
દર્શા કિકાણી
૨૮/૦૫/૨૦૧૭
સવારે ઊઠી રૂટિન પતાવી નાસ્તો કરી અમે તૈયાર થઈ ગયાં. ભાર્ગવીએ સવાર માટે ગરમ ગરમ નાસ્તો બનાવ્યો હતો અને બસમાં ખાવા હાંડવો, પૂરી, અથાણું વગેરે પેક કર્યું હતું. અમને આ બધાંની જરૂરિયાત એક જ દિવસમાં સમજાઈ ગઈ હતી એટલે ઘેર પણ સારોએવો નાસ્તો કર્યો અને ભાથું પણ સાથે લઈ લીધું.
ખેડૂતોની સાપ્તાહિક બજારની પાસેથી જ અમારે ૧૦.૪૫ વાગે બસ પકડવાની હતી. અમે VAMOOS બસમાં નીકળી ન્યુ-યોર્ક જવાનાં હતાં. ખેડૂતોની સાપ્તાહિક બજાર પણ જોવા જેવી હોય છે. ત્યાં તાજાં શાકભાજી અને ફળફળાદી મળે, ઘરે બનાવેલ વ્યંજનો જેવા કે કેક, જામ વગેરે મળે, ખાતર અને ખેતીનાં નાનાં ઓજારો મળે. આપણી ગુજરી કે રવિવારી જેવો માહોલ હોય ! આ બધું જોવા અને માણવા અમને નિખિલભાઈ થોડા વહેલા અહી લઈ આવ્યા હતા. મોટા મોલની સરખામણીએ સાવ અલગ વાતાવરણ, પણ વસ્તુઓ તાજી અને સારી મળે એટલે ઘણાં લોકો ખેડૂતોની સાપ્તાહિક બજારમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખે. અમને પણ મઝા આવી અને નાની એવી કેક લઈ ખાધી પણ ખરી!
લગભગ ૧૦.૫૦ વાગે બસ આવી અને અમે બસમાં ન્યુ-યોર્ક જવા નીકળ્યાં. બસ સરસ હતી. અમેરિકન બસનો પહેલો અનુભવ હતો જે સંપૂર્ણ સુખદ રહ્યો. રસ્તાઓ સરસ અને વાહનો સરસ, વળી વાહનચાલકો ચલાવે શિસ્તપૂર્ણ રીતે એટલે બસ તો પાણીના રેલાની જેમ ચાલી જાય! રસ્તા પર માર્ગસૂચક બોર્ડ આવ્યાં કરે. જરૂરી માહિતી મળતી રહે. તમે ક્યારે આ રસ્તો છોડી શકો અને ક્યાં જવા કયો EXIT લેવો, જેવી સતત મળતી માહિતી ડ્રાઈવીંગને સરળ બનાવે. અહી અંતર માઈલમાં મપાય છે, કીલોમીટરમાં નહીં. જો કે લોકો તો અંતર સમયમાં જ કહે! નિખિલભાઈને અમે પૂછ્યું કે ન્યુ-યોર્ક કેટલું દૂર? તો કહે પાંચ કલાક! રસ્તા પર આજુબાજુ જોવાની બહુ મઝા આવે. લીલોતરી, સ્વચ્છ આકાશ અને પાણી… કુદરતે આ દેશને ઘણું આપ્યું છે અને લોકોએ તે સાચવ્યું છે અને વિકસાવ્યું છે.
ડ્રાઈવરે બે કલાક પછી બસ ઊભી રાખી. દરેક પેટ્રોલ પંપ પાસે એક રોજબરોજની જરૂરિયાતનો સ્ટોર હોય, સરસ ફૂડ-કોર્ટ હોય અને સ્વસ્ચ્છ વોશરૂમ હોય. અમે કૉફી લઈ આવ્યાં અને ભાથું ખોલી નાસ્તો કર્યો. અમને બધાંને કૉફી ભાવે એટલે સ્ટારબક્સ (STARBUCKS) ની કૉફી લઈએ. મોટો ગ્લાસ હોય એટલે એક ગ્લાસમાંથી બે કે ત્રણ જણ શાંતિથી પી શકીએ. ઠંડુ વાતાવરણ, સાવ નવરાશ, મિત્રોનો સાથ અને થેલામાં નાસ્તો હોય એટલે ઘંટી ચાલુ જ રહે ! બસ ઊપડી અને અમે સૌએ ઝોકાં મારી લીધાં.
