
દર્શા કિકાણી
૨૫ મે, ૨૦૧૭, ગુરુવારે અમદાવાદથી નીકળી ૬,જુલાઈ, ૨૦૧૭, ગુરુવારે અમે પાછાં અમદાવાદ આવ્યાં તે ૬ અઠવાડિયાનો અથવા ૪૨ દિવસનો સમય એટલે અમારો અમેરિકાનો પ્રવાસ : એક આહ્લાદક અને અવર્ણનિય અનુભવ! અત્યારે વિચારીએ તો હાથમાંથી સરી ગયેલો તે સમય મને રંગીન સ્વપ્ન જેવો જ લાગે છે. ૧૨ હવાઈ મુસાફરીઓ, અસંખ્ય બસ મુસાફરીઓ અને ૧૫ રાજ્યોમાં અગણિત જોવાલાયક સ્થળોની મુલાકાતો….. ક્યાંય કોઈ પણ ગફલત નહીં. અને તેનું કારણ માત્ર ને માત્ર એક : મારા પતિ શ્રીરાજેશ કીકાણીના શાળાના મિત્રોનું ખામી વિનાનું પ્રવાસનું આયોજન તથા આયોજનનો કુશળ અમલ! (flawless planning and perfect execution).
લગભગ ચાલીસ વર્ષ પૂર્વે આઈ.આઈ.ટી. (IIT)અને આઈ.આઈ.એમ.(IIM)જેવી પ્રખ્યાત કોલેજોમાંથી અભ્યાસ કર્યા છતાં ધંધાર્થે અમેરિકા નથી જવું પણ ભારતમાં જ રહેવું છે તેવી મારા પતિ શ્રી રાજેશની ઇચ્છા હોવાથી ક્યારેય અમેરિકા ફરવા જવાનો વિચાર પણ કર્યો ન હતો. દુનિયાના ઘણા દેશોમાં હર્યા-ફર્યા પછી પણ કદી અમેરિકા જવાનું ન વિચાર્યું. અમેરિકા સ્થિત થયેલા મિત્રો ભારત આવી મળે, ત્યાંની વાતો કરે ત્યારે આનંદ જરૂર થાય પણ ‘ચાલો, આપણે અમેરિકા ફરવા જઈએ’ એવો વિચાર કદી ય ન આવે. કદાચ જુદા-જુદા લોકો પાસેથી સાંભળેલી સાચીખોટી વાતો, કુટુંબ પ્રેમ અને દેશપ્રેમ આને માટે જવાબદાર હોઈ શકે. અમેરિકા દેશ અને ત્યાંના લોકો માટે એક નકારાત્મક લાગણી પણ બંધાઈ ગયેલી તે પણ એટલી જ જવાબદારહશે.
શ્રી અમરીશભાઈ અને તોરલનો તેમના પુત્ર અનંતના લગ્નમાં આવવાનો પ્રેમ ભર્યો આગ્રહ નિમિતનું કામ કરી ગયો. હું પણ બરાબર તે જ સમયે નિવૃત્ત થયેલી. વળી મને અમેરિકા માટે કોઈ છોછ નહીં. આવો મોટો દેશ અને આટલું સફળ અર્થતંત્ર હોય તો જોવું તો જોઈએ તેવું મને મન પણ ખરું. મોટાભાગની સામાજિક જવાબદારીઓ નિભાવી દીધેલી અને હવે નિવૃત્તિની શરૂઆતમાં સમય તથા લક્ષ્મીની છૂટ એટલે હાથપગ ચાલે છે ત્યારે જ અમેરિકા જઈએ આવીએ તેવો વિચાર કરેલો.
અમેરિકાના વિઝા માટે ઘરેથી જ Online અરજી કરી અને સમયસર મુંબઈ જઈ બીજી બધી ઔપચારિકતાઓ પતાવી એટલે ૧૦ વર્ષનો વારંવાર જવાય તેવો (Multi-entry) વિઝા મળી ગયો. વિઝા મળ્યા બાદ તો રાજેશ અને તેમના મિત્રો પૂર જોશમાં ખીલ્યા. રોજ રાત્રે કલાકો વાતો કરે અને અવનવું પ્લાનિંગ કરે. કોણ કોણ આવશે, કયાં કયાં સ્થળોએ જવું જોઈએ, કેવી રીતે જવાય, કયા સમયે જવાય તેની ચર્ચાઓ થાય. રાતના અગિયાર વાગ્યા પછી જ બધાને અનુકુળતા રહે એટલે મોડી રાત સુધી વાતો થાય. મને રાત્રે જાગવાનું ફાવે નહીં એટલે હું ચર્ચામાં ભાગ લઈ શકું નહીં પણ રોજ સવારે તાજાખબર જરૂર મળે!
