લુત્ફ-એ-શેર : મણકો # ૪૪

ભગવાન થાવરાણી

નવાઝ દેવબંદી એટલે વર્તમાન ઉર્દૂ સાહિત્યનું બહુ મોટું વ્યક્તિત્વ. સ્વર્ગસ્થ અલી સરદાર જાફરીએ એમના વિષે કહ્યું હતું કે એ જરૂરી નથી કે દરેક શાયર પોતાના યુગનો મીર, ગાલિબ કે ઈકબાલ બને. નવાઝ દેવબંદી હોવું પણ પર્યાપ્ત છે. 

નવાઝ સાહેબનો એક શેર જુઓ :

ઉસી કા માલ તો બિકતા હૈ ઈસ ઝમાને મેં
જો અપને નીમ કે પત્તોં કો ઝાફરાન કહે ..

(ઝાફરાન = કેસર)

એમના શેરોમાં ફકીર એક અગત્યનું પાત્ર રહ્યું છે અને મારે આજે જે શેર કહેવો છે એમાં ફકીરની જ વાત છે. એમનો ફકીર એટલે ?

બાદશાહોં કા ઈંતઝાર કરે
ઈતની ફુરસત કહાં ફકીરોં કો ..

મારી પસંદગીનો શેર જે ગઝલનો છે એનો આરંભ :

વો રુલા કર હંસ ન પાયા દેર તક
જબ મૈં રો કર મુસ્કુરાયા દેર તક

પણ હવે મૂળ શેર :

ગુનગુનાતા જા રહા થા એક ફકીર
ધૂપ રહતી હૈ ન સાયા દેર તક ..

‘ આ પણ વીતી જશે ‘ એ બહુ મોટું સત્ય છે. સુખમાં પણ એ યાદ રહેવું જોઈએ અને દુખમાં પણ. કોઈ પણ પરિસ્થિતિ શાશ્વત નથી. દુખમાં કે સુખમાં હોવા છતાં તમે આનંદમા રહી શકો ! આવી વાતો કાં ફકીર કરે કાં ફકીરાના શાયર !

ગમ હો કિ ખુશી દોનોં કુછ દૂર કે સાથી હૈં
ફિર રસ્તા હી રસ્તા હૈ, હંસના હૈ ન રોના હૈ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

1 thought on “લુત્ફ-એ-શેર : મણકો # ૪૪

Leave a Reply

Your email address will not be published.