નિયત સમયે એટલે કે બપોરે ૩.૪૫ વાગે અમે ન્યુ-યોર્ક પહોંચ્યાં. આટલી મોટી બસ શહેરની બરાબર મધ્યમાં એકદમ ભરચક વિસ્તારમાં આવી ઊભી. અને અમે જગ પ્રખ્યાત મેનહટ્ટન, ન્યુ-યોર્ક આવી પહોંચ્યાં. સેન્ટ્રલ મુંબઈના ભરચક ભીડભાડવાળા વિસ્તારોની યાદ અપાવે. શહેરનો મુખ્ય રસ્તો, આટલી ભીડ, આટલાં વાહનો એટલે બસ તો બે જ મિનિટ ઊભી રહી અમને ઊતારી આગળ ચાલી. થોડી જ વારમાં જયેન્દ્રભાઈ અને માલા એમની મોટી ગાડીમાં આવી પહોંચ્યાં. લોકલ ફોન હાથમાં હોવો ખરેખર લાભદાયી છે. તમે સતત તમારા યજમાનના કોન્ટેક્ટમાં રહી શકો. અમે છેલ્લા અડધા કલાકથી જયેન્દ્રભાઈ સાથે સંપર્કમાં હતાં એટલે એકબીજાને શોધતાં જરાય તકલીફ પડી નહીં.
આવા ભરચક વિસ્તારમાં પણ રસ્તાની એક બાજુ ગાડી ઊભી રાખવાની વ્યવસ્થા હોય છે. જયેન્દ્રભાઈએ અમારો સામાન ગાડીમાં ગોઠવી ગાડીને રસ્તાની બાજુમાં લઈ ઊભી રાખી. મોટા શહેરમાં અહીંથી ઘેર જઈ સામાન મૂકી, આરામ કરી પછી ફરવા જવાય નહીં.અમારે અહીંથી જ ન્યુ-યોર્ક દર્શન શરુ કરવાનું હતું એટલે માલા પૂરતી તૈયારી કરીને જ આવી હતી. સરસ બે જાતની કચોરી, ચટણી અને બીજા કોરા નાસ્તા તે જોડે જ લાવી હતી. ડીશ-ચમચી-નેપકીન વગેરે વ્યવસ્થા પણ સારી રાખી હતી. ગાડીમાં બેસીને જમવા જેવો અને જેટલો નાસ્તો અમે કર્યો. જયેન્દ્રભાઈએ ગાડી ઉપાડી. હવે અમારે વિશ્વ પ્રખ્યાત અને ભવ્ય સ્થળોનું વિહંગાવલોકન કરવાનું હતું. પહેલાં ગયાં ‘world’s most famous arena’ મેડીસન સ્ક્વેર ગાર્ડન ( Madison Square Garden ) . સંગીતકારો, કલાકારો અને રમતવીરોની આખરી મંઝીલ ! ! પછી રેડિયો સીટી હોલ (Radio City Hall) અને પોર્ટ ઓથોરીટી ટેર્મીનલ (Port Authority Terminal) નું મોટું બિલ્ડીંગ. ઘણું મોટું અને સુંદર. ત્યાંથી ગાડી છોડી ચાલ્યાં ટાઈમ્સ સ્ક્વેર -૪૨ સ્ટ્રીટ (Times Square-42nd Street) પર. અહીં તો પગે ચાલવાની જ મઝા આવે. ચાલતાં ચાલતાં પણ અથડાયા કરીએ તેવી ભીડ. કોઈ પણ વ્યાપારી કે ધંધાદારી મઝામાં આવી જાય એટલાં માણસો! એક વાર છૂટા પડી જાવ તો જલદી મળો પણ નહીં. સ્ટ્રીટ પર આવેલ જાણીતા સ્ટોર ( H & M Mall)માં પણ આંટો માર્યો. દુનિયાભરની બધી જાણીતી બ્રાન્ડની વસ્તુઓ મળી રહે એવો મોટો સ્ટોર. થોડું આગળ ચાલ્યાં અને ટાઈમ્સ સ્ક્વેર -૪૨ સ્ટ્રીટ પર આવે નેસ્ડેક (Nasdaq) નું બિલ્ડીંગ. હું અને દિલીપભાઈ બંને શેરબજારમાં પ્રવૃત્ત એટલે અમારા માટે તો એ જાણે મક્કા! બહુ ફોટા પડાવ્યા નેસ્ડેકના બિલ્ડીંગ નીચે. એ ગલી પર કે રસ્તા પર અસંખ્ય જાણીતાં બિલ્ડીંગ આવેલાં છે. લગભગ દરેક બિલ્ડીંગની આગવી વાર્તા હોય. ક્રિસમસ વખતે ૩૧ ડિસેમ્બરની રાત્રે બાર વાગે નીઓન લાઈટથી ઝગમગતા એક બિલ્ડીંગ પરથી દડો ગગડાવીને નવા વર્ષને આવકારાય તે બિલ્ડીંગ પણ જોયું. ૩૧ ડિસેમ્બરની રાત્રે બાર વાગે ભયંકર ઠંડીમાં પણ લાખો લોકો ત્યાં ભેગાં થાય આ નજરો જોવા ! જાતજાતનાં અને ભાતભાતનાં બિલ્ડીંગો જોતાં જોતાં અમે છેલ્લે પહોંચ્યાં રોકફેલર સેન્ટર.
