વ્યંગ્ય કવન (૬૧) ; મને સાથે લઈ જાવા દો

સરયૂ પરીખ

કરી મંત્રણા લાભ લાલચેસંતાડીને હર્યા કર્યું.
   ભંડારો ઊંડા ખોદાવી ઠાંસી છાનું ભર્યા કર્યું.
મને થાય કે આવો માણસ, હતો કદીયે નાનો બાળ?
  નિર્મમ, નિર્મળ, હતી કદીયે એની આંખે અશ્રુ ધાર?
કપટી લંપટ અંધાપો જે નથી દેખતો પરનું  દુઃખ.
    અનુભવ તેણે કર્યો હશે શું દિલસોજી દેવાનું સુખ?
કરી લેભરી લેસોદા કરી લેલૂંટીને કો મુખનું નૂર,
    કટાક્ષ કરતી કુદરત દેખેભુલી ગયો મૈયત દસ્તૂર!
જાવાનું છે નક્કીના  લઈ જાશે જોડે પૈસો એક,
    વીજળીના ઝબકારા જેવો કાળ હુંકાર અજાણ્યો છેક!
ચાલબાજ શું યમને પૂછશે! “નગદ મને લઈ જાવા દો,
       ત્રીસ ટકા હું આપું તમનેમને સ્વર્ગમાં રહેવા દો.”

સરયૂ પરીખ : saryuparikh@yahoo.com


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.