતમાં તમન્ના માટે આરઝુ શબ્દ લેવાયો છે.
दिल की आरजू थी की दिलरुबा मिले
लो बन गया नसीब के तुम हम से मिले
રાજ બબ્બર અને સલમા આગા પર રચાયેલ આ ગીતના શબ્દો છે હસન કમાલના અને સંગીત છે રવિનું. સ્વર આપ્યો છે મહેન્દ્ર કપૂર અને સલમા આગાએ.
૧૯૮3ની ફિલ્મ ‘રઝીયા સુલતાન’માં પણ આરઝુ દર્શાવાઈ છે.
ए दिल-ऐ- नादान ए दिल-ऐ- नादान
आरजू क्या है जुस्तजू क्या है.
ધર્મેન્દ્રની યાદમાં હેમા માલિની આ ગીત ગાય છે જેને સુમધુર સંગીત આપ્યું છે ખય્યામે. શબ્દો જાન નિસાર અખ્તરના અને મધુર સ્વર લતાજીનો.
૧૯૮૫ની ફિલ્મ ‘તવાઈફ’માં પણ એક વિરહી પ્રેમીના મનોભાવ વ્યક્ત કરતુ ગીત છે
तेरे प्यार की तमन्ना गमे जिन्दगी के साए
बड़ी तेज़ आंधिया है ये चिराग बुज़ न जाए
વિરહી છે રિશી કપૂર. ગીતના શબ્દો છે હસન કમાલના અને સંગીત રવિનું. સ્વર છે મહેન્દ્ર કપૂરનો.
૧૯૯૧ની ફિલ્મ ‘સાજન’ના ગીતમાં માધુરી દિક્ષિતને મળવાની ઉત્કંઠામાં સલમાન ખાન ઝૂમી ઉઠે છે અને ગાય છે
तुम से मिलने की तमन्ना है प्यार का इरादा है
ગીતને સ્વર આપ્યો છે એસ. પી. બાલાસુબ્રમણ્યમે જેના શબ્દો છે સમીરના અને સંગીત નદીમ શ્રવણનું.
૧૯૯૭ની ફિલ્મ ‘યસ બોસ’માં પણ આરઝુ શબ્દનો ઉપયોગ કરાયો છે
मै कोई ऐसा गीत गाऊ के आरजू जगाऊ अगर तुम कहो
શાહરૂખ ખાન અને જુહી ચાવલા આ ગીતના કલાકારો છે. ગીતકાર જાવેદ અખ્તર, જેને સંગીત આપ્યું છે જતિન લલિતે. ગાનાર કલાકારો અભિજિત અને અલકા યાજ્ઞિક.
૨૦૦૧ની ફિલ્મ ‘લવસુધા’નું ગીત એક જુદા પ્રકારની તમન્ના દર્શાવે છે. બેચલર પાર્ટીમાં ગવાતા આ ગીતના શબ્દો છે
आज फिर पिने की तमन्ना है
ગિરીશકુમાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે કુમાર અને સંગીત આપ્યું છે પરિચયે. યુગલ સ્વર છે વિશાલ દાદલાની અને પરિચયના.
૨૦૧૧ની ફિલ્મ ‘ફોર્સ’માં એક પાર્શ્વગીત છે જે જોન અબ્રાહમ અને જેનેલિયા ડિસોઝા પર રચાયું છે જેમાં તેમના મનોભાવ વ્યક્ત કરાયા છે.
ना तू बताये ना मै कहू जो तेरे मेरे दिल की है तमन्ना
જાવેદ અખ્તરના શબ્દોને સંગીત આપ્યું છે હેરીસ જયરાજે. ગાનાર કલાકારો નેહા ભસીન, શાલીની સિંઘ અને વિજય પ્રકાશે.
આગલા લેખમાં એક ગીતનો ઉલ્લેખ હતો
सरफरोशी की तमन्ना अब हमारे दिल मै है
આ જ ગીત ત્યાર બાદ એક કરતા વધુ ફિલ્મોમાં મુકાયું છે પણ તે દરેકનો ઉલ્લેખ ન કરતાં આ નોંધ જાણ ખાતર મૂકી છે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com