તમન્નાને લગતા ફિલ્મીગીતો – धड़कते दिल की तमन्ना

નિરંજન મહેતા

ફિલ્મીગીતોમાં કોઈકને કોઈની તમન્ના એટલે કે આશા હોય છે તેમાય મોટા ભાગે પ્રેમીને પ્રેમિકા પાસેથી તો પ્રેમિકાને પ્રેમી પાસેથી. એમ તો અન્ય રીતે પણ પોતાની ઈચ્છા પ્રગટ થતી હોય છે. આવા કેટલાક ગીતોનો આ લેખમાં ઉલ્લેખ છે.
૧૯૪૫ની ફિલ્મ ‘કુરુક્ષેત્ર’નું ગીત એક વિરહીની વેદનાને વાચા આપે છે

किधर है तू मेरी तमन्ना

ગીતના શબ્દો જામીલ મઝારીના અને સંગીત પંડિત ગણપતરાવનું. અદાકાર અને ગાયક કે.એલ.સાયગલ

૧૯૪૭ની ફિલ્મ ‘મઝધાર’નું ગીત એક ખુશીનું ગીત છે જેનો ફક્ત ઓડીઓ પ્રાપ્ત છે.

जिस को मिलने की तमन्ना थी वो प्यारा मिल गया

શામ્સ લખનવીનાં શબ્દોને સંગીત આપ્યું છે ગુલામ હૈદરે. ગાયક ખુર્શીદ

૧૯૪૮ની ફિલ્મની ‘સેહરા ‘નું ગીત પણ એક વેદનાસભર છે.

हसने की तमन्ना बर्बाद है

ભાગવત દત્ત મિશ્રાના શબ્દોને સંગીત આપ્યું છે એસ. મોહિન્દરે. કલાકર અને ગાયક અરુણકુમાર, આ ગીતનો પણ ઓડીઓ પ્રાપ્ત છે.

૧૯૫૪ની ફિલ્મ ‘બાજુબંધ’માં એક મુજરા ગીત છે

मेरी वोही तमन्ना हो तेरे वोही बहाने

નૃત્યના કલાકાર રૂપમાલા જેના શબ્દો છે પ્રેમ ધવનના અને સંગીત મોહમ્મદ શફીનું. ગાયિકા લતાજી.

૧૯૫૫ની ફિલ્મ ‘ચંદ્રકાન્તા’નું આ ગીત એક નિરાશાજનક ગીત છે

मैंने चाँद और सितारों की तमन्ना की थी
मुज को रातो की सियाही के सिवा कुछ न मिला

ગીતના કલાકારો ભારતભૂષણ અને બીના રોય. ગીતના શબ્દો સાહિર લુધિયાનવીના અને સંગીત એન. દત્તાનું. સ્વર રફીસાહેબનો.

૧૯૬૧ની ફિલ્મ ‘શમા’નું ગીત છે જે એક નારીની લાગણીને વ્યક્ત કરે છે.

धड़कते दिल की तमन्ना हो मेरा प्यार हो तुम

નિમ્મી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે કૈફી આઝમી અને સંગીત છે ગુલામ મોહમ્મ્દનું. મધુર સ્વર છે સુરૈયાનો.

૧૯૬૧ની ફિલ્મ ‘સંજોગ’માં અતીત યાદ આવતા અનીતા ગુહા ગાય છે

वो भूली दासता लो फिर याद आ गयी

બીજા અંતરામાં શબ્દો છે

उम्मोदो के हसी मेले तमन्नाओ के वो रेले

ગીતને સ્વર આપ્યો છે લતાજીએ જેના શબ્દો રાજીન્દર કૃષ્ણના અને સંગીત મદન મોહનનું.

૧૯૬૩ની ફિલ્મ ‘ગ્યારહ હજાર લડકિયા’નું એક મસ્તીભર્યું યુગલ ગીત છે.

हो दिल की तमन्ना थी मस्ती में
मंजिल से भी दूर निकलते
अपना भी कोई साथी होता

કલાકારો ભારતભૂષણ અને માલા સિંહા. સંગીત એમ દત્તાનું અને શબ્દો મજરૂહ સુલ્તાનપુરીના સ્વર આશા ભોસલે અને રફીસાહેબ્ના

આ જ ગીત બીજીવાર પણ આવે છે જે દર્દભર્યું છે. આ ગીત ભારતભૂષણ પર રચાયું છે જેને સ્વર આપ્યો છે રફીસાહેબે. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ.

૧૯૬૪ની ફિલ્મ ‘આપ કી પરછાઈયા’ નું એક છેડછાડભર્યું ગીત છે

येही है तमन्ना तेरे दर के सामने
मेरी जान जाये

ગીતમાં સુપ્રિયા ચોધરીની છેડછાડ કરે છે ધર્મેન્દ્ર. શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના અને સંગીત મદન મોહનનું. રફીસાહેબનો સ્વર.

૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’નું આ મસ્તીભર્યું ગીત એક મુક્ત થયેલ વ્યક્તિની મનોભાવના પ્રગટ કરે છે જે આજે પણ સાંભળીને મન આનંદિત થઇ જાય છે.

कांटो से खिंच के ये आँचल
तोड़ के बंधन बाँधी पायल
……………..
आज फिर जीने की तमन्ना है

આ લહેરાતું ગીત વહીદા રહેમાન પર રચાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત સચિન દેવ બર્મનનું. સ્વર લતાજીનો.

૧૯૬૫ની જ અન્ય ફિલ્મ ‘શહીદ’નું આ ગીત દેશભક્તિના ગીત તરીકે આજે પણ યાદ કરાય છે

सरफरोशी की तमन्ना अब हमारे दिल मै है

જેલમાં કેદ મનોજકુમાર અને સાથીઓ પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે રામપ્રસાદ બીસ્મિલનાં અને સંગીત પ્રેમ ધવનનું. ગાનાર કલાકારો મન્નાડે, રાજેન્દ્ર મહેતા અને રફીસાહેબ.

૧૯૬૭ની ફિલ્મ ‘ફર્ઝ’ના ગીતમાં તમન્નાનો પર્યાય આરઝુ શબ્દ વપરાયો છે. બબિતાનાં જન્મદિવસની ઉજવણીમાં જીતેન્દ્ર ગાય છે

बार बार ये दिन आये बार बार दिल ये गाये
तुम जियो हजारो साल ये हे मेरी आरझु

ગીતકાર આનદ બક્ષી અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું જેને સ્વર આપ્યો છે રફીસાહેબે.

૧૯૬૭ની ફિલ્મ ‘કહી દિન કહી રાત’નું ગીત પણ છેડછાડભર્યું છે.

हो यारो की तमन्ना है तेरी जुल्फों में फस जाए

સાઈકલ સવાર જોની વોકર પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે અઝીઝ કાશ્મીરીના અને સંગીત ઓ.પી નય્યરનું, સ્વર છે રફીસાહેબનો.

લગભગ આટલા જ ગીતો હજી બાકી છે જે હવે પછીના લેખમાં.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

1 thought on “તમન્નાને લગતા ફિલ્મીગીતો – धड़कते दिल की तमन्ना

Leave a Reply

Your email address will not be published.