નિરંજન મહેતા
ખુશી એટલે આનંદ. તે વ્યક્ત કરતા ગીતો ફિલ્મોમાં મુકાયા હોય છે. ક્યારેક તે આનંદ વ્યક્ત કરતુ હોય છે તો ક્યારેક તે વેદનાને વાચા આપે છે. આવા કેટલાક ગીતો આ લેખમાં રજુ કર્યા છે.
આજથી ૭૦ વર્ષ પહેલાની ૧૯૪૯ની ફિલ્મ ‘બડી બહેન’મા એક દર્દભર્યું ગીત છે
जो दिल में खुशी बन कर आये
वो दर्द बसा कर चले गए
રાજીન્દર ક્રિશ્નના શબ્દો અને હુસ્નલાલ ભગતરામનું સંગીત જેને કંઠ મળ્યો છે લતાજીનો. કલાકાર છે સુરૈયા.
આ જ વર્ષની અન્ય ફિલ્મ ‘પતંગા’મા એક ફિલ્સુફીભાર્યું ગીત છે
मोहब्बत की खुशी दो दिन की
और गम जिन्दगी भर का
આ ચાર દિનની ચાંદની જેવા અર્થનું ગીત છે. તેવા દર્દને ગીત દ્વારા દર્શાવે છે નિગાર સુલતાના. રાજીન્દર ક્રિશ્નના શબ્દો અને સી. રામચંદ્રનું સંગીત. દર્દભર્યો અવાજ લતાજીનો.
૧૯૫૨ની ફિલ્મ ‘બેવફા’મા વિરહમાં ગવાતા ગીતમાં પણ કહેવાયું છે કે
तू आये ना आये खुशी तेरी
हम आस लगाए बैठे है
રાજકપૂર પર રચાયેલ આ ગીતના શબ્દો છે શાર્દુલ ક્વાત્રાના અને સંગીત અલ્લા રખા કુરેશીનું. સ્વર છે તલત મહેમૂદનો.
હવે જોઈએ ૧૯૬૬ની ફિલ્મ ‘અનુપમા’નું ગીત.
क्यों मुझे इतनी खुशी दे दी
की गभाराता है दिल
ખુશી મળે તો પણ ગભરાઈ જવાય એ અર્થમાં શશીકલા પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત હેમંતકુમારનું. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૬૭ની ફિલ્મ ‘ઉપકાર’માં પણ એક દર્દભર્યું ગીત છે
हर खुशी हो वहां तू जहां भी रहे
આશા પારેખ ગીતના કલાકાર છે જેના શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર છે લતાજીનો.
૧૯૬૭ની અન્ય એક ફિલ્મ ‘મિલન’મા સુનીલ દત્ત પોતાના મનોભાવ દબાવીને ખુશીનું ગીત ગાય છે
मुबारक हो सब को समा ये सुहाना
मै खुश हूँ मेरे आंसुओ पे न जा
સ્વર છે મુકેશનો અને ગીતના શબ્દો છે આનંદ બક્ષીના. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
૧૯૬૮ની ફિલ્મ ‘મેરે હુઝુર’નું ગીત છે
जो गुझर रही है मुझ पर उसे कैसे मै बताऊ
वो खुशी मिली है मुझ को मै खुशी से मर न जाऊं
પોતાના મનોભાવ વ્યક્ત કરતા રાજકુમાર પર રચાયેલ આ ગીત રફીસાહેબના અવાજમાં છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત શંકર જયાકિસનનું
૧૯૬૯ની ફિલ્મ ‘સુહાગરાત’નું ગીત એક કન્યાવિદાયનું ગીત છે જેમાં જીતેન્દ્ર રાજશ્રીને શુભેચ્છા આપતા કહે છે
खुश रहो हर खुशी है तुम्हारे लिए
छोड़ दो आंसूओ को हमारे लिए
ગીતના શબ્દો ઇન્દીવરના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. ગાયક મુકેશ
૧૯૬૯ની અન્ય ફિલ્મ ‘ધરતી કહે પુકાર કે’મા પણ જીતેન્દ્ર પોતાના મનોભાવને વ્યક્ત ન કરતા ખુશીનું ગીત ગાય છે
खुशी की वो रात आ गई
कोई गीत जगाने दो
ગીતના શબ્દો મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર મુકેશનો.
