લુત્ફ-એ-શેર : મણકો #૩૦

ભગવાન થાવરાણી

ગત હપ્તામાં જે શાયરની પંક્તિઓથી વાતનું સમાપન કર્યું એમનાથી આજની શરુઆત.

એ બહુ મોટા શાયર તો છે જ, અત્યંત લોકપ્રિય પણ ! જીવનને જાણવું, સમજવું, પારખવું અને ઉપભોગવું હોય તો એમના સેંકડો ફિલ્મી ગીતો પણ હાજર છે.

હા. એ જ. સાહિર લુધિયાનવી. એમની અનેક રચનાઓ ફિલ્મોમાં તો પછીથી લેવાઈ. એ પહેલાં જ એ સાહિત્યિક વર્તુળોમાં ધૂમ મચાવી ચુકી હતી. ફિલ્મી દુનિયાના એ પહેલા અને આખરી ગીતકાર હતા જે દાદાગીરીથી સંગીતકાર કરતાં પણ એક રુપિયા વધારે મહેનતાણું લેતા ! કવિની હેસિયતની ઊંચાઈ સાબિત કરવા માટે ! 

એમણે લખ્યું હતું :

લે દે કે અપને પાસ ફકત એક નઝર તો હૈ
ક્યું દેખેં ઝિંદગી કો કિસી કી નઝર સે હમ ..

અહીં એમના જે શેરની વાત કરવી છે તે સંયોગવશ એક ફિલ્મી ગઝલનો હિસ્સો છે. તલત મેહમૂદ દ્વારા ગવાયેલ એ ગઝલનો મત્લો છે :

અશ્કોં મેં જો પાયા હૈ વો ગીતોં મેં દિયા હૈ
ઈસ પર ભી સુના હૈ કે ઝમાને કો ગિલા હૈ

અને આ જ ગઝલનો મારો પ્રિય શેર :

જો તાર સે નિકલી હૈ વો ધુન સબને સુની હૈ
જો સાઝ પે ગુઝરી હૈ વો કિસ દિલ કો પતા હૈ ..

આખરી નીપજ તરીકે જે સૃજન – પછી તે કવિતા હોય કે વાર્તા કે ગીત કે શિલ્પ કે કળાનો કોઈ પણ નમૂનો – આપણા સુધી પહોંચે છે એને આપણે વાંચીએ, જોઈએ, સાંભળીએ યા અનુભવીએ છીએ પરંતુ એની રચના-પ્રક્રિયા દરમિયાન એ કલાકાર ઉપર જે વીતી, એ જે યંત્રણા કે દોઝખમાંથી પસાર થયો એનો અંદાજ બહુ ઓછાને હોય છે ! અગર વિજ્ઞાન કોઈ દિવસ એટલું આગળ વધે કે સૃજન વખતના કવિના દિલો-દિમાગની તસવીર ખેંચી શકે તો કદાચ આપણને જોવા મળે તબાહી અને વિધ્વંસ …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

6 thoughts on “લુત્ફ-એ-શેર : મણકો #૩૦

  1. Shahir wasa Socialist and his approach toward socialisam and spoilataion come out through his pen in the same Talat Ghajhal where in third stanza ( Curtailed from record) he jumps from romance to socialsam . “Is daur me mehnat ka sila mil nahi Shakta ,Mehnat jise kahte hai woh mehnat ka sila hai .Ashkon me jo…

  2. ખુબજ સરસ અને સાચી વાત કરી છે સર. કોઇ પણ સર્જક ની એ પીડા પ્રસુતાની પીડાથી ઓછી ના જ હોય શકે. અને સૃજન પછીનો આનંદ પણ એટલો જ બેવડાઇ જતો હોય છે. ખુબ ખુબ અભિનંદન તથા આભાર સર. ખુબ ખુબ શુભેચ્છાઓ. 🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published.