લુત્ફ-એ-શેર : મણકો # ૫૫

ભગવાન થાવરાણી

શાયર મોહસીન નકવી મારી સમક્ષ ઉઘડ્યા ગુલામ અલી સાહેબે ગાયેલી એમની આ વિખ્યાત ગઝલ થકી:

યે દિલ યે પાગલ દિલ મેરા ક્યોં બુઝ ગયા આવારગી
ઈસ દશ્ત મેં એક શહર થા વો ક્યા હુઆ આવારગી

એમની અનેક ગઝલોએ એ પણ સાબિત કર્યું કે એમનું વિચાર – ફલક કેટલું વિશાળ છે. જો માત્ર પચાસ જ વર્ષની વયે એમની હત્યા ન કરી નાંખવામાં આવી હોત તો શેર-ઓ-સુખનની દુનિયા એમના સર્જનથી વધુ માલામાલ બની હોત ! એમનો આ શેર જૂઓ :

ઉજડે હુએ લોગોં સે ગુરેઝાં ન હુઆ કર
હાલાત કી કબ્રોં કે યે કતબે ભી પઢા કર..

(ગુરેઝાં = અલિપ્ત, કતબા = કબર પરનું લખાણ)

મને મોહસીન નકવી સાહેબનો આ શેર બેહદ પસંદ છે. આજના સંકટના દૌરમાં તો એ વધુ પ્રાસંગિક છે :

સિર્ફ હાથોં કો ન દેખો કભી આંખેં ભી પઢો
કુછ  સવાલી  બડે  ખુદ્દાર  હુઆ કરતે હૈં ..

કેટલાક લોકો જરુરિયાતમંદ તો હોય, ભિખારી નહીં. એમનું સ્વમાન એમને હાથ લંબાવતાં રોકે છે. આવા સંજોગોમાં એ લોકો મજબૂરીની ચરમ કક્ષાએ પહોંચી હાથ ફેલાવી યાચક બને એ પહેલાં એમની આંખો વાંચી લેવી જોઈએ જેથી તેઓ શરમિંદગીના દોજખથી બચી જાય ! આંખો ઉકેલી શકીએ એટલા ભણેલા તો આપણે સૌ છીએ જ.

ઈંસાનિયતનો આ પણ એક તકાજો છે..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “લુત્ફ-એ-શેર : મણકો # ૫૫

Leave a Reply

Your email address will not be published.