ફિલ્મ સંગીત હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ : … મગર હમ તુમ્હારે રહેંગે – અંક ૯ : હેમંત કુમારની કારકિર્દીનાં પોતમાં અનોખી ભાત પાડતા કેટલાક મહત્ત્વના સંબંધોના તાણાવાણા :: હેમંત કુમાર અને તેમના દિગ્દર્શકો

એન. વેન્કટરામન

અનુવાદ / સંવર્ધિત સંકલન – અશોક વૈષ્ણવ

બંગાળી ફિલ્મોમાં સંગીતકાર તરીકેની સુદીર્ઘ કારકિર્દીમાં હેમંત કુમારે ૫૦થી વધારે દિગ્દર્શકો સાથે કામ કર્યું હશે. તેમાંથી તરૂણ મજુમદાર (૨૦), અજોય કાર (૧૫) અને અગ્રદૂત (૧૦)નો જ હિસ્સો ત્રીજા ભાગની ફિલ્મોથી વધારે હતો.
અગ્રદૂત કોઇ એક વ્યક્તિનું નામ નથી, પણ ફિલ્મ ટેક્નીશિયનોનો એક સમુહ છે જે મળીને ફિલ્મોનું દિગ્દર્શન પણ સંભાળતા. માત્ર બંગાળી સિનેમામાં જ નહીં પણ ભારતીય સિનેમાં પણ આવો પ્રયોગ ખાસ બીજે સાંભળવા નથી મળતો. અગ્રદૂત એક એકમ તરીકે ૧૯૪૬થી લઈને ૧૯૮૦ સુધી કાર્યરત રહેલ.હેમંત કુમારે તેમની દસ ફિલ્મોમાં સંગીત આપ્યું. ૧૯૫૦ અન્દ ‘૬૦ના દાયકામાં સબ્યસાચી, અગ્રગામી, યાત્રિક, ચિત્ર રથ અને ચિત્ર સાથી જેવી ફિલ્મોમાં તેમના સહયોગથી બનેલાં ગીતોને બહુ જ વ્યાપક સ્વીકૃતિ મળી હતી.

અજોય કારે પણ તેમની કારકિર્દીની શરૂઆત સબ્યસાચી સમુહ નામક એક ગ્રૂપથી કરી હતી. આ ગ્રૂપમાં કાનન દેવી અને બીનોય ચેટરજી જેવાં જાણીતાં વ્યક્તિત્વો પણ સામેલ હતાં. અજોય કારની સૌ પ્રથમ સ્વતંત્ર ફિલ્મ જિજ્ઞાંસા (૧૯૫૧) હતી., જેમાં હેમંત કુમારનું સંગીત હતું. આ બન્નેનો સાથે હેમંત કુમારનાં અવસાન સુધી ચાલુ રહ્યો હેમંત કુમારે અજોય કાર દ્વારા દિગ્દદર્શીત પંદર ફિલ્મોમાં સંગીત આપ્યું, જે અજોય કાર દ્વારા દિગ્દર્શીત ફિલ્મોનો તો લગભગ અડધો અડધ ભાગ છે. બંગાળી સિનેમાના સ્વર્ણ કાળમાં અજોય કાર બહુ જ અગત્યની ભૂમિકામાં રહ્યા. ઉત્તમ કુમારની કાર્કિર્દીનાં ઘડતરનો પાયો નાખવાનું શ્રેય તેમના નામે ગણાય છે. આ જોડીની જાણીતી ફિલ્મોમાં હારાનો સુર, સપ્તપદી, સાત પાકે બંધા, ખેલાઘર વગેરે ગણાય છે.

