मेरा पता
आज मैंने
अपने घर का नम्बर मिटाया है
और गली के माथे पर लगा
गली का नाम हटाया है
और हर सड़क की
दिशा का नाम पोंछ दिया है
पर अगर आपको मुझे ज़रूर पाना है
तो हर देश के, हर शहर की,
हर गली का द्वार खटखटाओ
यह एक शाप है, एक वर है
और जहाँ भी
आज़ाद रूह की झलक पड़े
– समझना वह मेरा घर है।
कवयित्री – अमृता प्रीतम
અનુવાદ :
ડો. નૂતન જાની
મારું સરનામું
આજે મેં મારા ઘરનો નંબર
અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
પ્રત્યેક રસ્તા પરના
પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.
આ શાપ છે અને વરદાન પણ,
જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
એ જ મારું ઘર સમજજે.
ડો. નૂતન જાનીએ ગુજરાતી સાહિત્ય સાથે મુંબઈ યુનિવર્સીટીમાંથી ૧૯૮૨ માં સ્નાતક પદવી પ્રાપ્ત કરી છે. અનુસ્તાતક કક્ષાએ પ્રથમવર્ગમાં પ્રથમ સ્થાન સાથે બ . ક . ઠાકોર સુવર્ણચન્દ્રક પણ મેળવ્યો હતો . ત્યારબાદ ૨૦૦૪ માં ચાર કવિઓને તુલનાત્મક અભ્યાસ પર શોધ પ્રબંધ લખીને એસ. એન . ડી . ટી યુનિવર્સીટીની પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરેલી છે . ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં લખાયેલા કાવ્યોનો સુંદર ગુજરાતી અનુવાદ કરીને ડૉ. નૂતનબેન જાનીએ ‘વિશ્વકવિતા : કવિતા તુલના’ નામનું એક સુંદર પુસ્તક લખ્યું છે.
વે.ગુ.ના વાચકો માટે ઉપરોક્ત અનુવાદ ‘રીડગુજરાતી’’પરથી અને અન્ય નેટમાધ્યમો દ્વારા ડો.નૂતન જાની અંગે માહિતી પ્રાપ્ત થયેલ છે જે આનંદપૂર્વક પ્રસ્તૂત છે.
(વે.ગુ. પદ્ય સમિતિ-દેવિકા રાહુલ ધ્રુવ અને રક્ષા શુક્લ.)
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કાવ્ય રચના નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
इरशाद
जहां भी आज़ाद रूह की झलक पड़े, समझना वह मेरा घर है –
સરસ અનુવાદ .
વિશ્વમાનવ