૧૯૬૯ની અન્ય ફિલ્મ ‘અનોખી રાત’માં ફરીવાર એક દર્દભર્યું ગીત છે જેમાં ખુશીને જુદી રીતે વર્ણવી છે.
महलों का राजा मिला के रानी बेटी राज करेगी
खुशी खुशी कर दो विदा के तुम्हारी बेटी राज करेगी
આ ગીત ઝાહીદા પર રચ્યું છે. ગીતકાર ઇન્દીવર અને સંગીતકાર રોશન. સ્વર છે લતાજીનો.
૧૯૭૩ની ફિલ્મ ‘અભિમાન’નું ગીત જોઈએ
अब तो है तुम से हर खुशी अपनी
तूम पे मरना है जिन्दगी अपनी
મજરૂહ સુલ્તાનપુરીના શબ્દો અને સચિન દેવ બર્મનનું સંગીત. કલાકાર જયા ભાદુરી અને સ્વર લતાજીનો.
૧૯૭૬ની ફિલ્મ ‘ચિતચોર’મા દર્શાવાયેલ ખુશી આ ગીતમાં જોવા મળે છે
आज से पहले आज से ज्यादा
खुशी आज तक नहीं मिली
ગીત અને સંગીત રવીન્દ્ર જૈનના અને ગાનાર કલાકાર યેસુદાસ. ગીત રચાયું છે અમોલ પાલેકર પર.
૧૯૭૭ની ફિલ્મ ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’નું એક ખુશી સભર ગીત છે
खुशियाँ ही खुशियाँ हो जिस के दामन में
क्यों ना वो ख़ुशी से दीवाना हो जाए
પ્રેમ કિસન અને રામેશ્વરી પર રચાયેલ આ ગીતના ગાનાર કલાકારો છે યેસુદાસ, બંસરી સેનગુપ્તા અને હેમલતા. ગીત અને સંગીત રવીન્દ્ર જૈનના
આ જ ફિલ્મનું એક બીજું ગીત છે જેમાં ખુશીથી શું લેવા દેવા એવો ભાવાર્થ છે.
अब रंज और खुशी से बहार-ओ-खिजा से क्या
રામેંશ્વરી પર રચાયેલ આ ગીતને સ્વર મળ્યો છે હેમलતાનો. ગીત અને સંગીત રવીન્દ્ર જૈનના
આ જ સાલની અન્ય ફિલ્મ ‘પલકો કી છાંવ મેં’મા પત્ર દ્વારા ફેલાવાતી ખુશીની વાત છે.
डाकिया डाक लाया खुशी का खजाना लाया
ટપાલીની ભૂમિકામાં છે રાજેશ ખન્ના. શબ્દો છે ગુલઝારના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે કિશોરકુમાર અને વંદના શાસ્ત્રીના.
૧૯૮૦ની ફિલ્મ ‘લૂંટમાર’માં દેવઆનંદ રડતા બાળકને સમજાવે છે કે ખુશી હોય કે દુઃખ તું હંમેશા હસતો રહે.
हस तू हरदम खुशी हो या गम
અમીત ખન્નાના શબ્દો અને રાજેશ રોશનનું સંગીત. સ્વર કિશોરકુમારનો.
૧૯૮૮ની ફિલ્મ ‘ખૂન ભરી માંગ’મા જે ગીત છે તે ખુશીને સાચા અર્થમાં દર્શાવે છે.
हसंते हसंते कट जाय रास्ते जिन्दगी यु ही चलती रहे
ગીતના કલાકારો છે રાકેશ રોશન અને રેખા. શબ્દો છે ઇન્દીવરના અને સંગીત રાજેશ રોશનનું જેના ગાયક કલાકારો છે નીતિન મુકેશ અને સાધના સરગમ.
લેખની મર્યાદાને ધ્યાનમાં રાખી વધુ ગીતોનો સમાવેશ નથી કરેલ.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
enjoyed.
ખૂબ સરસ સંકલન. મઝા આવી.
Really very nice & useful collection. Thanks 🙏