શહેરની મધ્યમાં ૨૨ એકરમાં ફેલાયેલ રોકફેલર સેન્ટરમાં ૧૯ મહાકાય બિલ્ડીંગ આવેલાં છે. અમે પહોંચ્યાં ત્યારે અંધારું થવા આવ્યું હતું એટલે રોશનીની ભવ્યતા પૂર બહારે ખીલી હતી. અમે જોયું મોટું ક્રિસમસ ટ્રી… કદાચ દુનિયાના સૌથી મોટાં ક્રિસમસ ટ્રીમાંનું એક. અને પછી જોયું હવાથી ફુલાવી શકાય તેવા ચળકતા નાયલોન સ્ટીલમાંથી બનેલ, પોતાના પાયલ સરખા કરવા બેઠેલી બાળ-નૃત્યાંગનાનું ( Seated Ballerina) મોટુંમસ મનોરમ્ય પૂતળું. વિખ્યાત કલાકાર જેફ કુને ત્રણ કળાકૃતિ આ સેન્ટર માટે બનાવી છે તેમની આ એક. આ સેન્ટર બાળકો માટે અને ખાસ કરીને ખોવાયેલ બાળકો માટે ઘણું કામ કરે છે. આ મોટા પૂતળાની નીચે ખુલ્લામાં સરસ રેસ્ટોરાં બનાવી છે જેમાં અનેક ટુરીસ્ટ ખાવાપીવાની મઝા માણીને આ ભવ્ય કામને બિરદાવે છે. પૂતળાની બરાબર સામેની બાજુ શિલાલેખ છે જેમાં લખ્યું છે : “I believe that LOVE is the greatest thing in the world that it alone can overcome hatethat right can and will triumph over might..”
જયેન્દ્રભાઈ ન્યુ-યોર્ક મેટ્રોમાં ઊંચા હોદ્દા પર વર્ષો સુધી કામ કરી હમણાં જ નિવૃત્ત થયા છે એટલે એમને મન હતું કે અમે બે સારા મેટ્રો સ્ટેશન જોઈએ અને મેટ્રોમાં સવારી કરીએ. સ્ટેશને જઈ અમે ખુશ થઈને સબવે નક્શો લીધો. મેટ્રો સ્ટેશન પર ચા-કૉફી પીધાં અને ત્યાંના સ્વચ્છ વોશરૂમ પણ વાપર્યાં. ટિકિટ લઈ અમે કાર પાર્ક કરી હતી તે સ્ટેશન આવી તેમના ઘર તરફ પ્રયાણ કર્યું.
રસ્તામાં તેમણે ન્યુ-યોર્ક શહેર વિષે માહિતી આપી. ન્યુ-યોર્ક શહેર હડસન નદી અને એટલાન્ટીકના સંગમ પર આવેલ છે. તે પાંચ વિભાગ કે બરોઝ (Boroughs) નું બનેલું છે. આ શહેર વ્યાપારી, નાણાંકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધામ છે. લગભગ ૮૦૦ sq.Kmમાં વિસ્તરેલું છે અને ૯૦ લાખની વસ્તી ધરાવે છે. દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવનાર શહેરોમાં ચોથા સ્થાને છે. પાંચ વિભાગોમાંના બ્રોન્ક્ષ, બૃલ્કીન, મેનહટ્ટન, ક્વીન્સ અને સ્ટેટન ટાપુ (Bronx, Brooklyn, Manhattan, Queens, Staten Island ) ક્વીન્સ બરોમાં ફલોરલ પાર્કમાં જયેન્દ્રભાઈ વર્ષોથી તેમના કુટુંબ સાથે રહે છે. સરસ સોસાયટી છે. આસપાસ ઘણાં ભારતીયો રહે છે. અમને જાણીને બહુ નવાઈ લાગી કે આટલાં વર્ષોથી અહી રહેવા છતાં જયેન્દ્રભાઈ રોજ ઠાકોરજીની સેવા કરે છે અને કાંદા-લસણ વગરનો શુદ્ધ શાકાહારી ખોરાક જ લે છે! માલા પોતે જૈનની દીકરી છે પણ હવે તો તે ઠાકોરજીના રંગમાં રંગાઈ ગઈ છે!
