૧૦૦ શબ્દોની વાત : જીવન પર્યંત શીખતા રહેવા માટે મનનાં બારીદરવાજા સાફ રાખીએ

તન્મય વોરા

આપણું મન જ્યારે જડ માન્યતાઓનો પહાડ બની જાય છે ત્યારે ત્યાં નવાં જ્ઞાનનું ઘાસ ઉગવાનું બંધ થઈ જાય છે.

મનને ખાઈ જેમ ઊંડું બનાવ્યે રાખવું હોય તો જિજ્ઞાસાની કોદાળી અને જુનું ભુલવાનો પાવડો હાથમાં હોવાં જોઈએ. શું નથી જાણતાં એ જાણવું જોઈએ અને નવું સ્વીકારાવા માટે મન ખુલ્લું રાખવું જોઈએ.

ખુલ્લું મન વિવિધ અનુભવોમાંથી નવું શીખે છે અને તેને લગતા પ્રયોગો કરી શકે છે અને છૂટી છવાયી ઘટનાઓને સાંકળતાં રહીને પુનરાવર્તિત જ્ઞાનસંચય શક્ય બનાવે છે.

ઈઝાક ઍસિમૉવનું પણ કહેવું છે કે, ‘તમારાં અનુમાનો દુનિયા જોવા માટેની બારી છે, તેના કાચ જેટલા સાફ રાખશું તેટલો જ્ઞાનનો પ્રકાશ મનમાં દાખલ થઈ શકશે.’


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “૧૦૦ શબ્દોની વાત : જીવન પર્યંત શીખતા રહેવા માટે મનનાં બારીદરવાજા સાફ રાખીએ

Leave a Reply

Your email address will not be published.