લુત્ફ-એ-શેર : મણકો # ૩૮

ભગવાન થાવરાણી

ઓછા જાણીતા શાયરોમાં અયાઝ ઝાંસવી પછી આજે અખ્તર અંસારી સાહેબની વાત.

નાની બહરનો એમનો એક શેર મારી સ્મૃતિ (સ્મૃતિને ઉર્દૂમાં હાફિઝા પણ કહે છે) અને ડાયરીમાં વર્ષોથી સચવાયેલો છે :

યાદ – એ – માઝી અઝાબ હૈ યારબ
છીન લે મુજસે હાફિઝા મેરા ..

અર્થાત ભૂતકાળની યાદો પીડાદાયક છે. હે ભગવાન ! મારી સ્મરણ – શક્તિ છીનવી લે મારી પાસેથી.

પરંતુ દરેક માણસ વિરોધાભાસોનું પોટલું હોય છે. શાયર પણ. આ જ અખ્તર સાહેબ એમના એક બીજા શેરમાં જે વાત કરે છે ઉપરની વાતથી બિલકુલ ઉલ્ટી છે અને એમાં કોઈ જ આશ્ચર્ય નથી. આ જ તો માનવીય પ્રકૃતિ છે ! જુઓ :

વો માઝી જો હૈ ઈક મઝમુઆ અશ્કોં ઔર આહોં કા
ન જાને મુજકો ઈસ માઝી સે કયું ઈતની મુહબ્બત હૈ..

( મઝમુઆ = ખજાનો )

જે શાયર એક શેરમાં માઝી (ભૂતકાળ) ને અઝાબ (ઈજા) કહે છે એને જ એ ભૂતકાળ વહાલો પણ છે !

મને પૂછો તો :

યાદે માઝી એક ઈનાયત હૈ બડી
ઈસસે બઢકર કોઈ ભી દૌલત નહીં..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

1 thought on “લુત્ફ-એ-શેર : મણકો # ૩૮

Leave a Reply

Your email address will not be published.