અંધારેરો આચે ભાષા (અંધકારની એક ભાષા છે)- ખેલાઘર (૧૯૬૦)

ચાર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક તરૂણ મજુમદારે પણ અજોય કારની જેમ સચિન મુખર્જી અને દિલીપ મુખર્જીની સાથે યાત્રિક, બંગાળીમાં જાત્રિક, ગ્રૂપને નામે દિગ્દર્શનની શરૂઆત કરી. એ રીતે દિગ્દર્શીત તેમની પહેલી ફિલ્મ ઉત્તમ કુમાર અને સુચિત્રા સેનને ચમકાવતી, ૧૯૫૯ની, ૧૯૩૪ની અમેરિકન ફિલ્મ ‘ઈટ હેપન્ન્ડ વન નાઈટ’ પર આધારીત, ‘ચાઓવા પાઓવા’ (જોઈએ છે) હતી. ૧૯૬૩માં તેમણે સ્વતંત્ર દિગ્દર્શક તરીકે સૌ પ્રથમ ફિલ્મ ‘પલાતક’ (ભાગેડુ) કરી, જેમાં સંગીત હેમંત કુમારનું હતું. આ ફિલ્મ વ્હી. શાંતારમનાં નિર્માણગૃહ ‘રાજકમલ કલામંદિર’નાં બૅનર હેઠળ નિર્માણ થયેલી.

જિબોન પુરેર પથિક રે ભાઈ (જીવનભર પથિક રે ભાઈ ) – પલાતક (૧૯૬૩) – ગીતકાર મુકુલ દત્ત

આડવાતઃ

આ જ વિષય પરથી તરૂણ મજુમદારનાં જ દિગ્દર્શનમાં હેમંત કુમારે પોતાનાં નિર્માણ ગૃહ ‘ગીતાંજલિ ફિલ્મ્સ’ હેઠળ ‘રાહગીર’ (૧૯૬૯) બનાવી, જેમાં તેમણે આ ગીતને હિંદીમાં મુક્યું

જનમ સે બંજારા હું બંધુ જનમ જનમ બંજારા – રાહગીર (૧૯૬૯) – ગીતકાર ગુલઝાર

‘પલાતક’ પછી તરૂણ મજુમદારની લગભગ બધી જ ફિલ્મોમાં સંગીત હેમંત કુમારનું હતું. આંકડાઓમાં જોઇએ તો તરૂણ મજુમ્દારે ૩૪ ફિલ્મો દિગ્દર્શીત કરી, જેમાંની ૩ ‘પલાતક પહેલાં હતી અને ૮ હેમંત કુમારનાં અવસાન પછી હતી. આમ બાકીની ૨૩ ફિલ્મોમાંથી હેમંત કુમારે ૨૦ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

લગ લગ રાગેર ભેલકી (લાગ્યો લાગ્યો રંગોનો જાદુ)- બાલિકા બધુ (૯૧૬૭) – ગીતકાત ગૌરીપ્રસન્ન મજુમદાર

‘બાલિકા બધુ’ ખુબ સફળ રહેલી ફિલ્મ હતી, જેમાં તરૂણ મજુમદારે મૌસમી ચેટર્જીને સૌ પ્રથમ વાર રૂપેરી પરદે ચમકવાની તક આપી.
પ્રસ્તુત ગીત એક હોળી ગીત છે.

૧૯૭૧-૭૨માં હેમંત કુમાર તેમનાં પોતાનાં જ નિર્માણ અને દિગ્દર્શન હેટળની ફિલ્મ ‘અનિન્દીતા (૧૯૭૨) અને હર્મન હેસની વાર્તા પરથી બનેલ અંગ્રેજી ફિલ્મ ‘ઇધ્ધાર્થ’નાં સંગીતમાં વ્યસ્ત થઈ ગયા હતા એટલે બહારનું કોઈ જ કામ ન લઈ શક્યા. એ પછી જ્યારે તેમની પાસે કોઈ જ કામ નહોતું ત્યારે તરૂણ મજુમદારે તેમને, શ્રીમાન પૃથ્વીરાજ (૧૯૭૩), ફુલેશ્વરી (૯૧૭૪) અને ઠગિણી (૧૯૭૪) એમ ત્રણ ફિલ્મોમાં સંગીત આપવાનું કામ આપ્યું. ત્રણેય ફિલ્મો ખુબ સફળ પણ રહી.

