आदमी/इंसानને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા

દરેક आदमी/इंसानની પ્રકૃતિ જુદી જુદી જુદી હોય છે અને તે જુદી જુદી પ્રકૃતિને વર્ણવતા કેટલાય ગીતો ફિલ્મોમાં દર્શાવાયા છે. આ લેખમાં તેવી જુદી જુદી પ્રકૃતિ દર્શાવતા ગીતોનો ઉલ્લેખ કરાયો છે.
૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુબાવરા’મા કહેવાયું છે કે

निर्धन का घर लुटनेवालो लुट लो दिल का प्यार
इंसान बनो इन्सान बनो करलो भलाई का कोई काम

ડાકુઓની ટોળી જ્યારે લુંટફાટ કરવા આવે છે ત્યારે ભારતભૂષણ આ ગીત ગાય છે જેને સ્વર મળ્યો છે રફીસાહેબનો. સંગીત નૌશાદનું અને શબ્દો શકીલ બદાયુનીના.

૧૯૫૪ની ફિલ્મ ‘નાસ્તિક’ જે ૧૯૪૭ના સમયના ભાગલા પર બનેલી હતી તે ફિલ્મમાં પાર્શ્વગીતનાં રૂપે ત્યારની પરિસ્થિતિને અનુરૂપ કટાક્ષભર્યું ગીત છે

देख तेरे संसार की हालत क्या हो गई भगवान
कितना बदल गया इंसान

ફિલ્મના કલાકારો અજીત અને નલિની જયવંત. ગીતના શબ્દો અને સ્વર કવિ પ્રદીપજીના, સંગીત સી. રામચંદ્રનું.

૧૯૫૫ની ફિલ્મ ‘જવાબ’નું ગીત છે

आज गम कल ख़ुशी है यही जिंदगी सुन ले प्यारे
आदमी जो हिम्मत ना हारे

બોધદાયક આ ગીતના કલાકાર છે બલરાજ સહાની જેના શબ્દો છે કુમાર બારબંકવીના અને સંગીત શૌકત દેહલવી નાશાદનું. સ્વર છે રફીસાહેબનો.

૧૯૫૭ની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં એક મસ્તમૌલાનું ગીત છે

ना मै भगवान हु ना मै शेतान हु
दुनिया जो चाहे मै तो इन्सान हु

હકીકતને નિરૂપણ કરતા આ ગીતના કલાકાર છે સુનીલ દત્ત. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે અને સ્વર મળ્યો છે રફીસાહેબનો.

૧૯૫૭ની ફિલ્મ ‘દો આંખે બારહ હાથ’ જે એક પ્રયોગાત્મક ફિલ્મ હતી તેમાં કેદીઓની સમુહ પ્રાર્થના છે

एई मालिक तेरे बन्दे हम ऐसे हो हमारे करम

————————————————————–

बड़ा कमजोर है आदमी अभी लाखो है इसमें कमी

મનુષ્યની કમજોરી દર્શાવતા આ ગીતના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત વસંત દેસાઈનું. ફિલ્મના મુખ્ય કલાકાર છે વી. શાંતારામ જે ગીતમાં પશ્ચાદભૂમિમાં દેખાય છે.

આ જ પ્રાર્થના સંધ્યા ગાય છે જયારે વી. શાંતારામ મરણપથારીએ હોય છે. ગાનાર કલાકાર લતાજી

૧૯૫૯ ‘પૈગામ’નું ગીત છે

इन्सान का इन्सान से हो भाईचारा
यही पैगाम हमारा

આ ગીત પણ પાર્શ્વગીત છે જેના રચયિતા છે પ્રદીપજી. સી. રામચંદ્રનું સંગીત. કલાકાર દિલીપકુમારને સ્વર મળ્યો છે મન્નાડેનો.

૧૯૫૯ ‘ધૂલ કા ફૂલ’મા એક અત્યંત વાસ્તવિક કથન કરાયું છે જે ધર્મભેદ ઉપર પ્રહારરૂપ છે.

तू हिन्दू बनेगा ना मुस्लमान बनेगा
इंसान की औलाद है इंसान बनेगा

નાના બાળકને ઉછેરતા મનમોહન ક્રિશ્ના આ ગીતમાં દેખાય છે. ગીતના શબ્દો સાહિર લુંધ્યાનાવીના અને સંગીત એન. દત્તાનું. રફીસાહેબનો સ્વર.

૧૯૫૯ની અન્ય ફિલ્મ ‘ઇન્સાન જાગ ઉઠા’મા પણ એક પ્રોત્સાહક ગીત દર્શાવાયું છે.

मेहनतकश इन्सान जाग उठा

મજુરો દ્વારા ગવાતા આ બોધદાયક ગીતના કલાકારો છે મધુબાલા અને નાઝીર હુસેન. શૈલેન્દ્ર રચિત ગીતના સંગીતકાર છે સચિન દેવ બર્મન. ગાનાર કલાકારો આશા ભોસલે અને રફીસાહેબ.

૧૯૬૦ની ફિલ્મ ‘ઘૂંઘટ’મા એક દર્દભર્યું ગીત છે જે એક પાર્શ્વગીત છે.

हाय रे इंसान की मजबूरिया
पास रहकर भी कितनी दुरिया

આ પાર્શ્વગીત પ્રદીપકુમાર પર રચાયું છે જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત રવિનું. સ્વર રફીસાહેબનો.

