જીવનના સ્વાદમાં સબરસ ઉમેરતું ‘મીઠું’

ભરત ભટ્ટ

મહાત્મા ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ વિશે કોણ ન જાણતું હોય? ગાંધીજી માનવજીવનમાં મીઠાનું મહત્ત્વ જાણતા હતા. દેશમાંજ ઉત્પન્ન અને દેશના જ લોકોએ બનાવેલ વસ્તુ પર કર શાનો? જેમ ‘મીઠાં’એ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો તેમ માનવ શરીરમાં પણ ‘મીઠું’ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

મીઠાના અગત્યના પ્રકાર અને પ્રાપ્તિ સ્થાન:

૧. હિમાલયન મીઠું: તેમાં મુખ્યત્વે ૯૮% સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ સલ્ફાઇડ હોય છે જેને રોક સોલ્ટ અથવા સિંધવ પણ કહે છે. એ ગુલાબી રંગનું હોય છે.

આયુર્વેદમાં તેના ઘણા ફાયદા દેખાડ્યા છે.

રોક સોલ્ટ અને ખાણ: ઘણા દેશોમાં તેનું ઉત્પાદન થાય છે મુખ્યત્વે પાકિસ્તાન અને અમેરિકાની માઉન્ટ મોરિસ ન્યૂ યોર્ક ,અમેરિકાના લેઈક ઓન્ટારીઓમાં દુનિયાની સૌથી મોટી ભૂગર્ભ ખાણ છે.

૩; દરિયાઈ મીઠું: સમુદ્ર કિનારે અનેક દેશો તેનું ઉત્પાદન કરે છે .

મીઠાનું ઉત્પાદન કરતા  ચાર મુખ્ય દેશોઃ

૧. ચીનઃ ૬૩૦૦૦ મીટ્રિક ટન

૨. યુનાઇટેડ સ્ટેટ્સ: ૪૩,૦૦૦ મીટ્રિક ટન

૩. ભારત: ૧૯,૦૦૦  મીટ્રિક ટન

૪. ચિલી: ૧૨,૦૦૦ મીટ્રિક ટન.

ભારતના ભાગલા પછી મીઠાનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર પાકિસ્તાનમાં ગયું . ભારત માટે મીઠાની આયાત કરવી પડવી પડતી હતી. આ સમસ્યા ને ધ્યાનમાં લઈને એચ.એમ.પટેલ ના નેતૃત્વમાં એક સમિતિ બનાવવામાં આવી. સમિતિએ અનેક સૂચનો કર્યા. ભારતને સાંપડેલો ૧૫૦૦૦ કી .મી ના દરિયા કિનારાનો લાભ લઈ અનેક ઉત્પાદન અગરો શરૂ થયા. સમિતિએ મીઠાને લગતી એક સંશોધન સંસ્થાનું સૂચન કર્યું. સ્થળ માટે ભાવનગરને પસંદ કરવામાં આવ્યું. ૧૦ એપ્રિલ ૧૯૫૪ ના દિવસે પંડિત જવાહરલાલ નેહરુને હસ્તે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ ઈન્સ્ટિટ્યૂટ( CSMCRI)નું ઉદ્‌ઘાટન થયું. એક સંશોથન સંસ્થા હોવાને કારણે એમાં સેન્ટ્રલ સોલ્ટની વિશાલ લાઇબ્રરી છે..મારા પી એચ ડી સંશોધનના સમય દરમ્યાન આ લાઇબ્રરીનો મેં અવારનવાર ઉપયોગ કર્યો હતો.                       

મીઠાનો ઔદ્યોગિક અને અન્ય ઉપયોગ :

૧. સોડા ઍશ બનાવવા: સોડા ઍશ બનાવતી પાંચ ફેક્ટરી ભારતમાં છે. ગુજરાતમાં મીઠાપુરની  ટાટા કેમકલ્સ ૦.૮૭૫ મિલિયન મીટ્રિક ટન ઉત્પાદન કરે છે. અમેરિકાની સિનેર કંપની સોડા ઍશનું દુનિયામાં સૌથી વધારે ઉત્પાદન કરતી કંપની છે તે પછી ટાટા કેમિકલ્સ ગણાય છે.

૨. ક્લોરીનના ઉત્પાદન માટે.

૩. પ્રિઝર્વેટિવ તરીકે : માંસ મચ્છી,અથાણાંને લાંબો સમય તાજા રાખવા .

૪. પ્રાચીન ઈજીપ્તમાં મૃતદેહને સાચવવા માટે ઉપયોગ થતો હતો.

