‘મુસ્કાન’ પર ફિલ્મીગીતો

નિરંજન મહેતા

મુસ્કાન એટલે સ્મિત. અચાનક મળી આવે તો આનંદ થાય. ફિલ્મીગીતોમાં પણ મુસ્કાનને મહત્વ અપાયું છે અને જે ગીતો રચાયા છે તેમાંના કેટલાક આ લેખમાં છે.
સૌ પ્રથમ આજથી લગભગ ૭૦ વર્ષ ૧૯૫૩મા પહેલા આવેલી ફિલ્મ ‘પતિતા’મા એક હર્ષભર્યું ગીત છે જે આજે પણ માણવા લાયક છે.

किसी ने अपना बना के मुज को मुस्कुराना सिखा दिया

શૈલેન્દ્રનાં શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે શંકર જયકિસને જેને કઠ મળ્યો છે.લતાજીનો. ગીત રચાયું છે ઉષા કિરણ પર.

૧૯૫૮ની ફિલ્મ ‘આખરી દાવ’નું સુમધુર ગીત છે

वो चाँद मुस्कुराए सितारे शर्माए
हमारा भी दिल ना मचल ने लगे

વિડીઓમા ગીત પાર્શ્વગીત જણાય છે પણ ફિલ્મના કલાકારો છે નુતન અને શેખર. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત મદનમોહનનું. ગાનાર કલાકરો લતાજી અને મન્નાડે.

૧૯૫૮ની ફિલ્મ ‘દીલ્લીકા ઠગ’મા એક નૃત્ય ગીત છે જેના શબ્દો છે

किसी का दिल लेना हो
किसी को दिल देना हो
हसते जाओ गाते जाओ

કલાકાર છે મીનુ મુમતાઝ. શબ્દો શૈલેન્દ્રના અને સંગીત રવિનું. આશા ભોસલે અને કિશોરકુમારના સ્વર.

૧૯૫૮ની ફિલ્મ ‘લાલારુખ’નું ગીત જોઈએ

है कलि कलि के लब पर
तेरे हुस्न का फ़साना
मेरे गुलिस्ताँ का सब कुछ सिर्फ तेरा मुस्कुराना

ગીત ગાનાર કલાકાર કોણ છે તે નથી દર્શાવાયું પણ જેના નૃત્ય પર આ ગીત રચાયું છે તેનું નામ રાધિકા દર્શાવાયું છે. શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત ખય્યામનું. રફીસાહેબનો સ્વર.

૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’નું આ સુમધુર ગીત પણ બહુ પ્રચલિત છે

किसी की मुस्कुराहटो पे हो निस्सार

રાજકપૂર પર રચાયેલ આ ગીતના કવિ છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. મુકેશ આ ગીતના ગાયક.

૧૯૫૯ની ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’નું આ યુગલ ગીત પણ પ્રેમગીતનાં રૂપમાં છે.

धड़कने लगे दिल के तारो की दुनिया
जो तुम मुस्कुरा दो

ગીત રચાયું છે માલા સિંહા અને રાજેન્દ્ર કુમાર પર જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત એન. દત્તાનું. ગાનાર કલાકારો આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર

૧૯૬૪ની ફિલ્મ ‘ઝીંદગી’મા મુસ્કાન પર ગીત છે તે એક હાલરડાનાં રૂપમાં છે.

मुस्कुरा लाडले मुस्कुरा
कोई भी फुल इतना नहीं खुबसुरत
जितना है तेरा मुखड़ा

કલાકાર રાજેન્દ્ર કુમાર. શૈલેન્દ્રના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. સ્વર મન્નાડેનો.

૧૯૬૪ની ફિલ્મ ‘અપને હુએ પરાયે’માં મુસ્કાનને જુદા રૂપમાં દર્શાવાયું છે, એક ફૂલ જેવું.

फिर कोई मुस्कुराया
फिर कोई फुल खिला

મનોજકુમાર પર રચાયેલ આ ગીતના ગાયક કલાકાર છે મુકેશ જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

૧૯૭૪ની ફિલ્મ ‘આવિષ્કાર’મા પાર્શ્વગીત રૂપે રજુ થયેલું દર્દગીત છે

हँसने की चाह ने कितना मुझे रुलाया है
कोई हमदर्द नहीं दर्द मेरा साया है

ફિલ્મના મુખ્ય કલાકાર છે રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર. કપિલ કુમારના શબ્દો અને કનુ રોયનું સંગીત. ગાનાર કલાકાર મન્નાડે.