૧૯૬૦ની અન્ય ફિલ્મ ‘મુગલે આઝમ’નું અત્યંત જાણીતું અને આજે પણ ગવાતા ગીતના મુખડાના શબ્દો છે

इन्सान किसी की दुनिया में एक बार महोब्बत करता है
इस दर्द को लेकर जीता है, इस दर्द को लेकर मरता है

ગીત મધુબાલા પર રચાયું છે જેને સ્વર મળ્યો છે લતાજીનો. સંગીત નૌશાદનું અને શબ્દો શકીલ બદાયુનીના.

૧૯૬૧:ની ફિલ્મ ‘છાયા’નું ગીત છે

या केह दे हम इन्सान नहीं
या केह दे तुम भगवान नहीं

ફરિયાદરૂપ ગવાતું આ ગીત એક અન્ય કલાકાર પર છે જ્યારે પાર્શ્વભૂમિમાં છે નિરૂપારોય. શબ્દો રાજીન્દર ક્રિશ્નનાં અને સંગીત સલીલ ચૌધરીનું. કંઠ આપ્યો છે રફીસાહેબે.

૧૯૬૪ની ફિલ્મ ‘દોસ્તી’મા અંધ તરીકે અદા કરતા સુશીલ કુમાર આ ગીત ગાય છે

जानेवालो ज़रा मुद के देखो मुझे
एक इंसान हु मै तुम्हारी तराह

સર્વે એક સમાન છે તેમ જણાવતા આ ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું તેમ જ સ્વર રફીસાહેબનો.

૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘રાજકુમાર’મા શમ્મીકપૂર સાધનાને ઉદ્દેશીને ચેતવણીરૂપે કહે છે

इस रंग बदलती दुनिया में
इंसान की नियत ठीक नहीं

શબ્દો હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું. ગાયક રફીસાહેબ.

૧૯૬૬ની ફિલ્મ ‘દિલ દિયા દર્દ લિયા’મા દર્દભર્યું ગીત છે

कोई सागर दिल को बहेलाता नहीं
बेखुदी में भी करार आता नहीं
मै कोई पत्थर मही इंसान हु
कैसे कहू गम से घबराता नहीं

દિલીપકુમાર પર રચાયેલ આ ગીતને સ્વર મળ્યો છે રફીસાહેબનો. સંગીત નૌશાદનું અને શબ્દો શકીલ બદાયુનીનાં.

૧૯૬૮ની ફિલ્મ ‘આદમી’મા નફરત દર્શાવતું ગીત છે

ना आदमी का कोई भरोसा
ना दोस्तीi का कोई ठीकाना

દિલીપકુમાર પર રચાયેલ આ ગીતના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર રફીસાહેબનો.

૧૯૬૯ની ફિલ્મ ‘આદમી ઓર ઇન્સાન’મા એક પ્રોત્સાહક ગીત છે

जागेजा इंसान ज़माना देखेगा
उठेगा इंसान जमाना देखेगा

ગીતના કલાકાર ધર્મેન્દ્ર છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત રવિનું. ગાયક મહેન્દ્ર કપૂર.

૧૯૭૦ની ફિલ્મ ‘પહેચાન’મા એક વાસ્તવિકતા દર્શાવતું ફિલસુફીભાર્યું ગીત છે

बस यही अपराध मै हर बार करता हु
आदमी हु आदमी से प्यार करता हु

મનોજકુમાર આ ગીતના કલાકાર જેને સ્વર મળ્યો છે મુકેશનો. નીરજનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

૧૯૭૪ની ફિલ્મ ‘રોટી’મા એક સંદેશાત્મક ગીત દર્શાવાયુ છે.

यार हमारी बात सुनो ऐसा एक इंसान चुनो
जिस ने पाप ना किया हो जो पापी ना हो

કોઈ પર પત્થર ફેકતા પહેલા તમે પાપ ન કર્યું હોય તો જ ફેકશો એવા ભાવાર્થવાળા આ ગીતના કલાકરો છે રાજેશ ખન્ના અને મુમતાઝ. લતાજી અને કિશોરકુમારના સ્વર, આનંદ બક્ષીની રચના જેને સંગીતથી સજાવી છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

૧૯૭૪ની ફિલ્મ ‘મજબૂર’મા એક પાર્ટી ગીત છે જેમા કહેવાયું છે

कभी सोचता हु मै कुछ कहु
कभी सोचता हु मै चुप रहु
आदमी जो कहेता है आदमी जो सुनता है
जिंदगीभर वो सदाये पीछा करती है

અમિતાભ બચ્ચન પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર કિશોરકુમારનો.

૧૯૭૭ની ફિલ્મ ‘અપનાપન’મા ફરી એક ફિલસુફીભર્યું ગીત.

आदमी मुसाफिर है
आता है जाता है

ગીતમાં બસમાં પ્રવાસ કરતા જીતેન્દ્ર અને સુલક્ષણા પંડિત દેખાય છે પણ ગીત રચાયું છે પાછળ બેઠેલા સુધીર દળવી અને મનીષા કોઈરાલા પર જેના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર લતાજી અને રફીસાહેબના.

૧૯૮૭ની ફિલ્મ ‘હિરાસત’મા એક હળવા પ્રકારનું ગીત છે

हर आदमी को बीवी का गुलाम होना चाहिए
घर में आते जाते ही सलाम होना चाहिए

ગીત સંજીવકુમાર ગાય છે વિદ્યા સિંહાને ઉદ્દેશીને જેના શબ્દો છે અન્જાનના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર છે કિશોરકુમાર અને અલકા યાજ્ઞિકના.

થોડો લાંબો લેખ બન્યો છે પણ આશા છે વાચકો તે માણશે.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

1 thought on “आदमी/इंसानને લગતાં ફિલ્મીગીતો

Leave a Reply

Your email address will not be published.