ભગવાન થાવરાણી

મોટા શાયરોની સૂચિમાં જિગર મુરાદાબાદી સાહેબનું નામ પૂરા સન્માન અને ઇજ્જતથી લેવાવું જોઈએ. આપણે બધા શાયરીના સરેરાશ ભાવકો એમને, એમના આ શેરથી ઓળખીએ છીએ :
યે ઈશ્ક નહીં આસાં બસ ઈતના સમજ લીજે
એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ ..
પરંતુ એમના અન્ય સેંકડો અનન્ય શેરોને બાજુએ મૂકી કેવળ આ શેર જુઓ :
મૌત ક્યા – એક લફ્ઝ – એ – બેમાની
જિસ કો મારા હયાત ને મારા …
મોત તો એક અર્થહીન શબ્દ છે કેવળ . ખરેખર જુઓ તો મોત કરતાં અનેકગણા લોકોને આ નિષ્ઠુર અને બેરહમ જિંદગીએ માર્યા છે ! કેટલાક લોકો ઉપર જિંદગી જીવતે-જીવત જે વિતાડે છે એની આગળ મૃત્યુની તો વિસાત નહીં ! શું કહો છો ?
એટલે જ એક ગુમનામ શાયરે લખ્યું :
હમ બહોત દિન જિયે હૈં દુનિયા મેં
હમ સે પૂછો કે ખુદકશી ક્યા હૈ ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.