‘ભૂલના –ભૂલાના’ પર ફિલ્મીગીતો

નિરંજન મહેતા

પ્રેમીઓમા ભૂલવા કે ભુલાવાના કિસ્સા ફિલ્મોમાં અનેક હોય છે ક્યારેક વિરહમાં ગવાયા હોય છે તો ક્યારેક અન્ય કારણસર. તેને અનુલક્ષીને જે ગીતો રચાયા છે એવા કેટલાક ગીતોનો આ લેખમાં સમાવેશ છે.
સૌ પ્રથમ યાદ આવે ૭૫ વર્ષ પહેલાની ૧૯૪૬ની ફિલ્મ ‘અનમોલ ઘડી’ જેમા ગમભર્યું ગીત છે

मेरे बचपन के साथी मुझे भूलना जाना

ગીતના લેખક છે તનવીર નકવી અને સંગીત નૌશાદનું. નુરજહાંનો અભિનય અને સ્વર પણ તેનો જ..

૧૯૫૧ની ફિલ્મ ‘દિદાર’માં ભૂલવાને લગતા બે ગીત છે.

मेरी कहानी भूलने वाले तेरा जहां आबाद रहे

દિલીપકુમાર આ ગીતમાં જુદો જ ભાવ વ્યક્ત કરે છે. ભલે કોઈ ભૂલી જાય પણ તેને તે દુઆ આપે છે. ગીતના શબ્દો શકીલ બદાયુંનીનાં અને સંગીત નૌશાદનું. ગાનાર કલાકાર રફીસાહેબ

તો અન્ય ગીતમાં બાળકોની નિર્દોષ વાતની રજૂઆત છે.

बचपन के दिन भूलाना देना

ગીતના બાળકલાકારો છે તબસ્સુમ અને પરિક્ષિત સહાની. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ. સ્વર છે લતાજી અને શમશાદ બેગમના.

૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’મા એક દર્દભર્યું ગીત છે.

मोहे भूल गए सावरिया

મીનાકુમારી અભિનીત આ ગીતના રચનાકાર છે શકીલ બદાયુની અને સંગીત નૌશાદનું. સ્વર લતાજીનો.

૧૯૫૩ની ફિલ્મ ‘અલીફ લૈલા’મા પણ એક દર્દભર્યું ગીત છે જેમાં નિમ્મી કહે છે

तुज को भुलाना मेरे बस में नहीं है

ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર શ્યામ સુંદર. ગાયિકા લતાજી.

૧૯૫૫ની ફિલ્મ ‘બારાદરી’નાં ગીતમાં ગીતાબાલી અજીતને કહે છે

भूला नहीं देना जी भूला नहीं देना
ज़माना खराब है दगा नहीं देना जी दगा नहीं देना

કુમાર બારાબંકવીનાં શબ્દોને સંગીત આપ્યું છે શૌકત દેહલવીએ. સ્વર છે લતાજી અને રફીસાહેબનાં.

૧૯૫૭ની ફિલ્મ ‘નૌશેરવાન એ આદીલ’મા એક સંદેશવાહક ગીત છે

भूल जाए सारे गम डूब जाए प्यार में

રાજકુમાર અને માલા સિંહા આ ગીતના કલાકારો છે જેના રચયિતા છે પરવેઝ શમ્સી અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રે. સ્વર છે લતાજી અને રફીસાહેબનાં.

૧૯૫૯ની ફિલ્મ ‘દીદી’મા એક અન્ય પ્રકારનું ગીત છે જેમાં જયશ્રી સુનીલ દત્તને કહે છે

तुम मुझे भूल भी जाओ तो ये हक़ है तुमको
मेरी बात और है मैंने तो मोहबात की है

સુધા મલ્હોત્રા અને મુકેશ ગીતના ગાયકો છે. સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીત આપ્યું છે એન. દત્તાએ.

૧૯૬૦ની ફિલ્મ ‘બરસાત કી રાત’નું આ અતિ લોકપ્રિય ગીત છે

जिन्दगी भर नहीं भुलेगे वो बरसात की रात

ભારત ભૂષણ અને મધુબાલા પર રચિત આ ગીતના ગીતકાર છે સાહિર લુધિયાનવી અને સંગીતકાર રોશન. સ્વર છે લતાજી અને રફીસાહેબના.

