તન્મય વોરા

જે અનાગતની ખબર પડી શકે એની સાથે આપણને વધારે ફાવે છે. આપણું અંતિમ લક્ષ્ય સફળતાની મહત્તમ તકો સિદ્ધ કરવાનું હોય છે, એટલે આની સીધી અસર આપણી પસંદ-નાપસંદ પર પડે છે
પરંતુ, ક્યારેક, આપણે બેકાબૂ સ્થિતિઓમાં મુકાઈ જતાં હોઈએ છીએ. ત્યારે આપણો માર્ગ આપણે જ કંડારવો પડે છે અને તે મુજબ સફરનો નકશો પણ ઘડાતો જાય છે. આપણને સૌથી વધારે શીખવાનું અહીં જ મળે છે
VUCA દુનિયામાં અનિશ્ચિતતાના કળણમાં ફસાઈ પડતાં પહેલાં જ એ બાબતે તૈયારીઓ કરી લેવી એ જ સફળતાની ચાવી છે. ભવિષ્યની આગાહી આપણને ખેલમાં રાખી શકે પણ અનિશ્ચિતાનો સ્વીકાર અને તેમાં સફળતા જ, આપણી કામગીરીને સુધારી શકે છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com
વીસ વરસથી નિવૃત્ત આ માણસ આ બાબત કાંઈ અભિપ્રાય આપે તે હાસ્યાસ્પદ લાગે. છતાં , કહેવા દો કે, એ રસ્તા શોધતા ભલે રહીએ, એ પકડી , ભુલભુલામણીમાં ફસાઈ, પસ્તાઈ, ભલે પાછા ફરવું પડે. પણ …
એ વ્યથાની સાથે રસ્તાની આજુબાજુ, આડે ધડે ઊગી ગયેલ જંગલી ફૂલોની ફોરમ માણવાની કોણે ના પાડી છે ? !