ઝુલ્ફને લગતાં ફિલ્મીગીતો [૧]

નિરંજન મહેતા

 

મહિલાઓના કેશકલાપ ઉપર ઘણું લખાયું છે અને તે રીતે ફિલ્મોમાં ગીતો પણ મુકાયા છે. આવા ગીતોમાં તેનો ઉલ્લેખ ઝુલ્ફ તરીકે કરાયો છે. પણ તે માટે ગેસુ શબ્દ પણ છે તે કદાચ ઘણાને ખબર નહીં હોય. ગેસુ શબ્દનો સૌ પહેલો પ્રયોગ ૧૯૪૬ની ફિલ્મ ‘શાહજહાં’માં થયો હતો.

जब उसने गेसू बिखराए बादल आया जूम के

આ એક નૃત્યગીત છે જેમાં કલાકારનું નામ જણાવાયું નથી. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે અને સ્વર છે શમશાદ બેગમનો.

૧૯૫૭ની ફિલ્મ ‘નયા દૌર’માં વૈજયંતીમાલા અને અન્યોને સંબોધતા આ ગીત ગવાયું છે જેમાં મુખ્ય કલાકાર છે દિલીપકુમાર.

उड़े जब जब जुल्फे तेरी
कवारियो का दिल मचले

સાહિર લુધિયાનવીના શબ્દો અને ઓ.પી. નય્યરનું સંગીત. ગાનાર કલાકારો આશા ભોસલે અને રફીસાહેબ

૧૯૫૭ની ફિલ્મ ‘પ્યાસા’માં ગીતનું મુખડુ છે

हम आप की आँखों में

ત્યાર બાદ અંતરામાં શબ્દો છે

इन ज़ुल्फ़ को गुन्देंगे
फुल मुहब्बत के

પ્રેમાલાપવાળા આ ગીતના કલાકારો છે ગુરુદત્ત અને માલા સિંહા. ગીતના શબ્દકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર સચિન દેવ બર્મન. સ્વર છે ગીતા દત્ત અને રફીસાહેબનાં.

૧૯૬૦ની ફિલ્મ ‘બરસાત કી રાત’માં પણ મુખડું છે

जिंदगी भर नहीँ भूलेंगे वो बरसात की रात

ત્યાર બાદ અંતરામાં કલ્પના કરાઈ છે કે

हाय वो रेशमी जुल्फों से बरसता पानी
फुल से गालो पे रुकने को तरसता पानी

આવી કલ્પના ભારત ભૂષણ એક રેડીઓ પર ગાતા ગાતા મધુબાલા માટે કરે છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીનાં અને સંગીત રોશનનું. મધુર સ્વર રફીસાહેબનો.

૧૯૬૦ની ફિલ્મ ‘ચૌદવી કા ચાંદ’નાં ગીતમાં પણ આવી જ એક કલ્પના વ્યક્ત થઇ છે

चौदहवी का चाँद हो या आफताब हो :

ત્યાર બાદ અંતરામાં શબ્દો છે

जुल्फे है जैसे कंधो पे बादल ज़ुके हुए

સુતેલી વહીદા રહેમાનને અનુલક્ષીને ગુરુદત્ત પોતાની ભાવના વ્યક્ત કરે છે જેના શબ્દો છે શકીલ બદાયુનીનાં અને સંગીત રવિનું. ફરી એકવાર મધુર સ્વર રફીસાહેબનો.

૧૯૬૧ની ફિલ્મ ‘નજરાના’નું ગીત પણ એક પ્રેમાલાપ સમાન છે

बिखरा के जुल्फों चमन में ना जाना, क्यों
इस लिए की शर्मा न जाए फूलो के साये

આ નોકઝોક રાજકપૂર અને વૈજયંતિમાલા વચ્ચે થાય છે જે રાજીન્દર કૃષ્ણ રચિત છે અને જેને સંગીત આપ્યું છે રવિએ. મુકેશ અને લતાજી ગાનાર કલાકારો.

૧૯૬૧ની ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’નું ગીત છે

तेरी जुल्फों से जुदाई तो नहीँ मागी थी
कैद माँगी थी रिहाई तो नहीं माँगी थी

આશા પારેખને ઉદ્દેશીને દેવઆનંદ પોતાની વ્યથા વ્યક્ત કરે છે. હસરત જયપુરીના શબ્દો અને સંગીત શંકર જયકિસનનું. સ્વર રફીસાહેબનો.

૧૯૬૧ની ફિલ્મ ‘રેશમી રૂમાલ ‘નું ગીત જોઈએ જે બે પ્રેમીઓની મુલાકાત વખતે ગવાયું છે.

जुल्फों की घटा ले कर सावन की परी आई
बरसेगी तेरे दिल पर हंस हंस के जो लहराई

આ પ્રેમભર્યા શબ્દો મનોજકુમાર અને શકીલા વચ્ચે ગવાયા છે જેમને સ્વર આપ્યો છે મન્નાડે અને આશા ભોસલેએ.. શબ્દો રાજા મહેંદી અલી ખાનનાં અને સંગીત બાબુલનું.

