ઈશાન કોઠારી
થોડા દિવસ અગાઉ મહેમદાવાદ જવાનું બન્યું ત્યારે કુંભારવાડાની મુલાકાત લીધી. તેમનું કામ બારે માસ ચાલે, પણ વેચાણ અમુક મહિનાઓ પૂરતું જ હોય છે. તેની સરખામણીએ મહેનત ઘણી.
માટીમાંથી અનેક વસ્તુઓ બને છે. એક સમયે ઘેર ઘેર માટલાં અને તેને મૂકવા માટેનાં પાણિયારાં જોવા મળતાં. હવે માટલાનું વેચાણ ઘટવા લાગ્યું છે, કેમ કે, મોટા ભાગના ઘરોમાં પાણી માટેનાં ફિલ્ટર લાગી ગયાં છે. પાણિયારાં અદૃશ્ય થઈ ગયાં છે.
હું ગયો ત્યારે એક માટલું બનાવાઈ રહ્યું હતું. એક માટલું તૈયાર થતાં પંદરેક દિવસ લાગે. માટી લાવવાથી તેમનું કામ શરૂ થાય. તેને ગૂંદીને ચાકડા પર લેવા લાયક બનાવવામાં આવે. માટલાને ચાકડા પર આકાર આપે ત્યારે તે એક નાનકડા લોટા સ્વરૂપે બનાવવામાં આવે છે. ચાકડા હવે વીજ સંચાલિત જોવા મળે છે.


તેને આખો દિવસ સૂકવવામાં આવે છે. બીજે દિવસે લાકડાના સાધન વડે બીજે દિવસે લાકડાના સાધન વડે ટીપવામાં આવે છે

ટીપી ટીપીને તેને માટલાનું સ્વરૂપ આપવામાં આવે છે.


ટીપ્યા પછી તેને ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે. અમુક સમય માટે ભઠ્ઠીમાં મૂક્યા પછી પકવેલા માટલાને ઠંડા થવા માટે રેતીમાં મૂકે છે.

હવે તે પાણી ભરવા માટે તૈયાર છે.

શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે
Ati Sundar
બહુ જ સરસ લેખ
અબ લાજ રાખો મોરે ઠંડે પનકી……. સરસ રજુઆત . અભિનંદન .
આજકાલ ઈશાન નામેરી યુવાનો જોરદાર ફટકાબાજીએ ચડ્યા છે. આપણો ઈશાન પણ એક આદર્શ માટલા જેમ ઘડાઈ, ટીપાઈને સરસ તૈયાર થઈ રહ્યો છે.
ખૂબ સુંદર તસવીરો
વાહ! મલ વાહ!
વાહ ! સુંદર આલેખન.
Photography પણ સરસ.