આ જ ગીતનું મોહમ્મદ રફીના સ્વરમાં સૉલો વર્ઝન પણ છે, જે ભારત ભુષણે પરદા પર અભિનિત કર્યું છે.

૧૯૬૧ની ફિલ્મ ‘સંજોગ’મા અતીતને યાદ કરીને ગવાતા ગીતના શબ્દો છે

वो भूली दास्तां लो फिर याद आ गई

અનિતા ગુહા પર રચાયેલ આ ગીતના રચયિતા છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત છે મદનમોહનનું. ગાયિકા છે લતાજી.

૧૯૬૮ની ફિલ્મ ‘પત્થર કે સનમ’મા પરદેશ જતા મનોજકુમારને સંબોધીના વહીદા રહેમાન ગાય છે

बता दू क्या लाना तुम लोट के आ जाना
ये छोटा सा नज़राना
पिया याद रखोगे के भूल जाओगे

શબ્દો છે મજરૂહ સુલાતાનપૂરીનાં અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજીનો.

૧૯૬૮ની અન્ય ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’નું ગીત છે

मै तो भूल चली बाबुल का देश
पिया का घर प्यारा लगे

સાસરે ગયેલી નવોઢા નુતન પોતાના મનોભાવ સંતાડીને ઉપરના ગીત દ્વારા જુદો જ ભાવ વ્યક્ત કરે છે. ઇન્દીવરનાં સબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ જેને સ્વર મળ્યો છે લતાજીનો.

૧૯૬૮ની એક અન્ય ફિલ્મ ‘આબરૂ’નું ગીત છે જેમાં પ્રેમી કહે છે

जिन्हें हम भूलना चाहे वो अक्सर याद आते है

ગીતના કલાકાર છે દિપકકુમાર. શબ્દો છે જી.એસ.રાવલના અને સંગીત સોનિક ઓમીનું. ગાયક છે મુકેશ.

૧૯૭૦ની ફિલ્મ ‘પગલાં કહી કા’નું ગીત છે

जब कभी भी सुनोगे गीत मेरे
संग संग तुम भी गुनगुनाओगे
तुम मुझे यूं भूला न पाओगे

શમ્મીકપૂર પર રચાયેલ આ ગીતના શબ્દો છે હસરત જયપુરીના જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને. રફીસાહેબ ગીતના ગાયક.

આ ગીત ફરી વાર લતાજીના અવાજમાં આશા પારેખ માટે

૧૯૭૪ની ફિલ્મ ‘રોટી, કપડા, મકાન’નું ગીત જુદા જ પ્રકારનું છે

मै ना भूलूंगा मै ना भूलूंगा
इन रस्मो को इन कसमो को इन रिश्ते नातो को

કલાકારો છે ઝીનત અમાન અને મનોજકુમાર. શબ્દો છે સંતોષ આનંદના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે મુકેશ અને લતાજીના.

૧૯૭૫ની ફિલ્મ ‘જુલી’નાં ગીતમાં પ્રેમીઓની ભાવના વ્યક્ત થાય છે.

भूल गया सब कुछ याद नहीं अब कुछ
हो हो बस एक यही बात ना भूला
जुली आई लव यु

લક્ષ્મી અને વિક્રમ પર રચાયેલ આ ગીતના રચયિતા છે આનંદ બક્ષી જેને સંગીત આપ્યું છે રાજેશ રોશને. લતાજી અને કિશોરકુમાર ગાનાર કલાકારો.

૧૯૯૦ની ફિલ્મ ‘સૌતન કી બેટી’નું ગીત છે

हम भूल गए हर बात
मगर तेरा प्यार ना भूले

રેખા આ ગીતના કલાકાર છે જેના શબ્દો છે સાવનકુમારના અને સંગીત વેદ પાલનું. લતાજીનો સ્વર.

એમ તો હજી ઘણા ગીતો મૂકી શકાય પણ લેખની મર્યાદાને કારણે આટલેથી અટકું છું.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “‘ભૂલના –ભૂલાના’ પર ફિલ્મીગીતો

  1. એક એકથી ચડિયાતા ગીતોની સુંદર ગૂંથણી… ખૂબ મજા આવી

Leave a Reply

Your email address will not be published.