આટલા બધા ભણેલ-ગણેલ અને અનુભવી મિત્રો ભેગા થઈ આયોજન કરે એટલે કલાકે કલાકનું આયોજન કર્યું. ક્યાંય સમય બગાડે નહીં છતાં બધા મિત્રોને મળી શકાય અને જોવાલાયક સ્થળો ચૂકાય નહીં તેનું બરાબર ધ્યાન રાખ્યું. પછીના ગાળામાં આયોજન પ્રમાણે વિમાની સફરોની ટિકિટ અને જોવાલાયક સ્થળોમાં જ્યાં પણ બુકિંગ થઈ શકતું હતું ત્યાં બધે જ બુકિંગ કરાવી લીધું. નવી ટેકનોલોજીને લીધે પૈસાની લેવડ દેવડ ઘણી સરળ થઈ ગઈ છે. જો કે અમને અમારા બેન્કર (ICICI Bank)ની સહાયતા પણ સારી મળી રહી. અમદાવાદથી ઘણા મિત્રોનો પ્રવાસમાં જોડાવાનો વિચાર હોવા છતાં છેલ્લે ફક્ત ડૉ. દિલીપ પુજારા (હિંમતનગર) અને તેમના પત્ની શ્રીમતી રીટા પુજારા અમારી સાથે જોડાયાં.
અમેરિકા જેવા વિશાળ દેશના પ્રવાસ દરમ્યાન અમને થયેલા અનુભવો ઘણા જ રોચક, પ્રોત્સાહક અને આનંદદાયી રહ્યા. જોવાલાયક સ્થળોની મુલાકાતોની સાથેસાથે લોકોની જીવનશૈલી જાણવાની અમને તક મળી. વ્યવસાયી યુગલો કેવી રીતે જીવે છે અને બાળકોને કેવી રીતે ઉછેરે છે તે જોવાની ખૂબ મઝા આવી. ત્યાંની શિક્ષણ વ્યવસ્થા, રોજિંદી તથા સાપ્તાહિક ખરીદીની વ્યવસ્થા, વડીલો અને બાળકોની વ્યવસ્થા વગેરે જાણવાની પણ મઝા આવી. ત્યાંની મહિલાઓ ઘર અને બહારનું કામ એટલું સુંદર રીતે પાર પડે છે કે તેમને સલામ કરવાનું મન થાય. વર્ણનમાં ક્યાંક મિત્રોનો તથા તેમની અને તેમના કુટંબની સાથે ગાળેલા સમયનો વધુ પડતો ઉલ્લેખ કે દેખીતી રીતે બિનજરૂરી લાગતી નાની-નાની માહિતી ત્યાંની સમાજ-રચના તથા સમાજ-વ્યવસ્થા સમજવા માટે મદદરૂપ બનશે તેવી આશા છે. સાથેસાથે આપણા મિત્રોએ પરદેશમાં કેટલી પ્રગતિ કરી છે તેનો છૂપો આનંદ પણ છે !
ભારત જેટલી કે કદાચ તેથી પણ વધારે વિવિધતા અમેરિકામાં જોવા મળે છે. આ વિશાળ દેશમાં અલાસ્કા અને હવાઈના સમય ગણીએ તો છ છ તો સમયના ઝોન છે. રણ, જંગલો, પર્વતો, નદીઓ, સરોવરો, મેદાનો જેવી પ્રાકૃતિક ભિન્નતાઓ અને લોકોમાં, તેમના પહેરવેશમાં, તેમના રીત-રિવાજોમાં, તેમની ખાણીપીણીમાં અપાર વિશિષ્ટતાઓ છે. પણ એ વિવિધતામાંથી, ભિન્નતામાંથી, વિશિષ્ટતામાંથી જે એકતા અને એકરાગતા પ્રગટે છે તેનું તેજ કંઈક અલગ જ છે. જે સહિષ્ણુતાથી લોકો એકબીજાને અપનાવી લે છે અને આવકારે છે તે ખરેખર કાબિલે-તારીફ છે. તમે કયા દેશમાંથી આવો છો, તમારી ચામડીનો રંગ કેવો છે, તમે કેટલું કમાવો છો, કેવા કપડાં પહેરો છો ….. આમાંની કોઈ બાબતનું મહત્ત્વ નથી. મહત્ત્વછે તો તમારી આવડતનું, મહત્ત્વછે તો તમારી મહેનતનું, મહત્ત્વછે તો તમારી કામ કરવાની ધગશનું. કામ કરો અને આગળ વધો.