૧૯૮૩ની ફિલ્મ ‘અંધાકાનૂન’મા એક ફિલસુફીભર્યું ગીત છે

जीतनी चाबी भरी राम ने उतना चले खिलौना
रोते रोते हंसना शीखो हसते हसते रोना

અમિતાભ બચ્ચન પર રચાયેલ ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. કિશોરકુમારનો સ્વર.

૧૯૮૩ની ફિલ્મ ‘અર્થ’મા એક દર્દસભર ગીત છે જેમાં મુસ્કરાહટ એ એક દેખાવ છે તેમ જણાવાયું છે.

तुम इतना जो मुस्कुरा रही हो
क्या गम है जो छीपा रही हो

કૈફી આઝમી આ ગીતના લેખક છે જેને સંગીત અને સ્વર આપ્યા છે જગજીત સિંહે. કલાકારો રાજ કિરણ અને શબાના આઝમી.

૧૯૮૩ની ફિલ્મ ‘માસુમ’નું પાર્શ્વગીત છે

जीने के लिए सोचा ही न था दर्द सँभालने होगे
मुस्कुराऐ तो मुस्कुराने के क़र्ज़ उतारने होगे

નસીરુદ્દીન શાહ અને જુગલ હંસરાજ પર રચાયેલ ગીતના ગાનાર છે અનુપ ઘોસાલ. શબ્દો ગુલઝારના અને સંગીત આર.ડી. બર્મનનું.

આ જ ગીત ફરી એકવાર પાર્શ્વગીત તરીકે શબાના આઝમી પર રચાયું છે. બાકીની વિગતો ઉપર મુજબ સ્વર લતાજીનો.

૧૯૮૫ની ફિલ્મ ‘તક્દીરવાલા’મા એક માની ભાવનાને વ્યક્ત કરતુ ગીત છે.

फुल जैसी मुस्कान तेरी तू बनेगा पहेचन मेरी

રીમા લાગુ પર રચાયેલ આ ગીતના શબ્દો છે સમીરનાં અને સંગીત આનંદ મિલિન્દનું. ગીતના અંત ભાગમાં વેંકટેશને દેખાડાયો છે પણ શબ્દો મુકાયા છે પાર્શ્વમાં. સાધના સરગમ અને કુમાર સાનુ ગાનાર કલાકાર.

૧૯૮૬ની ફિલ્મ ‘બાબુલ ‘મા પણ એક પિતાની લાગણીને દર્શાવતું ગીત છે

तेरी भोली मुस्कान ने मुझे बाबुल बना दिया

ગીત સંગીત રવીન્દ્ર જૈનનાં અને સ્વર યેસુદાસનો આ ગીત બે વખત મુક્યું છે જેમાનું બીજું ગીત દર્દભર્યું છે. ગીતના કલાકરો જ્ઞાન શિવપુરી અને ઉપાસના.

૨૦૧૨ની ફિલ્મ ‘તલાશ’મા ગીત છે જેમાં જણાવાયું છે કે સ્મિત હંમેશા સાચું નથી હોતું પણ એક દેખાડો હોય છે.

मुस्काने जूठी है पहचाने जूठी है

હોટેલમાં એક નૃત્યાંગના તરીકે આ ગીત કરીના પર રચાયું છે. જાવેદ અખ્તરનાં શબ્દો અને સંગીત રામ સંપથનું. સ્વર છે સુમન શ્રીધરનો.

૨૦૧૫મા આવેલી ફિલ્મ ‘સોરી ડેડી’નું ગીત છે

तेरी मुस्काने मौसम छलकाए

શબ્દો છે સંજીત કુમારનાં અને સંગીત છે નિર્મળ વૈષ્ણવનું. સ્વર છે બી. જ્યોતિ અને પિંકીનાં. કલાકારો શમીમ ખાન અને અનુપમ શુક્લ.

લેખની મર્યાદાને ધ્યાનમાં લઈને વધુ ગીતો નથી મુક્યા.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

1 thought on “‘મુસ્કાન’ પર ફિલ્મીગીતો

Leave a Reply

Your email address will not be published.