૧૯૬૨ની ફિલ્મ ‘સાહેબ બીબી ગુલામ’નું પ્રસિદ્ધ ગીત છે

ना जाओ सैया चुरा के बिया
कसम तुम्हारी मै रो पडूगी रो पडूगी

મીનાકુમારીના અભિનયભર્યા આ ગીતના રચયિતા છે શકીલ બદાયુની જેને સંગીત આપ્યું છે હેમંતકુમારે. દર્દભર્યો સ્વર છે ગીતા દત્તનો.

मैं प्यारका राही हुं
तेरी झुल्फ के सायेमें
कुछ देर ठहर जाउं

ફિલ્મ ‘એક મુસાફિર એક હસીના’ (૧૯૬૨)માટે રાજા મહેંદી અલી ખાન દ્વારા લિખિત આ ગીતને ઓ પી નય્યરે સ્વરબધ્ધ કર્યું છે. મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરોમાં ગવાયેલ આ ગીત ખુબ જ લોકપ્રિય ગીત હતું, પણ તેને ફિલ્મમાં નથી સમાવાયું.

दिवाना कहेके आज मुझे फिर पुकारीए ના બીજા અંતરાની શરૂઆત झुल्फें सवारने से बनेगी न कोई बात થી કરાયેલ છે.

શુદ્ધ રોમાંસનાં મુલ્જ઼્મ (૧૯૬૩)નાં શકીલ બદાયુનીએ લખેલ આ ગીતને રવિએ સંગીતબધ્ધ કરેલ છે.

પરદા પર આ ગીત પ્રદીપ કુમારે શકીલાને ઉદ્દેશીને ગાયું છે.

૧૯૬૩ની ફિલ્મ ‘પારસમણી’ જે સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલની સંગીતકાર તરીકેની પહેલી સ્વતંત્ર ફિલ્મ છે અને જેના બધા ગીતો વખણાયા છે તેમાનું આ ગીત ઝુલ્ફ્ને લાગતું છે.

हसता हुआ नुरानी चहेरा
काली जुल्फे रंग सुनहरा :

આ નૃત્યગીતના કલાકારો કદાચ જીવનકલા અને નલીની ચોનકર છે. ફારુક કૈસરનાં શબ્દો અને સ્વર કમલ બારોટ અને લતાજીનાં.

૧૯૬૩ની ફિલ્મ ‘ફિર વહી દિલ લાયા હું’નું ગીત છે

आंचल में सजा लेना कलियाँ जुल्फों में सितारे भर लेना

આ દર્દભર્યા ગીતના કલાકાર છે જોય મુકરજી જે આશા પારેખને માટે આમ કહે છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી. નય્યરે. સ્વર રફીસાહેબનો.

कोई मुज़से पुछे के तुम मेरे क्या हो ની શરુઆતની સાખીનો ઉપાડ સુનિલ દત્તની નજરે પડતી લીલા નાયડુની ઝુલ્ફથી થાય છે અને શબ્દો વહી નીકળે છે झुल्फ लहराई तेरी और मेरी तक़्दीर बनी

એક સમયે ખુબ ચકચાર ગજાવેલ કેપ્ટન નાણાવટી ખૂન કેસ પરથી બનેલ ફિલ્મ ‘યે રાસ્તે હૈ પ્યાર કે’ (૧૯૬૩) માટે પ્રેમમાં થયેલા દગાની ભાવનાથી ધગધગતું આ ગીત શકીલ બદાયુની એ લખ્યું છે, રવિએ સંગીતબધ્ધ કરેલ છે અને મોહમ્મદ રફીએ ગાયું છે.

૧૯૬૪ની ફિલ્મ ‘શેહનાઈ ‘નું ગીત છે

ना झटको जुल्फ से पानी

રાજેન્દ્ર કૃષ્ણના શબ્દો અને રવિનું સંગીત. સ્વર રફીસાહેબનો. કલાકર વિશ્વજીત જે રાજશ્રીને ઉદ્દેશીને આ ગીત ગાય છે.

૧૯૬૪ની ફિલ્મ ‘સુહાગન’માં પણ એક આવું જ ગીત છે

तू मेरे सामने है ज़ुल्फ़ है खुली
तेरा आँचल है ढला मै भला होश में कैसे रहू

માલા સિંહાને માટે ગુરુદત્ત આમ કહે છે જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત મદન મોહનનું. રફીસાહેબનો સ્વર.

આ વિષય પર ઉપર આપ્યા તેટલા જ હજી બીજા ગીતો હોવાથી આ લેખ અહીં સમાપ્ત કરૂ છું અને તેનો ઉત્તરાર્ધ હવે પછી.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com


Author: Web Gurjari

3 thoughts on “ઝુલ્ફને લગતાં ફિલ્મીગીતો [૧]

  1. Good collection and presentation;

    One more on ZULF:

    TALAT-Film-ANMOL RATAN-{1950}-Jab Kisi Ke Rukh Pe Zulfen(DN Madhok) Song on ZULF:

  2. There are many, you are collecting very nicely.
    Ye Chand sa roshan Chehra,
    Zulfonka Rang Sunehra…KASHMIR KI KALI

Leave a Reply

Your email address will not be published.