તોલપીતોલ્પા નિયે એબાર ભાલોઈ ભાલોઈ – શ્રીમાન પૃથ્વીરાજ (૧૯૭૩)

‘શ્રીમાન પૃથ્વીરાજ’ કિશોર વયનાં વરવહુના લગ્ન અને પ્રેમની હળવી ફિલ્મ હતી. પ્રસ્તુત ગીત બંગાળી લોક ગીત શૈલી બાઉલ શૈલી પર આધારીત છે

જૌબુન સરાસી નીરે (યુવાનીમાં જોરમાં છે)- ઠગિણી (૧૯૭૪) – સુશીલ મુખર્જી સાથે

‘ઠગિણી’ પોતાના બે સાગરીતોની સાથે મળીને કોઈ માલેતુજાર સાથે લગ્ન કરીને તેને લુંટી જનાર કરાબી (સંધ્યા રોય) ને વણી લેતી એક રહસ્યમય ફિલ્મ છે. પ્રસ્તુત ગીત રવિન્દ્ર સંગીત પર આધારીત છે.

‘ફુલેશ્વરી’નો ખાસ ઉલ્લેખ આવશ્યક બની રહે છે. ફિલ્મનાં અમુક ગીતોમાં બંગાળી લોકક્થા શૈલી માટે પ્રયોજાતાં નાટ્ય ગીતો -પાલા (દીર્ઘ કથાનક) ગાન (ગીત) – પર રચાયાં છે. હેમંત કુમારને આ શૈલીનો પરિચય નહોતો એટલે તો આ ફિલ્મનું સંગીત રચવા વિશે જ અચકાતા હતા. તરૂણ મજુમદાર તેમને બોરાલ નામનાં ગામમાં લઈ ગયા જ્યાં આ શૈલીના માહિર એક જૈફ ઉમરના કૃશ્ણકલ્લી ભટ્ટાચાર્ય નામના ગાયક રહેતા હતા. તેઓ ૮૦+ વયના હતા અને વાતેવાતે ચીડાઈ જાતા હતા. એમના માટે હેમંત કુમાર એક નામ માત્ર હતું. હેમંત કુમારે એકદમ ડાહ્યાડમરા શિષ્ય તરીકે તેમની પાસેથી આ શૈલી વિશે શીખવાનો યજ્ઞ આદર્યો. તે માટે તેમણે આકરા ઠપકા પણ સાંભળવા પડતા હતા. પરંતુ તેમણે આ ગાયન શૈલીની ઝીણી ઝીણી બાબતો શીખી. આમ આ ફિલ્મ તેનાં વિષય વસ્તુ તેમ જ સંગીત માટે એક સીમાચિહ્ન બની રહી.

આ પ્રસંગ હેમંત કુમારનાં વ્યક્તિત્વનાં સંગીત પ્રત્યેની નિષ્ઠા, નવું શીખવાની તત્પરતા અને નમ્રતાની ઓળખ પણ કરાવે છે.
ફિલ્મમાં ૧૨ ગીતો હતાં, જેમાંથી હેમંત કુમારે ૬, મન્ના ડે એ ૨, હરિધન મુખોપાધ્યાય,અનુપ ઘોષાલ, આરતી મુખર્જી એ ૧ -૧ ગીત ગાયાં છે. આરતી મુખર્જી અને સંધ્યા મુખોપાધ્યાયનું એક યુગલ ગીત પણ છે. બધાં જ ગીતો બહુ જ લોકપ્રિય થયાં હતાં.
અહીં પાલા ગાન શૈલીમાં નથી એવાં બે ગીત રજૂ કરેલ છે.

જેઓના ડારાઓ બંધુ (રોકાઓ નહીં દોસ્ત) – ફુલેશ્વરી (૧૯૭૪) ગીતકાર પુલક બંદોપાધ્યાય

તુમી શોતોદલ હોયે ફુટલે સોરોબોરે (તમે જ્યારે તળાવમાં ક્રોધમાં વિસ્ફોટો છો) – ફુલેશ્વરી (૧૯૭૪)

હેમંત કુમારનાં લતા મંગેશકરનાં બંગાળી ગીતોની ચર્ચા સાથે હેમંત કુમારના સંગીત સંબંધોની વાતનો હવે પછીના અંકમાં અંત કરીશું.


શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 2નો આંશિક અનુવાદ

શ્રી  એન વેન્ક્ટરામનનું વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com

સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com/


Acknowledgements & References:

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) – Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975
2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015

4. Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008

5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.