ભગવાન થાવરાણી
એ જમાનો ઈંટરનેટ કે સંપ્રેષણ – ક્રાંતિનો તો હતો નહીં એટલે રેડિયો અથવા દુરદર્શનના એકમાત્ર શ્વેત – શ્યામ ચેનલ ઉપર જ્યારે કોઈ મુશાયરો પ્રસારિત થતો તો એમાં કહેવાયેલા મનપસંદ અને ઉમદા શેર ઉતાવળે -ઉતાવળે કાગળમાં ટપકાવી લેવા પડતા, જો એટલો સમય મળે તો !

એમની વિચારસરણી જૂઓ :
બાઝ વાદે કિયે નહીં જાતે
ફિર ભી ઉનકો નિભાયા જાતા હૈ..
( બાઝ = કેટલાક )
અને આ પણ :
મુજે કુછ દેર રુકના ચાહિયે થા
વો શાયદ દેખ હી લેતા પલટ કર..
અને હવે એમનો એ શેર જે સલમા આગા સાહિબાના મુખે સાંભળેલો અને સાંભળતાં વેંત દિલમાં વસી ગયેલો :
અંધેરી રાત હૈ સાયા તો નહીં હો સકતા
યે કૌન હૈ જો મેરે સાથ – સાથ ચલતા હૈ..
ક્યારેક એવું લાગે કે કોઈક છે જે સાથે ને સાથે ચાલે છે. પડછાયો તો એ નથી જ કારણ કે રાત અંધારી છે. તો પછી એ કોણ છે ? વડવાઓમાંથી કોઈકનો આત્મા ? કોઈક એવો પ્રેમ જેની ઉપેક્ષા થઈ ગઈ હતી ? ગુજરી ચુકેલી માડી જેની જીવતે-જીવત કદર નહોતી કરી ? સારા દિવસોનો કોઈ મિત્ર ? કે પછી પોતાની જ બેચેની ?
દરેકના સંગી પડછાયા અલગ માટે જવાબ પણ નોખા ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.