ત્યાં તકલીફો હશે અને ભ્રષ્ટાચાર પણ હશે તેની ના નહીં, પરંતુ સામાન્ય માણસ કોઈ પણ અપ્રમાણિકતા આચર્યા વિના પૂરી પ્રમાણિકતાથી અને મહેનતથી પોતાની જિંદગી જીવી શકે છે, લહેરથી પોતાનું જીવન માણી શકે છે, પૈસા કમાઈ શકે છે, બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકે છે અને ખુમારીથી પોતાની નિવૃત્તિ પણ ઊજવી શકે છે!
અમારા આટલા અપ્રતિમ પ્રવાસ અને સહવાસ માટે અમારાં મિત્રોનાં નામ અને વિશેષતાઓનો ઉચિત જગ્યાઓએ તો ઉલ્લેખ કર્યો જ છે પણ અહીં તે સૌનો આભાર માનવાની ગુસ્તાખી એક સાથે જ કરી લઉં ! અહીં નામોનો ઉલ્લેખ કાળક્રમ પ્રમાણે (chronological order) કર્યો છે.
- આખા પ્રવાસ દરમ્યાન અમારી સાથે રહેલ અમારાં હમસફર અને પરમ મિત્રો ડૉ. દિલીપ અને રીટા પુજારા
- પ્રવાસની શરૂઆતથી માંડી પ્રવાસના અંત સુધી સતત અમારું ધ્યાન રાખનાર વોશિંગ્ટન નિવાસી અમારાં યજમાન ભાર્ગવી અને નિખિલ મશરુવાલા
- ન્યૂયોર્ક અને ઓરલેન્ડોની મુલાકાતને વધુ સંગીન અને રંગીન બનાવનાર માલા અને જયેન્દ્ર શાહ અને તેમની મીઠડી પૌત્રી અનાયા
- સાઉથ કેરોલીના અને માર્તલ બીચની મઝેદાર સફર કરાવનાર દિલાવર ડૉ. પ્રવીણ અને લીટલ પટેલ, દીકરો રોનક અને પૌત્રી મિલા
- જાનમાં જોડાવાનું ભાવભીનું આમંત્રણ આપી અમારા રંગીન અમેરીકન સ્વપ્નને સાકાર કરવામાં નિમિત બનેલ તોરલ અને અમરીશ ઠાકર
- અમેરિકન સફરમાં જાતજાતનાં જોવાલાયક સ્થળો અને ટ્રેકિંગના ખાસ હિમાયતી ફોટોગ્રાફર મિત્ર તુષાર અને મધુ શાહ
- કામકાજ અને અંગત જીવનનું સમતોલન જાળવી ઠાઠમાઠથી જીવતું યુવા યુગલ ડૉ. શ્રુતિ અને ડૉ. પાર્થિવ દેસાઈ તથા વહાલાં હીર અને ઓમ
- દીકરી-જમાઈ અને પૌત્ર-પૌત્રી સાથે અમેરિકન રંગે રંગાઈ ગયેલ છતાં દિલથી નખશીખ ભારતીય એવી ડૉ. દીપ્તિ
- અતિશય પ્રેમથી ટેમ્પા અને નજીકનાં સ્થળો બતાવી શાહી ખાણું ખવડાવી આગળની ટુર માટે અન્નપૂર્ણા બનનાર વંદના અને જનક શાહ
- સાન-ફ્રાન્સીસ્કો સફરની સમસ્ત જવાબદારી હોંશે હોંશે ઊઠાવી લેનાર યુવા યુગલ ડૉ. હેતા અને અર્પણ સોપારકર તથા વહાલો સાર્થ
- સાન-ફ્રાન્સીસ્કોમાં હરવા, ફરવા અને જમવાનું ધ્યાન રાખી અમારી સફર સુખરૂપ બનાવનાર ડૉ. ધીરેન અને ચેતના શેઠ
- જીવનના કોઈ પણ ક્ષેત્રે અને કોઈ પણ સમયે જેની સલાહ અને મદદ લઈ શકાય તેવી અમારી પ્રિય મિત્ર સ્વાતિ સોપારકર
- અમારી અમેરિકન સફરનું સુંદર પ્લાનિંગ કરનાર કુશળ વ્યવસાયી પુલિન અને મોના કિનખાબવાલા તથા દીકરો ડૉ. વિશાલ
- આખા મિત્ર મંડળમાં સૌથી સુંદર શરીર સૌષ્ઠવ જાળવી રાખનાર નાસા વિજ્ઞાની નાનક અને ક્રિએટિવ નયના પટેલ તથા શીના અને
- સી.એન. ગ્રુપના મિત્રોને ભેગા કરી નવો ચીલો ચિતરનાર ભદ્રેશ અને મંજુ મહેતા તથા દીકરી ડૉ.મીનળ
- બસ મુસાફરીમાં આઠ દિવસ સાથે રહી રંગત જમાવનાર અનામી ચીની મિત્રો, ગાઈડ અને બસના ડ્રાઈવર
નામી અને અનામી અનેક લોકો કે જેમણે અમારી અમેરિકન સફર સ્વપ્નવત બનાવવામાં સહકાર આપ્યો છે તે સૌનો ખૂબખૂબ આભાર !
