૧૦૦ શબ્દોની વાત : અણધાર્યા પથ પર કદમ કેમ માંડી શકીશું?

તન્મય વોરા

આપણે નિર્ણય કરીએ, અનુભવીએ, શીખીએ, અને પછી અપનાવી લઈએ.

આપણે જે અપેક્ષા કરી હતી તે મુજબ જ આપણા નિર્ણયનું પરિણામ આવશે તે કહેવું હંમેશાં મુશ્કેલ છે. નિર્ણયના અમલ પહેલાં જરૂરી બધા જ વિચારોને ચકાસી ચુક્યાં હોઈએ તેમ છતાં સફળતાનો આધાર એ સમયના ગતિશીલ સંદર્ભ પર પણ રહે છે.

આપણા નિર્ણયો વિશેનો આપણો દૃષ્ટિકોણ બદલીએ તો? સાચાં અને ખોટાંની અમુક જ વ્યાખ્યાઓથી આઘાં ખસીને પ્રક્રિયાઓ પર જ ભરોસો કરીએ તો?

નવી તકો માટે, અને નવું શીખી શકવા માટે, આપણે તો જ તૈયાર રહી શકીશું.

તે સિવાય અણધાર્યા પથ પર કદમ કેમ માંડી શકીશું? અને, તે સિવાય નવું શીખી પણ કેમ શકીશું?


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.