હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ : … મગર હમ તુમ્હારે રહેંગે – અંક – ૮ : હેમંત કુમારની બંગાળી સિનેમા કારકિર્દીનું પલડું હવે ભારી થવા લાગ્યું

એન. વેન્કટરામન

અનુવાદ / સંવર્ધિત સંકલન – અશોક વૈષ્ણવ

ગીતાંજલિ પિક્ચર્સ માટે હેમંત કુમારના પુત્ર જયંત મુખર્જી દ્વારા નિર્મિત અને હૃષિકેશ મુખર્જી દ્વારા દિગ્દર્શીત, દુરદર્શન પર, ૧૯૯૨માં, પ્રકાશિત થયેલ શ્રેણી, ‘તલાશ‘નાં  ટાઈટલ ગીતમાં ગીતકાર યોગેશે કહ્યું છે કે –

જીવન એક પ્યાસ હૈ,
સભી કો કુછ તલાશ હૈ,
જીવન એક પ્યાસ હૈ

જિનકી હમ તલાશમેં ઉમ્ર ભર ચલેં
કોઈ જાનતા નહી વો કહાં મિલે
ફિર ભી ટૂટી નહીં યે જો આશ હૈ
સભી કો કુછ તલાશ હૈ

જીવન એક પ્યાસ હૈ
સભી કો કુછ તલાશ હૈ

નિયતિના ખેલમાં આવી શોધ માટે નીકળી પડેલ વ્યક્તિ જો યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર હોય તો, લોકો જેને ‘અણધારી’ કહે છે એવી, તક તેને હાથ આવી પડે છે. એ તકનો એ કેટલો લાભ ઊઠાવી શકશે તે જેટલી તેના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણ અને તેની આવડત પર આધાર રાખે છે એટલો જ આધાર તેનાં નસીબ પર પણ રહેતો હોય છે.

‘૫૦ના દાયકામાં ‘આનંદમઠ’ દ્વારા સાંપડેલી તકનો પુરેપુરો લાભ ઊથાવી શકવામાં હેમંત કુમારને તેમની આવડત અને તેમનાં નસીબે પુરો સાથ આપ્યો. હા, તેમનો દૃષ્ટિકોણ વાણિજ્યિક દુનિયાના દૃષ્ટિકોણ સાથે બહુ મેળ નહોતો ખાતો એટલે તેમને ગાયક અને સંગીતકાર તરીકે જેટલું માન મળ્યું તેટલી વાણિજ્યિક સફળતા હિંદી ફલ્મોમાં ન મળી. તેમણે જે ફિલ્મો માટે ગીત ગાયાં એ ફિલ્મો ટિકિટ બારીએ બહુ ઉકાળી ન શકી એટલે તેમનાં યાદગાર ગીતો પણ લોકોની સ્મૃતિમાંથી જલદી વિસરાઈ જતાં જણાયાં.

‘૫૦ના દશકમાં હેમંત કુમારે મુંબઈને પોતાની પ્રાથમિક કર્મભૂમિ બનાવી ત્યારે પણ તેમની કલકત્તામાં આછી પાતળી હાજરી રહેતી. એ વર્ષોમાં બંગાળી સિનેમામાં પણ આમુલ પરિવર્તનોનો પવન ફુંકાઈ રહ્યો હતો. સામાન્ય પેક્ષકને ગમે એવી ‘મુખ્ય ધારા’ની ફિલ્મો ગજું કાઢતી હતી તેની સાથે પૂર્ણતઃ આર્ટ ફિલ્મો અને બન્ને વચ્ચેના સંધિકાળ જેવી ફિલ્મોને પણ પુરતો દર્શક વર્ગ મળી રહેવા લાગ્યો હતો. નિર્મળ ડે, અજય  કાર, સુધીર મુખર્જી જેવા દિગ્દર્શકોએ જનસામાન્ય માટેની ફિલ્મોને ઘડી રહ્યા હતા તો સત્યજિત રાય,મૃણાલ સેન અને ઋત્વિક ઘટક સંમાંતર સિનેમાની ધુરા સંભાળી રહ્યા હતા અને સિનેમાના આ બે પ્રવાહોને જોડતા પુલ જેવી પોતાની આગવી છાપવાળી ફિલ્મો તપન સિંહા કે તરૂણ મજુમદાર બનાવી રહ્યા હતા, ઉત્તમ કુમાર અને સુચિત્રા સેન જેવાં નવાં તારકો સિનેમા જગતમાં આકર્ષણ જમાવી રહ્યા હતા તેની સાથે સૌમિત્ર ચેટર્જી, કાલી બેનર્જી, સુપ્રિયા દેવી કે શર્મિલા ટાગોર સમાંતર સિનેમાની જ્યોત વડે  પ્રકાશ ફેલાવી રહ્યાં હતાં. હેમંત મુખોપાધ્યાય, નચિકેત ઘોષ, સુધિન દાસગુપ્તા અને શ્યામલ મિત્ર જેવાં સંગીતકારો અને ગૌરીપ્રસન્ન મજુમદાર, પુલક બંદોપાધ્યાય, મુકુલ દત્ત જેવા ગીતકારો જનસામાન્ય સિનેમાનાં ગીતસંગીતમાં પ્રાણ ફૂંકી રહયા હતા તો સમાંતર સિનેમામાં પંડિત રવિશંક્રર, ઉસ્તાદ અલી અકબર ખાન કે ઉસ્તાદ વિલાયત ખાનને નવા પ્રયોગો વડે ઝંકૃત કરી રહ્યા હતા.