૫.ઠંડા દેશોમાં રસ્તા પર સ્નો પર છંટકાવ કરવાથી, બરફ માં રૂપાંતર થતું નથી.જેથી વ્યહવાર સરળ રહે અને વાહનો લપસે નહિ.  

શરીરમાં મીઠું ઇલેકટ્રોલાઇટ દ્રાવણના રૂપમાં બીજા તત્ત્વો અને સંયોજનો સાથે રક્તમાં ભળેલું હોય છે. આ ઇલેકટ્રોલાઇટમાં સોડિયમ,પોટાશિયમ ક્લોરાઇડ, બાયકાર્બોનેટ, કેલશિયમ, ફોસ્ફટ, મેગ્નેસિયમ, કોપર, જસત, આયર્ન, મેંગેનીઝ, મોલીબ્લેડમ અને ક્રોમિયમના ઘન અને ઋણ વીજભારવાળા આયનો લોહીની પ્રવાહિતા જાળવી રાખે છે અને  સાંધા અને જોડાયેલા સ્નાયુઓ અને બીજા સ્નાયુઓને મજબૂત કરે છે. માનવ શરીરને ૨.૩ -૨.૫ગ્રામ  મીઠાની દૈનિક જરૂરિયાત છે. શરીરના વજન પ્રમાણે અને ઠંડા પ્રદેશમાં રહેતા લોકોને થોડી માત્રા વધારે જોઈએ. માનવ શરીરમાં જો મીઠાનું પ્રમાણ ઓછું થાય તો શું પરિસ્થિતિ થાય તે નીચેના ચિત્રમાં દર્શાવ્યું છે.

ડાયાબિટીસના દર્દીએ તો ખાસ ધ્યાન રાખવાનું હોય છે.સોડિયમના અસંતુલનથી hyponatrimia (હાઇપો-નૅટ્રીમિયા)ની પરીસ્થિતિ સર્જાય. જયારે સોડિયમનું પ્રમાણ 135 milliequivalents per liter (mEq/L) થી ઓછું થાય ત્યારે  હિસ્ટેરિયા,ઉલ્ટી જેવા લક્ષણો અનુભવાય.

શરીરમાં મીઠાની ઉણપ ક્યારે સર્જાય?

1. ખુબ પરસેવો થવો.

2. વારંવાર પેશાબ થવો.

3. વારંવાર પાતળા ઝાડા થવા.

4. અચાનક ગભરાઈ જવું.

5. વધારે બાહ્ય અને આંતરિક રક્તસ્રાવ

6. બીજા શારીરિક રોગો.

આવા સંજોગોમાં પ્રથમ તો દર્દીને ઇન્ટ્રા વિનસ (I.V.) સેલાઈન ચડાવવામાં આવે. તેમાં 0.9% સોડિયમ ક્લોરાઇડ હોય.

શરીરમાં મીઠાનું પ્રમાણ ધી જાય તો ?

 1. લાંબાગાળે બ્લડ પ્રેશર વધે અને હૃદય રોગ અને Hyper-natremia(હાઇપર નૅટ્રીમિયા)ની પરિસ્થિતિ સર્જાય.
 2. સ્ટ્રોક.
 3. કિડનીના રોગો.

 અદ્યતન મેડિકલ સાયન્સ પ્રમાણે શરીરમાં સોડિયમ ચેનલ, આયર્ન ચેનલ,કેલ્શિયમ ચેનલ વગેરે ચેનલોથી ડોક્ટરો રોગોને અંકુશિત રાખે છે.સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mm/Hg. Sy/Di. હોવું જોઈએ. તંદુરસ્ત સ્વાથ્ય માટે વધારે મીઠું હાનિકારક છે.  જો કે દરેક માનવીના શરીરનું બંધારણ અલગ અલગ હોય તેથી સંવેદનશીલતા પણ અલગ અલગ હોય.

બજારમાં મળતા નાસ્તાઓ જેવાકે ગાંઠિયા,ચેવડો. અને દરેક પ્રકારની સેવોમાં મીઠાનું પ્રમાણ તેને સ્વાદિષ્ટ બનાવવા માટે વધારે હોય છે. હમણાં ખાઈ લઈયે. એમ સમજનાર માટે એ જીભનું આમંત્રણ છે શરીરનું નહિ.