તેણે જમવાની પૂર્વ તૈયારી કરી રાખી હતી એટલે અમે તેમના ઘરમાં ગોઠવાઈએ એટલી વારમાં તો ગરમાગરમ ભોજન હાજર થઈ ગયું! ભોંય તળિયે દિવાન ખંડ, રસોડું, ડાઈનીંગ રૂમ, સેવાનો રૂમ, એક સુવાનો રૂમ બાથરૂમ વગેરે હતું. પહેલે માળે બે સુવાના રૂમ હતા જ્યાં અમારો ઊતારો હતો. અને ભોંયરામાં મોટો હોલ, કિચન, બાથરૂમની પૂરતી વ્યવસ્થા. વળી ઘરની પાછળની બાજુ પણ મોટો રૂમ અને બગીચો બનાવેલાં. આટલું મોટું ઘર સાફ રાખતાં રાખતાં ગૃહિણીઓની શું દશા થતી હશે ?
જમીને અમે જયેન્દ્રભાઈ સાથે ચાલવા નીકળ્યાં. રસ્તામાં તેમણે ગુજરાતી ફરસાણની દુકાન બતાવી. અને એક ભારતીયની દુકાનમાંથી અમે શાકભાજી અને ફળો પણ લીધાં. ઘરે આવી રાતના મોડે સુધી વાતો કરી. તેઓ અમેરિકા કેવી રીતે આવ્યા, કેટલી મુશ્કેલીઓ પડી, બાળકોને કેવી રીતે ભણાવ્યાં અને મોટાં કર્યાં વગેરે વાતો કરી. તેમને બે દીકરીઓ છે, બંને પોતપોતાને સાસરે સુખી છે. એક તો નજીક જ રહે છે અને તેમની મીઠડી પૌત્રી અનાયા અમને મળવા આવી જ લાગી !



ક્રમશઃ
સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
Detailed makes you feel as if you are actually visiting it🤩 I am inspired to write a travelogue now wherever I visit🌝
Thanks, Heenaben! I would love to read your travelogue!
Excellent! Enjoyed NYC and Mala-Jay’s great hospitality as always!
Amrish
Thanks, Amrishbhai!
Yes, Mala n Jay are great hosts!
We thoroughly enjoyed the city as well as their hospitality!
The description is so interesting that I always feel it could have been longer.
Thanks, Mona!
Please join us again, next Friday!
Nicely written. Enjoyed reading 🤗❤️
Thanks, Jagruti!
Please join us every Friday for this dream travelogue!
Description is so live that before seeing the photographs one can visualise the place…nice.
Thanks, Smita! Please join us every Friday for this travelogue!
Enjoyed reading. Felt like we were there with you guys. Looking forward to the next episode.
Thanks, Nanakbhai! Please join us again every Friday for this dream travelogue!
Darsha,
Thank you for your appreciations.
We had a great & enjoyable time with you, Rajeshbhai, Rita & Dilipbhai. The memories of your stay with us are unforgettable.
All your tour articles are perfect and very well described. KEEP IT UP. 👍
Maka & Jayendra
Thanks, Mala! We just can’t forget your great hospitality! You are a wonderful host and your daughters are following you well!
What a nice way to describe. I revisited New York, after my visit in 2008
Thanks, Bharatbhai! Please join us every Friday for this dream travelogue!
Darsha, one cannot have a better experience of great city of NYC w/o Jay-Mala, They provided a wonderful time of this beautiful night city driving through tallest buildings to finish all in 2-3 days.
You explained the details very nicely too
Roaming in streets of NYC and enjoying has its own charm you got the best
Bhargavi-Nikhil
Thanks, Nikhilbhai! Yes, we can not thank them enough for the great experience we had at NY!
Please join us every Friday for this dream travelogue!
Enjoyed Newyork thru your eyes👍. Nice