આવાં નવસર્જનના સમયમાં, ૧૯૫૨થી ૧૯૫૪ સુધીમાં હેમંત કુમારને હિંદી ફિલ્મોમાં મળેલ સફળતાએ બંગાળી સિનેમામાં પણ નવી નવી તકો લાવી આપી. દશકાના મધ્ય ભાગ પછી તેમને બંગાળમાંથી વધારે ને વધારે આમંત્રણો મળવા લાગ્યાં. હેમંત કુમારનો તો હવે એક પગ મુંબઈમાં તો બીજો કલકતામાં જ રહેવા લાગ્યો. એક બાજુ હિંદી ફિલ્મોમાં તેમની ભૂમિકાનો વ્યાપ તેની સીમાએ પહોંચવા લાગ્યો, તો બંગાળી સિનેમામાં, પછીના ત્રણેક દાયકા સુધી, તેમની કારકિર્દીનો સૂર્ય ઝળહળતો રહ્યો.

૧૯૫૫થી ૧૯૬૦ દરમ્યાન હેમંત કુમારે સંગીતબધ્ધ કરેલી બંગાળી ફિલ્મોનું આંકડાવાર ચિત્ર તેમના કારકિર્દીના ઉપર જતા આલેખનો ચિતાર આપે છે –

૧૯૫૫૨ ફિલ્મો શાપમોચન, સૂર્યમુખી
૧૯૫૬કંઈ નહીં 
૧૯૫૭૩ ફિલ્મોશેષ પરિચય, તાસેર ઘર, હરણો સુર
૧૯૫૮૪ ફિલ્મો લુકોચુરી, શિકાર, જૌલુક, સૂર્યાતોરણ
૧૯૫૯૬ ફિલ્મોનીલ આકાશેર નીચે, મારૂતિર્થ હિંગળાજ, દીપ જ્વેલે જાય, ખેલાઘર, સોનાર હરિણ, ક્ષનિકેર અતિથિ
૧૯૬૦૫ ફિલ્મોકુહક, ખોકાબાબુર પ્રત્યાબર્તન, બૈશે શ્રબન, ગરીબેર મેયે, શેષ પ્રજંતા 

આ ૨૦ ફિલ્મોમાં તેમણે ૮૧ જેટલાં ગીતો સ્વરબધ્ધ કર્યાં જેમાથી તેમનાં સૉલો ગીતોની સંખ્યા ૪૩ જેટલી હતી. આ જ વર્ષોમાં તેમણે અન્ય સંગીતકારો માટે ૪૩ ફિલ્મોમાં ૭૦ જેટલાં ગીતો ગાયાં.

૧૯૬૦ પછી હેમંત કુમારે રચેલાં બંગાળી ફિલ્મોનાં ગીતો અને ગૈર-ફિલ્મી ગીતોના આંકડાઓનું વિહંગાવલોકન પણ તેમણે સિધ્ધ કરેલ તેમનાં સ્થાનનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરેછે –

૧૯૬૧-૭૦ – ૫૧ ફિલ્મો  – ૨૩૧ ગીતો – તેમણે ગાયેલાં ૧૨૨ ગીતોમાંથી ૮૯ સૉલો ગીતો

૧૯૭૧-૮૦ – ૩૯ ફિલ્મો  – ૧૯૫ ગીતો – તેમણે ગાયેલાં ૮૦ ગીતોમાંથી ૬૨ સૉલો ગીતો

૧૯૮૧-૮૮ – ૨૬ ફિલ્મો  – ૧૬૪ ગીતો – તેમણે ગાયેલાં ૪૩ ગીતોમાંથી ૨૬ સૉલો ગીતો

હેમંત કુમારે ૧૯૮૯માં બાંગ્લાદેશમાં નિર્મિત બંગાળી ફિલ્મ ‘ન્યાય બિચાર’ માટે પણ સંગીત આપ્યું.