ઓછા સોડિયમવાળો ખોરાક લેતા હોઈએ ત્યારે એ પણ ધ્યાન રાખવું જરૂરી બને છે કે પોટાશિયમનું પ્રમાણ ઓછું ના થાય. લોહીની પ્રવાહિતતા જાળવવા એ પણ અગત્યનું છે. લીલાં શાકભાજી, પાલક, બ્રોકોલી, સંતરાં, સફરજન, કેળાં, બદામ, અખરોટમાં પોટેશિયમની સારી માત્રા હોય છે. ૧૦૦ ગ્રામ બટેટામાં ૫૩૫ મિલીગ્રામ પોટેશિયમ હોય જે દૈનિક જરૂરિયાતના ૧૧% છે.       

થાઇરોઇડ ગ્રંથિને સંબંધિત હોર્મોન્સની સમસ્યા એટલે ગોઇટર રોગ. આ સ્થિતિમાં ૧ ગ્રામ મીઠામાં ૪૫ માઇક્રોગ્રામ આયોડીન ઉમેરવામાં આવે છે.

+      +     

મીઠું જો પોતાના સ્વાદનો ગુણધર્મ ભુલે તો તેનું સ્થાન બીનઅગત્યની. કદાચ નુકસાનકારક પણ, માટી બની જાય. આમ તો માણસનું પણ એવું જ છે ને!


શ્રી ભરત ભટ્ટ વ્યવસાયે કેમિકલ ઈજનેર છે અને એ ક્ષેત્રમાં ભારતમાં પોતાની કારકિર્દી પુરી કરીને હવે અમેરિકામાં સ્થાયી થયા છે.

શ્રી ભરત ભટ્ટનો સંપર્ક bharatkumar_bhatt@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

સંપાદકો – વેબ ગુર્જરી

Author: Web Gurjari

18 thoughts on “જીવનના સ્વાદમાં સબરસ ઉમેરતું ‘મીઠું’

  1. પૂર્વીબેન , આપને લેખ ગમ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર .
   ભરત ભટ્ટ

 1. ભરતભાઈ, સરસ લેખ અને ઘણી ઉપયોગી માહિતી આપવા
  બદલ આભાર. પ્રદીપ ત્રિવેદી.

 2. Thank you Bharatbhai for posting the article on common salt which covers various aspects. I am glad to notice some Chemistry in the article. I appreciate your efforts in this direction. Look forward to more such articles. Regards. Dr. P.A. Ganeshpure

  1. Thank you Dr.Ganeshpure for your valuable comment. You are also research scientist so your words are very important to me.

 3. Very informative & interesting article,
  SALT we can’t live without 😊
  Thanks Bharatbhai

 4. JSK Bharatbhai, Thank you very much for sharing again good article about salt which is essential to maintain your blood pressure by taking reasonable amount of salt. It help to maintain electrolysis. You share a good article about and explain importance of salt in human life. Article also address the impact of low salt intake.
  JSK
  Thanks
  Tahkor Shah

 5. ભરતભાઈ અને ઠાકોરભાઈ ,આપણા સુંદર પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.

 6. Excellent Article on common salt covering technical as well commercial aspects. I congratulate Dr. Bhat for the article and respectfully remember him for our association in IPCL reserach centre.
  Dr.Prakash Kumar

 7. Thank U very much Dr Bharst Bhat sir for publishing a very informative nd interesting article on common salt.This has addressed on various aspects beautifully .Ur work is highly appreciated nd wish U to publish many more.Good luck for future endeavour..

 8. ભરતભાઈ, ઘણી સરસ માહિતી છે. તમે સરળ ભાષામાં લેખ આપી ને માહિતગાર કરાવા બદલ આભાર. મને CSMCRI ના ઉદ્દભવ વિશે ખબર ન હતી. આભાર.

 9. Thank you, Dr. Prkashkumar, Dr.Uma Shankar,Dr. Kalpana G. and Y.P Mehata Sir for your valuable comments on this article. These all words inspire me to write another such article.
  —Bharat Bhatt

 10. ઇતિહાસ માં મીઠાનું મહત્વ, મીઠુ અને નીજી જીવનમાં ,ગુણ-અવગુણ, મીઠાના પ્રકારો એન્ડ પ્રાપ્તિસ્થાન વગેરે માહિતી ભરપૂર  લેખ બદલ ડૉ . શ્રી ભરતભાઈ ભટ્ટ આભાર. ઘણું  ઉપયોગી આલેખન,

 11. નાનકડા લેખમાં ઘણી માહિતી આપી. વળી રસપ્રદ શૈલીમાં. વાંચવું ગમ્યું.

 12. આભાર પિયુષ ભાઈ, લગભગ એક વર્ષ પહેલાનો આ લેખને વાંચી અભિપ્રાય આપવા માટે.

Leave a Reply

Your email address will not be published.