શ્રી ચંદુભાઈ મહેરિયાના સાંપ્રત વિષયોને નવા દૃષ્ટિકોણની ‘નિસબત’ ધરાવતા લેખોની લેખમાળાના પ્રારંભે

ગુજરાતની દલિત ચળવળ, દલિત પત્રકારત્વ, દલિત સાહિત્ય, દલિત જીવનનો અધિકૃત માહિતીસ્રોત ગણાવી શકાય એવા ચંદુભાઈ મહેરિયાના અહેવાલો, સંપાદનો ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેમણે લખેલાં વ્યક્તિચિત્રોની પણ આગવી શૈલી છે. તેમનો નીરક્ષીર વિવેક એવો છે કે અચ્યુત યાજ્ઞિક જેવા અભ્યાસી કર્મશીલ તેમને ‘સર્જક-વિવેચકની ભેદરેખા ભૂંસતા સંવેદનશીલ આલેખક’ તરીકે  ઓળખાવે છે.

ચંદુભાઈના લેખોમાં તેમની અભ્યાસુ વૃત્તિ અને ખંત બરાબર ઝીલાય છે. ઝીણી ઝીણી અનેક માહિતીને એક વિચારદોરે પરોવીને તે એ રીતે રજૂ કરે કે વાંચનારને એક નવું જ પરિમાણ મળી આવે. લેખનો વિષય કોઈ પણ હોય, એમાં લઘુત્તમ સામાન્ય અવયવ હોય છે ચંદુભાઈની ‘નિસબત’. હાલ તેઓ ‘સંદેશ’માં ‘ચોતરફ’ નામની કટાર લખી રહ્યા છે.

‘વેબગુર્જરી’ના વાચકોને જાણ કરતાં આનંદ થાય છે કે ‘નિસબત’ શીર્ષક હેઠળની આ  શ્રેણીનો પહેલો લેખ ૧૮-૧-૨૦૨૧ના રોજ પ્રકાશિત થશે અને તે પછીથી દર સોમવારે ચંદુભાઈના લેખો નિયમિતપણે મૂકાશે.

શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

– સંપાદક મંડળ, વેબ ગુર્જરી

Author: Web Gurjari

6 thoughts on “શ્રી ચંદુભાઈ મહેરિયાના સાંપ્રત વિષયોને નવા દૃષ્ટિકોણની ‘નિસબત’ ધરાવતા લેખોની લેખમાળાના પ્રારંભે

  1. શ્રી ચંદુભાઈ મહેરિયાના સાંપ્રત વિષયોને નવા દૃષ્ટિકોણની ‘નિસ્બત’ ધરાવતા લેખોની લેખમાળાના પ્રારંભે
    WEL COME !

  2. મને એ સમજાતું નથી કે સાહિત્ય દલિથ કેવી રીતે હોય, આદરણીય ચંદુભાઈ નું અભિયાન ખોટું તો.નથી જ. સાહિત્યના માપદંડો પ્રમાણે કોઈ લખાણ ખરું ઉતરે, સામાન્ય વાચક થી પ્રબોધ સાહિત્યકારોને આકર્ષે એજ વંચાય છે, અને ટકી રહે છે, જે દુઃખો હજુ પણ દલીતજન ભોગવી રહ્યા છે તે અમાનવીય અને શરમજનક છે. દુનિયાના બધાજ દેશોમાં આવું કોઈને કોઈ પ્રકારે થઈ રહ્યું છે, અને ભારતમાં પરંપરાગત છે.

  3. હું ચંદુભાઈ મહેરિયા નો પ્રસંશક છું.
    આપનુ સ્વાગત છે !

  4. Welcome, writer is linked to his language, his background and experience adds to his writing.
    Read you in Jalso Gujarati magazine, hope this column will add to his reputation.

Leave a Reply

Your email address will not be published.