૧૯૬૦ પછી અન્ય સંગીતકારો માટે હેમંત કુમારે ગાયેલાં બંગાળી ફિલ્મોનાં ગીતોની સંખ્યા પણ એટલી જ માતબર છે –

૧૯૬૧-૭૦ – લગભગ ૬૯ ફિલ્મોમાં ૧૧૭ જેટલાં ગીતો

૧૯૭૧-૮૦ – લગભગ ૮૦ ફિલ્મોમાં ૧૧૭ જેટલાં ગીતો

૧૯૮૧-૯૦ – લગભગ ૫૦ ફિલ્મોમાં ૬૬ જેટલાં ગીતો

આટલા વિશાળ ફલક પર ફેલાયેલાં આ બધાં ગીતો વિશે એક લેખમાં કંઈ પણ વાત કરી શકાય એટલી ખાસ કોઈ જણકારી મરી નથી. એટલે નેટ પર મળતા સંદર્ભોમાંથી તેમનાં યોગદાનનાં વૈવિધ્યનો આછો પરિચય મળે એવાં કેટલાંક ગીતો અહીં રજૂ કર્યાં છે

કંદો કેને મોન્રે – અસંમપત્તા (૧૯૫૬) – સંગીતકાર: નચિકેત ઘોષ – ગીતકાર: ગૌરી મજુમદાર

સુન્ને દાના મેલે – તાસેર ઘર (૧૯૫૭) – સંગીતકાર:  હેમંત કુમાર

ભાગાબાન એઈ દુનિયાઈ – બારો મા (૧૯૫૭) – સંગીતકાર: પબિત્ર ચેટર્જી  – ગીતકાર: પ્રનબ રોય

નીલ આકાશેર નીચે કી પ્રિથીબી – નીલ આકાશેર નીચે (૧૯૫૮) – સંગીતકાર: હેમંત કુમાર

આઓ લાટે તુમી મધુર  – રાતેર અંધકાર (૧૯૫૯)- સંગીતકાર: વી બલસારા – ગીતકાર: પુલક બેનર્જી

અમારે હોરીદાસેર બુલબુલ ભાજા – બારી ઠેકે પલિયે (૧૯૫૯) – સંગીતકાર અને ગીતકાર: સલિલ ચૌધરી

સિમાહીન પાથે  – દુઈ બારી (૧૯૬૩)- સંગીતકાર: કાલિપદ સેન – ગીતકાર: ગૌરી મજુમદાર

તોમાદેર સ્વર્ગ સે તો – તૃષ્ણા (૧૯૬૫) – શ્યામલ મિત્ર સાથે – સંગીતકાર: શ્યામલ મિત્ર – ગીતકાર: ગૌરી મજુમદાર

ઓ રાધે થોમકે ગલી કેનો  – બાઘિની (૧૯૬૮) – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: મુકુલ દત્ત

આમી સુનીતે રૈની – નિશી મૃગયા (૧૯૭૫) – સંગીતકાર: હેમંત કુમાર

મોન બોલે આમી – હાર્મોનિયમ (૧૯૭૬) – અરૂંધતી દેવી સાથે – સંગીતકાર અને ગીતકાર: તપન સિંહા

સુધુ બથાર આઘાત બારે બારે – પ્રોતિશોધ (૧૯૮૧) – સંગીતકાર: અજોય દાસ – ગીતકાર: પુલક બંદોપાધ્યાય

આમી જોડી મુચી – અમર ગીતી (૧૯૮૩) – અરૂધતી દેવી સાથે – સંગીતકાર : હેમંત કુમાર

આ ઉપરાંત રવિન્દ્ર સંગીત સહિતનાં ગૈર-ફિલ્મી ગીતોનાં સ્વરચિત ૫૦થી વધુ ગીતો સહિત ૩૭૦થી વધારે ગીતોનું પણ બહુ મહત્વનું યોગદાન તેમણે કર્યું. તેમણે ૮ રવિન્દ્ર ગીતીનાટ્ય સહિત ૧૨ ગીતીનાટ્યમાં પણ ગાયન કર્યું હતું.

ના જેઓ ના – સંગીતકાર : હેમંત કુમાર – ગીતકાર: પુલક બંદોપાધ્યાય

દિન ચોલે હય સોબી બોદલે – સંગીતકાર : હેમંત કુમાર – ગીતકાર: અવિજિત બેનર્જી

દેકો ના અમારે દેકો ના – સંગીતકાર : હેમંત કુમાર

તેમના અવસાનના ત્રણ દિવસ પહેલાં તેમણે વિશ્વજીતે નિર્માણ કરેલ દ્વિભાષી ફિલ્મ ‘ભાલો બસર રાત’ માટે તેમણે પોતાની કારકિર્દીનું છેલ્લું ગીત રેકોર્ડ કર્યું હતું.

હેમંત કુમારની કારકિર્દીમાં સંબંધોનું મહત્ત્વ પણ ઘણું રહ્યું, જેના વિશે હવે પછીના અંકોમાં વાત કરીશું


શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 2નો આંશિક અનુવાદ

શ્રી  એન વેન્ક્ટરામનનું વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com/


Acknowledgements & References:

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) – Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975
2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015

4. Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008

5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *