કાચની કીકીમાંથી : તસવીરમાં રસબિંદુ

ઈશાન કોઠારી

મારે હમણાં દસેક દિવસ માટે નડિયાદ રહેવાનું થયું. નડિયાદ અને મહેમદાવાદ એવાં સ્થળ છે જ્યાં  હંમેશા મને ફોટોગ્રાફી કરવી ગમે છે. હું પોળ, શેરીઓ અને દરવાજાઓના ફોટા પાડીને  કંટાળ્યો હતો.  શું અલગ કરવું તે સૂઝતું ન હતું.

અમને ફોટોગ્રાફીનો એક નિયમ શીખવવામાં આવ્યો હતો કે કોઈ પણ ફોટામાં પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ/રસબિંદુ હોવું જોઈએ. એટલે કે આખા ફોટામાં કોઈ એક વસ્તુ એવી હોવી જોઈએ જે ફોટાનું કેન્દ્રબિંદુ હોય. એ કેન્દ્રબિંદુ ભલે ફોટામાંનો નાનો ભાગ હોય, પણ તે ધ્યાન આકર્ષિત કરે એવો હોવો જોઈએ. અને આખા સંયોજનને એ સંપૂર્ણ બનાવતું હોવું જોઈએ. કેન્દ્રબિંદુ એકથી વધારે પણ હોઈ શકે. કેન્દ્રબિંદુ આખા ફોટામાં ગમે ત્યાં હોઈ શકે. એ કેન્‍દ્રમાં હોય એ જરૂરી નથી.

પહેલા હું, જે સામે દેખાતું તેનો ફોટો લઈ લેતો હતો. આ વખતે આ નિયમ પ્રમાણે ફોટા પાડવાનો પ્રયત્ન કર્યો છે. નડીયાદમાં પાડેલા કેટલાક એવા ફોટા અહીં મૂક્યા છે.

આ ફોટામાં પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કયું અથવા કયાં છે એ મેં મારી રીતે લીધેલાં છે. જોનારે એ પોતાની રીતે જોવાના/શોધવાના/માણવાના છે.

રસબિંદુને કારણે સાવ સ્થિર દેખાતા ફોટા જીવંત બની જતા હોય છે. એની એ જ તસવીરને જોવાની દૃષ્ટિ તે બદલી નાંખે છે.


શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે

Author: Web Gurjari

1 thought on “કાચની કીકીમાંથી : તસવીરમાં રસબિંદુ

  1. ચિત્ર (કે ફોટોગ્રાફ)માં રસનું કેન્દ્ર શું હોવું જોઈએ તેની તકનીકી કડાકૂટમાં પડ્યા સિવાય જ આ બધી તસવીરોને એ દૃષ્ટિથી જોવાની ‘કસરત’માં મજા જરૂર આવી.

    જોકે ત્રીજી તસવીરમાં ઉડી રહેલ કબુતર વધારે ધ્યાનાકર્ષક છે કે ઉઘાડી પડેલી બારીઓ તે નક્કી ન થઈ શક્યું.

    તે જ રીતે દસમી તસવીરમાં દુકાનમાં બેઠેલ બે જણા શું જૂએ છે તે જેટલું આપણું ધ્યાન વધારે ખેંચે છે તેટલું બાજુનાં બારણામાંથી ના પાડતો દેખાતો હાથ પણ આપણને વિચારતાં કરી મુકે છે.

Leave a Reply

Your email address will not be published.