વ્યંગ્ય કવન (૫૯) : માસ્ક અને કોરોના

ઓચિંતો કોરોના માસ્કને કહે કે ભાઈ માણસને મોઢે શું લાગ્યા ?
માસ્ક કહે કેમ ભાઈ ! મરજી અમારી એમાં આપશ્રીને મરચાં કાં લાગ્યા  ?
કોરોના બોલ્યો કે ના રે ના ભાઈ આ તો અમથું મેં પૂછ્યું જરાક્
વરસ થ્યું,એક ધારા ત્યાં ના ત્યાં છો તે થયું તમને’ય લાગ્યો તો હશે થાક  ?
દળી દળી ઢાંકણીમાં ઉધરાવે માણસ ને આપ છો કે રાત દિવસ જાગ્યા !
માસ્ક કહે શું કરીએ ? ચુંટણી એ ચીજ છે કે  નેતા બધ્ધું જ ભૂલી જાય છે
એક વાર ખુરશીનો લાગે છે ચેપ પછી જીવનભર મુક્ત ક્યાં થવાય છે ?
હાજર છો આપશ્રી એ ભૂલી ગ્યા લોકો ને પડછાયા પાછળ સૌ ભાગ્યા
માસ્ક કહે તોય ક્યાં નિરાશ થયા છીએ ભાઈ આપણું તો કામ છે બચાવવું
બાળકના હોઠેથી ગાયબ થઈ ગ્યેલા એ સ્માઇલને પાછું લઈ આવવું
અમને તો માણસના ચહેરા છે વ્હાલા ભાઈ અમને ભલે ને એણે ત્યાગ્યા
કૃષ્ણ દવે.
તા-૨૩-૩-૨૦૨૧

વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.