ડૉ. મૃગેશ વૈષ્ણવની નવી લેખમાળા – ‘વાત મારી, તમારી અને આપણી’

ડૉ. મૃગેશ વૈષ્ણવ મનોચિકિત્સક, સેક્સોલોજીસ્ટ, મોટીવેશનલ ગુરુ તથા લેખક તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર જાણીતા છે.

એક સફળ તબીબ અને કાબેલ મનોવૈજ્ઞાનિક હોવા સાથે ડૉ. મૃગેશ વૈષ્ણવ એક અસ્ખલિત વક્તા, લોકપ્રિય લેખક અને સંવેદનશીલ માનવી પણ છે.

ડૉ. વૈષ્ણવે છેલ્લાં તેત્રીસ વર્ષ દરમ્યાન ‘જનસત્તા’, ‘સંદેશ’, ‘જયહિંદ’, ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’, ‘પંજાબ કેસરી’, ‘સખી’, ‘સ્ત્રી’, ‘અભિષેક’ વગેરે દૈનિકો તેમજ સામયિકોમાં કટારો લખી છે. છેલ્લાં ઓગણીસ વર્ષથી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી તેમની કટાર ‘વેદના-સંવેદના’ ખૂબ જ લોકપ્રિય બની છે.

ડૉ. વૈષ્ણવની વિવિધ પ્રવૃત્તિઓ, વિડીયો બ્લોગ્સ વગેરે તેમની નીચેની વેબસાઈટ પર આપ જોઈ શકો છો.
https://drmrugeshvaishnav.com/

યુ-ટ્યુબ ચેનલ લિન્ક:-
https://youtube.com/c/DrMrugeshVaishnav

ડૉ. . મૃગેશ વૈષ્ણવ મે ૨૦૨૧થી વેબ ગુર્જરી પર દર મહિનાના ચોથા શુક્રવારે ‘વાત મારી, તમારી અને આપણી’ શીર્ષક હેઠળ લેખમાળા રજૂ કરશે. તેમની આ લેખમાળામાં મનોચિકિત્સા વિજ્ઞાન, મનોવિજ્ઞાન, વ્યક્તિત્વ વિકાસ, પ્રેરણાત્મક વિષયો , યુવાનોની સમસ્યા, સ્ત્રીઓની સમસ્યા, વૃદ્ધોની સમસ્યા, સ્વવિકાસ, અંધશ્રધ્ધા અને સાંપ્રત વિષયોને લગતા વિવિધ ક્ષેત્રોના મનનિય લેખોની રજૂઆત કરશે.

ડૉ. મૃગેશ વૈષ્ણવનું વેબ ગુર્જરી પર હાર્દિક સ્વાગત છે.

સંપાદન મંડળ, વેબ ગુર્જરી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.