કાચની કીકીમાંથી : ઘરબેઠે

ઈશાન કોઠારી

દર વખતે ક્યાંક ને ક્યાંક બહાર જવાનું થાય એટલે ફોટોગ્રાફી માટે વિષય મળી રહેતો, પણ ગયા વર્ષથી લૉકડાઉનને કારણે બહાર જવાનું સદંતર બંધ થઈ ગયું. ફોટોગ્રાફી માટે વિષયો મળવા મુશ્કેલ પડી ગયા. થોડો સમય ઘરે વિતાવ્યા પછી મને ઘરમાંથી જ વિષય મળવા લાગ્યા. રોજેરોજ નજરે પડતી વસ્તુઓને ફોટોગ્રાફીના એન્ગલથી જોતો થયો. સાદામાં સાદી વસ્તુનો ફોટો કેવી રીતે ખેંચવો એ વિચારતો, એ મુજબ તેનું આયોજન કરતો અને ફોટો ખેંચતો. ઘરમાં લીધેલા અમુક એવા ફોટા અહીં મૂક્યા છે.

આ તસવીરોના વધુ વર્ણનની જરૂર જણાતી નથી. અમારા વડોદરાના તેમજ મહેમદાવાદના ઘરમાં રહેલી દિવાલ ઘડિયાળ બહુ કામમાં આવી.

આ તસવીરોની સમજૂતિ આપવા કરતાં, તેને જોવાની, ઉકેલવાની, વિચારવાની મઝા લેવા જેવી છે.


શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે

Author: Web Gurjari

5 thoughts on “કાચની કીકીમાંથી : ઘરબેઠે

 1. ખુબ સરસ અને અને unusual angles. વળી પ્રકાશ અને અંધારા નો ઉપયોગ બહુ જ સરસ કર્યો છે.

 2. ખુબ સરસ તસ્વીરો…જોઈ ઘર ની યાદ આવી ગઈ…

 3. પ્રિય ઇશાન,
  કેમેરાની આંખે તારી ‘લાઇટ એન્ડ શેડ’ની સમજ ગુરુદત્તના કેમેરામેન વી.કે. મૂર્તિની યાદ તાજી કરાવી દે એવી છે.
  Continue clicking and more importantly, send your pics to international photo magazines. (That is: if you are already not sending!!)
  બાય ધી વે, ટાઇટલમાં ‘આખો દેખી’ છે તે સુધારીને ‘આ’ પર અનુસ્વાર મૂકીને ‘આંખો’ કરી દેવાથી એનો સાચો અર્થ ‘નેત્ર’ સચવાશે.. સિવાય કે એ ‘આખો’ એટલે ‘સંપૂર્ણ’ના અર્થમાં ઇરાદાપૂર્વક લખ્યું હોય.
  Best wishes and blessings…

  1. કેટેગરીનાં શીર્ષકમાં ‘આંખો’ જ હોવું જોઈતું હતું.
   આ ત્રુટિ તરફ ધ્યાન દોરવા બદલ આભાર.
   હવે સુધારી લીધેલ છે.

   – અશોક વૈષ્ણવ

Leave a Reply

Your email address will not be published.