એક નવા પ્રયોગ રૂપે, પુસ્તિકાને અંતે અમારાં અમેરિકન યજમાનોના ભાવવાહી પ્રતિભાવો પણ આવરી લીધા છે. વાંચવાની ખૂબ મજા આવશે, ચૂકશો નહીં !
દર્શા કિકાણી
૧૮મી જુલાઈ, ૨૦૧૭
ક્રમશઃ
સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
સંપાદકીય નોંધ
સુશ્રી દર્શાબેન કિકાણીની કલમે આલેખાયેલ તેમની ‘અમેરિકન ડ્રીમ’ પ્રવાસ વર્ણન લેખમાળા હવેથી દર શુક્ર્વારે પ્રકાશિત થશે.
Your zeal to write is commendable.
Love & Regards to both of you
Please join us every Friday and enjoy our USA dream experience! 😊
અતિસુંદર પ્રસ્તાવના/પૂર્વભૂમિકા,
અમેરિકા ફરવાની – માણવાની આતુરતા બેવડાઈ ગઈ.
વ્યક્તિલક્ષી આભાર પ્રસ્તુતિ તો ખરેખર અદ્ભૂત છે… દરેક વાક્યમાં પ્રસંશાનો પ્રકાર અને વિશેષણો અલગ અલગ છે
Thanks, Ketan! Please join us every Friday to enjoy our USA dream tour!
Eagerly waiting for the first episode.
Thanks, Nalini! This travelogue will appear every Friday. Join us to enjoy it!
Dear Darsha-Rajesh,
Great start! We have been waiting for this for a long time! We are so blessed to have you as our close friends. We were also blessed to have your presence at Kaya-Anant wedding in Knoxville, Tennessee.
We will be eagerly waiting for each episode and once again, looking forward to reliving the time you four spent with us!
Thank you…
Amrish
Amrishbhai, you motivated us to visit US. What a wonderful tour! 😌 ન ભૂતો, ન ભવિષ્યતિ!!
Yes, it took a long time unnecessarily to come to this stage. But anyway, દેર આયે, દુરસ્ત આયે! This is a good platform.
અતિસુંદર પ્રસ્તાવના/પૂર્વભૂમિકા,
અમેરિકા ફરવાની – માણવાની આતુરતા બેવડાઈ ગઈ.
વ્યક્તિલક્ષી આભાર પ્રસ્તુતિ તો ખરેખર અદ્ભૂત છે… દરેક વાક્યમાં પ્રસંશાનો પ્રકાર અને વિશેષણો અલગ અલગ છે
દર્શાબેન,
કોરોના મહામારી નો ઘરમાં રહી સમય નો સદુપયોગ કરી જુની યાદો ને ફરી ક્ષણો જીવંત કરી (re lived) વર્ણન કરવું ખરેખર કાબિલે તારીફ છે. અવશ્ય આ પ્રકારની પ્રવૃત્તિ કેળવવા જવી છે. ૪૨ દિવસ નો પ્રવાસ ની અમને મજા આવશે.
Thanks, Manishbhai! Please join us every Friday for this dream tour!
જેની પ્રસ્તાવના આટલી સુંદર છે એ પ્રવાસનું વર્ણન તો ખૂબ જ રોચક હશે જ. અમે શુક્રવારની પ્રતીક્ષા કરીશું.
Thanks, Shobha! 👍
Yes, please join us every Friday for this very interesting tour!
After viewing this trailer, anxiously awaiting for the main attraction. It was our pleasure to host you and Rajesh during your visit to America. This week I have been thinking about our visit to the US Capitol in Washington.
Thanks, Nanakbhai! Yes, we also remembered our Capitol visit when we got the sad news last week. Please join us every Friday for the R2D2 US dream visit travelogue !
Excellent travelogue.Enjoyed every word of it.As if travelling all along with them.Darsha the travel as it will proceed we shall travel with you . please keep it up.
Thanks, Hasmukhbhai! Please join us every Friday for this virtual tour!
Nice description as always. A minor but important correction…Janak and Vandana Vora and not Shah..
Thanks, Bharatbhai! A BIG thank you for the factual error. I will make the correction immediately.
Very nice introduction of your USA tour. You have great memories. It will be interesting to read all your experience here in America. We feel that we just met you guys.